રિપબ્લિકન પાર્ટીના પ્રતિનિધિ થોમસ મૈસીએ હેગસેથ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમનો આક્ષેપ હતો કે અમેરિકી રક્ષા મંત્રી એ કોંગ્રેસની મંજૂરી વિના ઈરાન અને યમન વિરુધ્ધ સૈન્ય હુમલાને અધિકૃત કરી સંવિધાન અને વોર પાવર્સ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. આ પ્રસ્તાવમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવાના અભિયાનમાં પણ હેગસેથની શંકાસ્પદ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રતિનિધિ સભામાં મહાભિયોગના પ્રસ્તાવને રિપબ્લિકનના નેતૃત્વવાળી હાઉસ જ્યૂડિશિયરી કમિટી પાસે મોકવા મામલે મતદાન થયું હતું. જેમાં કમિટિ પાસે પ્રસ્તાવ મોકલવાના પક્ષમાં 211 મત થતા બહુમતી મળી. હવે આ મામલે કમિટી પાસે જશે જેના કારણે હેગસેથ પર મહાભિયોગ ચલાવવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો. જો કે થોમસ મેસીએ પહેલા જ કહ્યું હતું કે આ મામલે સમિતિ પાસે જશે તો મહાભિયોગનો મામલો ખતમ થઈ જશે.
211-204 ના મતદાન સાથે જે નિર્ણય લેવાયો તેના પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ તેમની પ્રતિક્રિયા આ મામલે આપી છે. તેમણે કહ્યું કે ડેમોક્રેટ્સની મહાભિયોગ ચલાવવાનો પ્રયત્ન ખરાબ રીતે નિષ્ફળ થયો છે. ટ્રંપએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે રક્ષા મંત્રી પીટ હેગસેથ પર મહાભિયોગ ચલાવવવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે. તેમણે થોમસ મેસીને લુઝર કહ્યા અને લખ્યું કે એક રિપબ્લિકન સિવાય બધા જ પીટના પક્ષમાં હતા. ટ્રંપએ હેગસેથને મહાન અમેરિકી દેશભક્ત કહ્યા.