Himanshu Bhau: ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અમેરિકામાં ઝડપાયો, FBI એ હિમાંશુ ભાઉની ધરપકડ કરી
Himanshu Bhau: ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉ જેના વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયત્ન, છેતરપિંડી સહિતના કેસ નોંધાયેલા છે તેની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. 2023 માં તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.
Himanshu Bhau: દિલ્હી પોલીસ અને એઆઈએની હિટલિસ્ટમાં સામેલ ગેંગસ્ટર હિમાંશુ ભાઉ ઝડપાઈ ચુક્યો છે. ઝડપાઈની ધરપકડ અમેરિકામાં એફબીઆઈ એ કરી લીધી છે. ઝડપાઈ ભારતનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ છે. ઝડપાઈ વસુલી, હત્યા, હત્યાનો પ્રયાસ સહિતના 18 ગંભીર ગુનામાં વોન્ટેડ હતો.
હિમાંશુ ભાઉ એ જ ગેંગસ્ટર છે જેણે યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર બહાર થયેલા ફાયરિંગની જવાબદારી લીધી હતી. તેના વિરુદ્ધ 2023 થી રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.
કોણ છે હિમાંશુ ભાઉ ?
હિમાંશુ ભાઉનું સાચું નામ હિમાંશુ રિતોલિયા છે. હિમાંશુ ભાઉ હરિયાણાના રોહતક જિલ્લાના રિતોલી ગામનો રહેવાસી છે. 2002 માં જન્મેલો હિમાંશુ ભાઉ અમેરિકામાં રહીને હરિયાણામાં ક્રાઈમ નેટવર્ક ચલાવતો હતો. ભારતમાં તેના સાથી મારફતે તે ક્રાઈમ કરાવતો હતો. હિમાંશુ ભાઉની 2020 માં ધરપકડ પણ કરવામાં આવી હતી જ્યાંથી તે અન્ય કેદીઓ સાથે ભાગી નીકળ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર હિમાંશુ ભાઉ નીરજ બનાવા ગેંગ સાથે જોડાયેલો છે અને લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડનો કટ્ટર દુશ્મન છે.
ભારતમાં નોંધાયેલા ગુના
હિમાંશુ ભાઉ ભારતમાં હાઈ પ્રોફાઈલ કેસમાં સંડોવાયેલો અપરાધિ છે. તેના વિરુદ્ધ ગંભીર ગુના નોંધાયેલા છે. જેમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગ, હરિયાણામાં હત્યા, ફાયરિંગ, દિલ્હીમાં બર્ગર કિંગ આઉટલેટમાં હત્યા, વેપારીઓને ડરાવી ધમકાવી વસુલી કરવી જેવા ગુનાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Saudi Arabia:સાઉદી અરબના વધુ એક એરપોર્ટ પર ડ્રોન એટેક, 1 નું મોત, 8 લોકો ઘાયલ
24 કલાકમાં 3 હત્યા
હિમાંશુ ભાઉ પોલીસની નજરમાં 2022 માં આવ્યો હતો. આ એ સમય હતો જ્યારે હરિયાણામાં 24 કલાકની અંદર એક પછી એક 3 હત્યાને અંજામ આપવામાં આવ્યો. પોલીસ તપાસમાં આ હત્યાઓમાં હિમાંશુ ભાઉની સંડોવણી સામે આવી હતી. ઓગસ્ટ 2023 માં હિમાંશુ ભાઉને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો અને ઈંટરપોલ એ તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
ભારતનો મોસ્ટ વોન્ટેડ હિમાંશુ ભાઉ હવે ઝડપાઈ ચુક્યો છે. હાલ તેની ધરપકડ અમેરિકામાં થઈ છે. હવે ભારતીય એજન્સીઓ તેને ભારત લાવવાની પ્રક્રિયા શરુ કરી શકે છે.