SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kulgam Attack: કુલગામમાં થયેલા હુમલા પાછળ લશ્કરના કમાંડર લતીફનો હાથ હોવાની શંકા, આતંકી પર છે 15 લાખનું ઈનામ

Kulgam Attack: કુલગામમાં જવાનો પર કાયરતાપૂર્ણ હુમલો કરવાની ઘટનામાં શંકા 15 લાખના ઈનામી આતંકી મોહમ્મદ લતીફ બટ પર છે. લશ્કરના કમાંડર મોહમ્મદ લતીફના ઈશારે આ હુમલો થયો હોવાની શક્યતા છે.

Written By Krupa Shah
Published: Nov 12, 2026, 09:31 AM IST | Updated: Nov 12, 2026, 10:00 AM IST
Join

Kulgam Attack: જમ્મૂ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા પોસ્ટ પર થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 3 જવાનો ઘાયલ થયા છે. આ હુમલામાં લશ્કરના કમાંડર મોહમ્મદ લતીફ બટનો હાથ હોવાની શંકા સુરક્ષા એજન્સીઓને છે. મોહમ્મદ લતીફ બટ દક્ષિણ કાશ્મીરમાં એક્ટિવ છે. તે આ પહેલા પણ આ પ્રકારના હુમલાને અંજામ આપી ચુક્યો છે.

આ પણ વાંચો: Iran Warning: ઈરાનની અમેરિકાને ચેતવણી, હુમલો થયો તો અમેરિકાના ઠેકાણા પણ બચશે નહીં

કોણ છે મોહમ્મદ લતીફ બટ ?

મોહમ્મદ લતીફ બટ લશ્કર એ તૈયબાનો કમાંડર છે. પોલીસના જણાવ્યા અનુસાર મોહમ્મદ લતીફ બટ એકમાત્ર સક્રીય આતંકી છે જે ઘાટીમાં એક્ટિવ હોય. જવાનો પર થયેલા હુમલામાં પણ સ્થાનીક આતંકવાદી મોહમ્મદ લતીફ બટ પર શંકા છે. મોહમ્મદ લતીફ બટનું નામ આ પહેલા અનંતનાગમાં પોલીસ હેડ કોસ્ટેબલ અને કુલગામમાં જ છત્તીસગઢના 2 મજૂરોના ટારગેટ કિલિંગમાં પણ સામે આવ્યું હતું. નવેમ્બર 2025 ના રોજ તે પોતાના ઘરથી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ વાત એવી સામે આવી કે તે લશ્કર ઐ તૈયબામાં જોડાઈ ગયો છે.

પોલીસની હત્યા

લશ્કર સાથે નામ જોડાયા પછી મોહમ્મદ લતીફ બટ પર અનંતનાગમાં પોલીસકર્મીની હત્યા કરવાનો આરોપ છે. આ ઘટના 22 જુલાઈ 2026 ના રોજ અનંતનાગમાં બની હતી. આ ઘટનામાં પણ મોહમ્મદ લતીફ બટની સક્રિય ભુમિકા હોવાનું કહેવાય છે. ત્યારથી સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી છે. મોહમ્મદ લતીફ બટ પર કુલગામમાં 2 સ્થાનિક મજૂરોની હત્યા કર્યાનો આરોપ પણ છે. આ ઘટના 31 જુલાઈએ બની હતી. જેમાં છત્તીસગઢના 2 મજૂરોને ગોળી મારવામાં આવી હતી. આ પ્રકારના ટારગેટેટ એટેકના કારણે આ વખતે પણ શંકા મોહમ્મદ લતીફ બટ પર છે.

આ પણ વાંચો: US Secretary of War: અમેરિકી રક્ષા મંત્રી વિરુદ્ધ મહાભિયોગ નિષ્ફળ, રાષ્ટ્રપતિ ટ્રંપએ લીધો રાહતનો શ્વાસ

મોહમ્મદ લતીફ બટ પર 15 લાખનું ઈનામ

સુરક્ષા એજન્સીઓ દ્વારા મોહમ્મદ લતીફ બટ પર 15 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ મોહમ્મદ લતીફ બટ વિશે જાણકારી આપશે તેને 15 લાખ આપવામાં આવે છે. સુરક્ષા એજન્સીનું માનવું છે કે ઈનામની જાહેરાતથી મોહમ્મદ લતીફ બટને પકડવામાં મદદ મળશે. મોહમ્મદ લતીફ બટ સિવાય સુરક્ષા એજન્સીઓની વોન્ટેડ આતંકીઓની યાદીમાં અન્ય 3 નામ પણ છે. જેમાં પહેલું નામ મોહમ્મદ લતીફ બટ નું છે, ત્યારબાદ બિલાલ અહમદ મીર, મોહમ્મદ ઉમર મીર અને આબિદ ક્યૂમ લોન એમ 4 આતંકીઓના નામ સામેલ છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES