SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળી પહેલાં આ સરકારે અન્નદાતા માટે ખોલી તિજોરી! 1.5 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા 5000

Maharashtra : દેવેન્દ્ર ફડણવીસ સરકારે રાજ્યના દુષ્કાળગ્રસ્ત આશરે 1.5 કરોડ ખેડૂતો માટે સરકારી તિજોરી ખોલી છે અને દિવાળી પહેલાં તેમના ખાતામાં 5000 રૂપિયા જમા કરાવવા માટે સૂચના આપી છે.

Written By Dilip Chaudhary
Published: Oct 27, 2026, 04:19 PM IST | Updated: Oct 27, 2026, 04:23 PM IST
Join

Maharashtra : મહારાષ્ટ્ર સરકારે દિવાળી પહેલા રાજ્યભરના દુષ્કાળગ્રસ્ત આશરે 1.5 કરોડ ખેડૂતોને મોટી રાહત આપી છે. સરકારે તેમને 5000 રૂપિયાની આગોતરી આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને સૂચના આપી છે કે આ રકમ આ અઠવાડિયામાં જ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે. જેનો અર્થ એ છે કે આ સહાય દિવાળી પહેલાં તેમના સુધી પહોંચી જશે.

આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું, આ વિસ્તારોમાં ભૂકા બોલાવશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યની તિજોરી પર બોજ

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આ જાહેરાત બાદ 1.5 કરોડ ખેડૂતોને 5000 રૂપિયાની સહાય આપવા માટે રાજ્યની તિજોરી પર 7500 કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડશે તેવો અંદાજ છે. મુખ્યમંત્રીએ બેંક અધિકારીઓને એવો પણ નિર્દેશ આપ્યો છે કે ખેડૂતોની જૂની લોન કે બાકી લેણાંની વસૂલાત પેટે આ રાહત રકમમાંથી કોઈ પણ હિસ્સો કાપવામાં ન આવે. સરકારનો ઉદ્દેશ્ય પાકનું નુકસાન અને પાણીની અછતનો સામનો કરી રહેલા ગ્રામીણ પરિવારોને તાત્કાલિક આર્થિક મદદ પૂરી પાડવાનો છે.

34 જિલ્લાઓમાં દુષ્કાળ

ઉલ્લેખનીય છે કે, ગંભીર દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે 34 જિલ્લાઓના 305 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. શરૂઆતમાં 265 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા, જે સંખ્યા બાદમાં વધારીને 305 કરવામાં આવી. જેમાં રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના આશરે 75% હિસ્સાનો સમાવેશ થાય છે. દુષ્કાળ રાજ્યના તમામ 6 મહેસૂલી વિભાગોમાં ફેલાયેલો છે, જેમાં ખાસ કરીને મરાઠવાડા, વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર અને પુણે વિભાગોના જિલ્લાઓ વધુ પ્રભાવિત થયા છે.

ખેડૂતોને મળશે રાહત

મહારાષ્ટ્ર સરકાર દુષ્કાળનો સામનો કરી રહેલા ખેડૂતોને વિવિધ પ્રકારની રાહત આપી રહી છે, જેમાં પાક લોનની વસૂલાત પર રોક, વીજળીના બિલમાં રાહત, પાણી પુરવઠાની વ્યવસ્થા અને આર્થિક સહાયનો સમાવેશ થાય છે. આ દરમિયાન, દિવાળી પહેલા ખેડૂતોને 5000ની આર્થિક સહાય આપવાની સરકારની જાહેરાત એક મોટી રાહત સમાન છે.

ગયા મહિને મુખ્યમંત્રીની મુલાકાત

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગયા સપ્ટેમ્બરમાં દુષ્કાળગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પગલાંની જાહેરાત કરવાનું વચન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર કેન્દ્રની સહાયની રાહ જોશે નહીં અને અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને તાત્કાલિક રાહત પૂરી પાડશે. 5000ની આર્થિક સહાયની જાહેરાત આ દિશામાં એક પગલું છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES