SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

આશુતોષ રાંકા અને સૌરવ દાસે હજુ પણ 2 દિવસ રહેવું પડશે જેલમાં, જાણો શાં માટે?

કોકરોચ જનતા પાર્ટીના બે નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની જ્યાં એક બાજુ સીજેપીના કાર્યકરો બહાર આવવાની રાહ જોઈને બેઠા હતા ત્યાં વધુ બે દિવસ તેમણે અંદર રહેવાનો વારો આવ્યો છે. કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી બે દિવસ લંબાવી છે. જાણો આવું કેમ થયું?

Written By Viral Raval
Published: Oct 19, 2026, 07:51 PM IST | Updated: Oct 19, 2026, 08:14 PM IST
Join

ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જોવા મળી રહ્યો છે. સરકારે જંતર મંતરને પ્રોટેસ્ટ માટે ડિનોટિફાય કરતા હવે આ જગ્યાએ પ્રદર્શન કરવાની મંજૂરી નહીં મળે અને તેની જગ્યાએ 3 નવી જગ્યાઓ સરકારે જાહેર કરી. પરંતુ સીજેપી જંતર મંતર પર જ પ્રોટેસ્ટ  કરવા માટે મક્કમ રહી  અને ત્યારબાદ આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અજિંક્ય શિંદેએ ત્યાં ગેટ કૂદીને એન્ટ્રી મારીને વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરતા આશુતોષ રાંકા અને સૌરવ દાસને 5 દિવસની જેલની સજા થઈ હતી. આજે તેમનો છૂટકારો થવાનો હતો પરંતુ હજુ બે દિવસ આ જ્યુડિશિયલ કસ્ટડી લંબાઈ.

'ભારત ન તો બાંગ્લાદેશ છે કે ન તો ફ્રાન્સ...': કિરેન રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું- સત્તા પરિવર્તન માત્ર ચૂંટણીથી થશે, સોરોસથી નહીં

2 દિવસ કસ્ટડી લંબાઈ

 કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ હાલ તો જેલમાં જ રહેવું પડશે. તમને જણાવી દઈએ કે તેઓ અત્યારે તિહાડ જેલમાં છે. આજે કસ્ટડીનો સમય પૂરો થતા બંનેને મંદિર માર્ગ પોલીસ મથકમાં નવનિયુક્ત સ્પેશિયલ એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયા હતા. પોલીસે બંનેની કસ્ટડી વધારવા માટે માંગણી કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે પોતાનો ચુકાદો આપતા રાંકા અને સૌરવ દાસની જ્યુડિશિયલ કસ્ટડી વધુ બે દિવસ વધારતા હવે તેમણે હજુ બે દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડશે. બંને સીજેપી નેતા 14 ઓક્ટોબરથી જેલમાં બંધ છે.

કસ્ટડી લંબાતા સીજેપીના વકીલો ભડક્યા

સૌરવ દાસ અને આશુતોષ રાંકાના વકીલ પુષ્પ શર્માએ કહ્યું કે, તથ્ય બિલકુલ સાફ છે. અમે કાનૂનના દાયરામાં રહીને વાત કરતા હતા. તેમણે (રાંકા અને દાસે) કહ્યું કે કોઈ કોલ કર્યો અને કોઈ નિવેદન આપ્યું. અમે તેમને તે ખાસ કોલ દેખાડવા કહ્યું પરંતુ તેના અંગે તેમની પાસે કોઈ જવાબ નહતો. તેમણે બસ એટલું જ રહ્યું કે બધુ પબ્લિક ડોમીનમાં છે. અમ તેમને એ કાનૂની જોગવાઈ દેખાડવાનું કહ્યું જે હેઠળ આ બધુ થઈ રહ્યું છે. તેના વિશે પણ તેમની પાસે કોઈ જવાબ નહતો. તેઓ વારંવાર કહેતા રહ્યા કે ધમકીઓ મળી રહી છે. અમે તે ધમકીઓ દેખાડવાનું કહ્યું. આમ છતાં કોઈ જવાબ ન મળ્યો. 
 

 તેમણે કહ્યું કે, ત્યારબાદ અમને જણાવ્યું કે SIMને આદેશ આપતા અડધો કલાક લાગશે પરંતુ તેમણે 3 કલાક લગાડ્યા. જેમાંથી 2 કલાક તેમણે ફોન પર કોઈની સાથે વાત કરવામાં કાઢ્યા. આ દરમિયાન તેમણે આદેશ લખ્યો, તેનો ફોટો પાડ્યો અને ક્યાંક મોકલી દીધો. પછી જામીનદારોને અંદર બોલાવ્યા અને તેમને વિચિત્ર સવાલ પૂછ્યા. SEM પોલીસનો માણસ છે. જામીનદારોને ધમકાવી રહ્યા હતા. છેલ્લે કહેવાયું કે જામીનદારોની તસવીરો મેળ ખાતી નથી. આ આદેશને પડકારવામાં આવશે અને મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવશે. 

 નેહા બોરા ગઈ હાઈકોર્ટમાં

બીજી બાજુ AISAની અધ્યક્ષ નેહા બોરા આજે દિલ્હી હાઈકોર્ટમાં ગઈ. વાત જાણે એમ છે કે દિલ્હી પોલીસે તેને શાંતિ જાળવી રાખવા માટે સ્પેશિયલ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ (SEM) સામે પીસ બોન્ડ ભરવા કહ્યું. બોરા સતત પ્રદર્શનોમાં સામેલ રહી છે. બોરા આ પીસ બોન્ડના વિરોધમાં દિલ્હી હાઈકોર્ટમાં ગઈ છે.

Abhijeet Dipke: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ થયું તેનું કારણ સરકાર અને પોલીસ ! અભિજીત દીપકે એ ટાઈગર શ્રોફ મામલે કરી પોસ્ટ

રાંકા-સૌરવ જેલમાં, દીપકેને 24 કલાકમાં જામીન

એક બાજુ જ્યાં આશુતોષ રાંકા અને સૌરવ દાસ હજુ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્યાં સીજેપીના ફાઉન્ડર અભિજીત દીપકેને 50 હજાર રૂપિયાના બેલ બોન્ડ પર તરત જામીન મળ્યા હતા. વાત જાણે એમ હતી કે 16 ઓક્ટોબરના રોજ કર્નોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં લહેરા દો તિરંગા રેલી યોજવા બદલ પહેલા દીપકેની અટકાયત થઈ અને પછી ત્યારબાદ ધરપકડ થતા 17 ઓક્ટોબરે જામીન પર છૂટકારો થયો હતો. 
 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES