વિદેશ મંત્રાલય (MEA) એ રશિયા જનારા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે. MEA એ નાગરિકોને રશિયાની સેનામાં ભરતી થવાથી સાધવાન કર્યાં છે અને તેમને તેની સાથે જોડાયેલા ખતરા વિશે ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયની એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે- અમને સતત તેવા સમાચાર મળી રહ્યાં છે કે ભારતીય નાગરિકોને રશિયાની સેનામાં ભરતી કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા બે વર્ષોમાં સરકારે ઘણીવાર આ પગલાં સાથે જોડાયેલા ખતરા અને જોખમો વિશે જણાવ્યું છે.
MEA ની એડવાઇઝરીમાં શું?
MEA એ આગળ લખ્યું 'ભારતીય નાગરિકોને સમય-સમય પર સલાહ આપવામાં આવી છે કે તે વિદેશમાં નોકરીની તકને લઈને સાવધાન રહે અને કોઈ અજાણી વ્યક્તિની નોકરીની ઓફરની લાલચમાં ન આવે. અમારી સામે એવા ઘણા મામલા આવ્યા છે, જેમાં લોકો ખુદ રશિયાની સેનામાં સામેલ થવાની ઓફર શોધે છે. તે આવું એટલા માટે કરે છે કારણ કે તેને લાગે છે કે તેમાં જોડાવાથી પૈસા અને બાકી ફાયદા મળશે. બાદમાં તે ભારતીય સરકારનો સંપર્ક કરી ત્યાંથી નીકળી શકશે. અમે ફરીથી કહેવા ઈચ્છીએ છીએ કે આ ખતરનાક રસ્તો છે અને સરકાર તેની મનાઈ કરે છે.'
MEA releases advisory for Indians traveling to Russia.
We are continuing to see reports about Indian nationals recruited into the Russian armed forces. Government has on several occasions over the past two years underlined the risks and dangers inherent in this course of action… pic.twitter.com/oUhKktoE2K— ANI (@ANI) September 30, 2026
રશિયા-યુક્રેન વચ્ચે તણાવ
હકીકતમાં રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે, જેના કારણે સેનામાં પણ સતત ભરતી કરવામાં આવી રહી છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને તેની આસપાસના વિસ્તાર પર મિસાઈલ અને ડ્રોન હુમલા જારી રાખતા વિદ્યુત ગ્રિડ અને એક મહત્વપૂર્ણ ઈન્ટરનેટ એક્સચેન્જ કેન્દ્રને નિશાન બનાવ્યું, જેમાં એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. ઓગસ્ટના અંતમાં રશિયાએ પોતાના હવાઈ હુમલામાં વધારો કર્યો, જેનાથી યુક્રેન પર દબાવ વધી ગયો છે. હવે જ્યારે યુક્રેન શિયાળાની તૈયારીમાં લાગ્યું છે, ત્યારે રશિયા હંમેશા પાવર પ્લાન્ટને નિશાન બનાવી રહ્યું છે, જેથી યુક્રેનના લોકોને હીટ અને પાણી ન મળી શકે.