• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /જેમના શબ્દોથી દેશમાં રાજકીય ભૂકંપ આવી ગયો..કોણ છે તે સુખબીર સંધુ અને વિવેક જોશી? ખાસ જાણો

જેમના શબ્દોથી દેશમાં રાજકીય ભૂકંપ આવી ગયો..કોણ છે તે સુખબીર સંધુ અને વિવેક જોશી? ખાસ જાણો

એક મીડિયા રિપોર્ટમાં ચૂંટણી પંચના બે કમિશનરોને ટાંકીને જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણયો પર તેમણે અનેકવાર આપત્તિ જતાવી પરંતુ તે ધ્યાનમાં લેવાઈ નહીં. ત્યારબાદ હવે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. જ્ઞાનેશકુમાર સામે મોરચો ખોલનારા આ બે ચૂંટણી કમિશનરો વિશે પણ ખાસ જાણો.

Written ByViral Raval
Published: Sep 26, 2026, 09:51 AM IST|Updated: Sep 26, 2026, 09:54 AM IST
joinshare
જેમના શબ્દોથી દેશમાં રાજકીય ભૂકંપ આવી ગયો..કોણ છે તે સુખબીર સંધુ અને વિવેક જોશી? ખાસ જાણો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

હાલ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિપક્ષના નિશાના પર છે અને તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન  થઈ રહ્યા છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં દર્શાવાયું કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ જ્ઞાનેશકુમારના નેતૃત્વવાળા ચૂંટણી પંચના નિર્ણયો પર છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વાર સત્તાવાર રીતે આપત્તિ નોંધાવી હતી. જે નવા મતદારોના રજિસ્ટ્રેશન, મતદાર યાદીમાંથી નામ હટાવવા અને બહાલ કરવા, ચૂંટણી મામલાઓમાં અપીલ તથા મતદાર યાદીના ડિજિટલ સિસ્ટમ સાથે જોડાણના નિર્ણયો પર હતી.

આ રિપોર્ટ મુજબ બંનેએ ઘણીવાર એવું જણાવ્યું કે નિર્ણયો કે આદેશ તેમની જાણકારી કે મંજૂરી વગર બહાર પાડવામાં આવ્યા હતા. આ રિપોર્ટ બાદ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી કરી છે. બીજી બાજુ ચૂંટણી પંચનું કહેવું છે કે આવા અલગ અલગ વિચાર, ટિપ્પણીઓ અને સૂચનો સંસ્થાગત નિર્ણય લેવાની સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. આ રિપોર્ટ બાદ બંને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી પણ ખુબ ચર્ચામાં છે. ત્યારે લોકોના મનમાં પણ તેમના વિશે જાણવાની જીજ્ઞાસા ઉઠી છે. તમને જણાવી દઈએ કે તેઓ વરિષ્ઠ આઈએએસ અધિકારી છે અને બહોળો અનુભવ પણ ધરાવે છે.

સુખબીર સિંહ સંધુ વિશે જાણો

  • ચૂંટણી પંચ અને જ્ઞાનેશકુમાર વિવાદથી ચર્ચામાં આવેલા સુખબીર સિંહ સંધુ ઉત્તરાખંડ કેડરના 1988 બેચના આઈએએસ અધિકારી છે. 
  • તેઓ લોકસભા ચૂંટણીની બરાબર પહેલા માર્ચ 2024થી ભારતના બે ચૂંટણી કમિશનરોમાંથી એક તરીકે કાર્યરત છે. 
  • આ પહેલા તેમણે 5 ફેબ્રુઆરી 2024થી 14 માર્ચ 2024 સુધી ભારતના લોકપાલ સચિવ તરીકે પણ કામ કર્યું છે. 
  • જુલાઈ 2021થી જાન્યુઆરી 2024 સુધી ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવ રહ્યા. 
  • સંધુ એનએચએઆઈ સાથે પણ જોડાયેલા હતા અને બે વર્ષ સુધી તેના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 
  • ભારત સરકારમાં ઉચ્ચ શિક્ષણ વિભાગાં એડિશનલ સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 
  • ઉત્તરાખંડ સરકાર ઉપરાંત સંધુ યુપી, પંજાબ વગેરે સરકારમાં પણ અનેક વિભાગોમાં કામ કરી ચૂક્યા છે. 
  • તેમની પાસે શહેરી વિકાસ, વિદ્યુત, ઉદ્યોગ, નાણા, સહિતના વિભાગોનો કાર્યભાર હતો. 
  • પોતાની કરિયરમાં સંધુ હરદ્વાર, ગૌતમબુદ્ધ નગર (નોઈડા) અને ઉદ્યમસિંહ નગરના ડીએમ પણ રહી ચૂક્યા છે. 
  • તેમણે અમૃતસરના સરકારી મેડિકલ કોલેજથી MBBS અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટીથી ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

કોણ છે વિવેક જોશી

  • ચૂંટણી પંચના નિર્ણયો પર સતત અસહમતિ વ્યક્ત કરનારા અન્ય ચૂંટણી કમિશનર વિવેક જોશી હરિયાણા કેડેરના 1989 બેચના આઈએએસ અધિકારી છે. 
  • તેમને 19 ફેબ્રુઆરી 2025ના રોજ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરાયા હતા. 
  • આ અગાઉ એક નવેમ્બર 2024થી 18 ફેબ્રુઆરી 2025 સુધી તેઓ હરિયાણા સરકારમાં મુખ્ય સચિવના પદે રહ્યા હતા. 
  • તે પહેલા કેટલાક મહિનાઓ સુધી તેઓ ભારત સરકારમાં કાર્મિક સચિવ પણ રહી ચૂક્યા છે. 
  • વિવેક જોશીના નાના ભાઈ વિનીત જોશી પણ 1992 બેચના આઈએએસ અધિકારી છે. 
  • વિવેક જોશી કેન્દ્ર સરકારમાં કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DoPT)ના સચિવ, નાણાકીય સેવા વિભાગના સચિવ અને ભારતના રજિસ્ટ્રાર જનરલ તથા વસ્તીગણતરી કમિશનર જેવા મહત્વના પદો પર રહી ચૂક્યા છે.

જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી
બીજી બાજુ આ ખુલાસાઓ બાદ હવે વિપક્ષની સાથે સાથે કોકરોચ જનતા પાર્ટી પણ જ્ઞાનેશકુમારના રાજીનામા પર અડી ગઈ છે. સીજેપીએ કહ્યું કે જો શનિવારે સીઈસી જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે તો 2 ઓક્ટોબરથી દેશવ્યાપી પ્રદર્શન શરૂ કરાશે. અત્રે જણાવવાનું કે સીજેપીએ સીઈસી જ્ઞાનેશકુમારને 48 કલાકનું અલ્ટીમેટમ આપેલું છે. જો કે ત્યારબાદ પ્લાનમાં ફેરફાર કરીને ગાંધી જયંતી 2 ઓક્ટોબરથી દેશવ્યાપી આંદોલન ચલાવવાનું જાહેર કર્યું હતું. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News