• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /LPG Price Hike: તહેવાર સમયે ઉપાધી, ગેસ સિલિન્ડરના ભાવમાં 62.50 રુપિયાનો વધારો, આજથી નવા રેટ લાગુ

LPG Price Hike: તહેવાર સમયે ઉપાધી, ગેસ સિલિન્ડરના ભાવમાં 62.50 રુપિયાનો વધારો, આજથી નવા રેટ લાગુ

LPG Price Hike: ઓક્ટોબર મહિનામાં એક પછી એક તહેવારો સાથે મોંઘવારીની અસર પણ ઘર સુધી પહોંચવાની છે. મહિનાની પહેલી તારીખે જ સવાર સવારમાં ભાવ વધારાના સમાચાર સામે આવ્યા છે. આજથી 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ગયો છે.

Written ByKrupa Shah
Published: Oct 01, 2026, 07:10 AM IST|Updated: Oct 01, 2026, 07:12 AM IST
joinshare
LPG Price Hike: તહેવાર સમયે ઉપાધી, ગેસ સિલિન્ડરના ભાવમાં 62.50 રુપિયાનો વધારો, આજથી નવા રેટ લાગુ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    2

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    3

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    4

    તેને ચાકુથી મારા પર અનેક વાર કર્યા.... સામે આવ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતનો પહેલો વીડિયો

    5

    Maruti ની આ કાર ખરીદવા લોકોની પડાપડી! 30 દિવસમાં 2.36 લાખ ગાડીઓ વેચાઈ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    LPG Price Hike: આજે ઓક્ટોબર મહિનાની પહેલી તારીખ છે અને દિવસની શરૂઆત મોંઘવારીના ઝટકાથી થઈ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબર 2026 થી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે. આજથી એટલે કે ઓક્ટોબર મહિનાથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 62.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં એક પછી એક તહેવારો શરૂ થવાના છે તેમાં આ ભાવ વધારો લોકો માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

    તહેવારોમાં નડશે ભાવ વધારો

    ઓક્ટોબર મહિનાથી ધીરે ધીરે નવરાત્રી, દિવાળી સહિતના તહેવારોની સિઝનની શરૂઆત થઈ જશે. આવા સમયે હોટલ, રેસ્ટોરન્ટ, કેટરીંગ સર્વિસ, ઢાબા, નાસ્તાની લારીઓ સહિતના બિઝનેસ ચલાવતા લોકોની પણ સીઝન હોય છે. તેવામાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલો વધારો ફેસ્ટિવલ સિઝનમાં મોંઘવારી અને લોકોનો ખર્ચ વધારી દેશે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયેલા ભાવ વધારાની અસર રેસ્ટોરન્ટ, ઢાબા અને હોટલોની સાથે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ પડશે. તહેવારો સમયે એલપીજીના ભાવ વધતા લોકો પર મોંઘવારીનો માર પડ્યો છે.

    એલપીજી સિલિન્ડરના ભાવમાં 62.50 રૂપિયાનો વધારો

    ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે એટલે કે 1 ઓક્ટોબરે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરીને નવા રેટ જાહેર કર્યા છે. નવા રેટ અનુસાર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 62.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા પછી દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવ 2,810 થઈ જશે. મહત્વપૂર્ણ છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયે ફક્ત 9.50 રૂપિયાનો વધારો થયો હતો. આ વખતે એક ઝાટકે 62 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. જે નાના વેપારીઓ માટે મોટો ઝટકો છે.

    કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 3000 ને પાર

    1 ઓક્ટોબર થી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના કારણે 19 કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર બિહારમાં સૌથી મોંઘુ થઈ ગયું છે. બિહારની રાજધાની પટનામા 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવ 3000 ને પાર થઈ ગયા છે. બિહારની રાજધાની પટનામાં ઓક્ટોબર મહિનાથી 19 કિલો નું કોમર્શિયલ ગેસ સિલિન્ડર 3100.50 રૂપિયામાં મળશે.

    ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ

    1 ઓક્ટોબરથી ગેસ સિલિન્ડરના ભાવમાં જે વધારો જાહેર કરવામાં આવ્યો છે તે ફક્ત 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ પર લાગુ થશે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. સામાન્ય લોકો માટે આ ખબર રાહત ભરી છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર નથી થયો. 14.2 કિલો નું ગેસ સિલિન્ડર જૂના રેટમાં જ મળશે. 14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડર 942, મુંબઈમાં 941.50 રૂપિયા, ચેન્નઈમાં 957.50 રૂપિયા અને કલકત્તામાં 968 ના ભાવમાં મળી રહ્યું છે. 
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    India News