• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /2-8 ઓક્ટોબર સુધી દરેક જિલ્લામાં પ્રદર્શન, ચૂંટણી પંચ સુધી માર્ચ, CEC વિરુદ્ધ વિપક્ષનું હલ્લાબોલ

2-8 ઓક્ટોબર સુધી દરેક જિલ્લામાં પ્રદર્શન, ચૂંટણી પંચ સુધી માર્ચ, CEC વિરુદ્ધ વિપક્ષનું હલ્લાબોલ

ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અમે બધા મળીને લડીશું, એક નવેમ્બરે વિપક્ષની મોટી રેલી યોજાશે.

Written ByGokani Dhaval
Published: Sep 30, 2026, 03:32 PM IST|Updated: Sep 30, 2026, 03:36 PM IST
joinshare
2-8 ઓક્ટોબર સુધી દરેક જિલ્લામાં પ્રદર્શન, ચૂંટણી પંચ સુધી માર્ચ, CEC વિરુદ્ધ વિપક્ષનું હલ્લાબોલ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઈન્ડિયા ગઠબંધનની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ બેઠક 3 કલાક ચાલી જેમાં 20 પાર્ટીઓ સામેલ થઈ હતી. બેઠકમાં ઘણા નેતાઓ વર્ચુઅલી જોડાયા હતા. આ બેઠક બાદ ખડગેએ કહ્યુ કે, ઘણા નેતાઓએ પોતાના વિચાર રાખ્યા. ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેને ઓનલાઈન માધ્યમથી પોતાની વાત રાખી. ખડગેએ કહ્યુ કે મને ખુશી છે કે બધાએ CEC વિરુદ્ધ મળી અને મજબૂતી સાથે લડાઈ લડવાની વાત કહી છે. ઘણા સૂચન રાહુલ ગાંધી અને મમતા બેનર્જીએ પણ આપ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે ચૂંટણી પંચ કઠપુતળીની જેમ કામ કરી રહ્યું છે. તે સરકારના ઈશારા પર કામ કરે છે. ખડગેએ કહ્યુ કે સરકાર જ વોટ ચોરી કરાવી રહી છે. અમે બધા મજબૂતીથી લડવા એક છીએ. બે-ત્રણ લોકોને મોહરો બનાવી, તે લોકો મતની ચોરી કરાવી રહ્યાં છે અને ચૂંટણી જીતી રહ્યાં છે. જ્યાં પણ અમારા નેતા ન્યાયપૂર્ણ લડાઈ લોકતંત્ર માટે લડી રહ્યાં છે, યુવાઓ માટે લડાઈ લડી રહ્યાં છે, તેને પણ હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખડગેએ કહ્યુ કે વિપક્ષની પાંચ મોટી રેલીઓ થશે, રાષ્ટ્રપતિની સામે અમારી વાત રાખીશું.

 

#WATCH | Delhi | After INDIA alliance meeting, CPI M MP John Brittas says, "On 6th October, all INDIA alliance MPs will be marching from the Parliament to the Election Commission. We also have decided to move the Supreme Court jointly on the pending petitions. Our leaders will… pic.twitter.com/siTvPnapsM

— ANI (@ANI) September 30, 2026

2-8 ઓક્ટોબર સુધી દરેક જિલ્લામાં લોકશાહી બચાવો માર્ચ
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે 2-8 ઓક્ટોબર દરેક જિલ્લામાં લોકશાહી બચાવો માર્ચ થશે. જિલ્લા મેજિસ્ટ્રેટની સામે જઈ પ્રદર્શન કરવામાં આવશે અને જનતાને માહિતી આપવામાં આવશે કે અમે કેમ આવું કરી રહ્યાં છીએ. 6 ઓક્ટોબરે બધા વિપક્ષા સાંસદો માર્ચ ટૂ ઈલેક્શન કમીશન કરશે. અમે આજે પણ માર્ચ કરવાના હતા, પરંતુ અમે બધા સાંસદોને આમંત્રિત કરી માર્ચ કાઢવા માટે 6 તારીખ રાખી છે.

રાષ્ટ્રપતિને મળી પોતાની વાત રાખીશું- ખડગે
ખડગેએ કહ્યુ કે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં મળવાનો સમય માગીશું. અમારી જે સમસ્યાઓ છે અને બંધારણીય અડચણો જે સરકાર પેદા કરી રહી છે, જે રીતે લોકોને પરેશાન અને તબાહ કરી પોતાનો મત બનાવી ખોટી સરકાર ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેને લઈ અમે રાષ્ટ્રપતિને સ્થિતિ સમજાવવા ઈચ્છીએ છીએ. ત્યારબાદ અમારી મોટી રેલી થશે, તેની તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવશે. આ રેલી ઓક્ટોબર-નવેમ્બરમાં થશે. નવેમ્બર 1થી દિલ્હીમાં એક મોટી રેલી થશે.

#WATCH | Delhi | After the INDIA alliance meeting, Rajya Sabha MP Kapil Sibal says, "Who offers resignation here? But they will have to resign." pic.twitter.com/LRayjsHCGs

— ANI (@ANI) September 30, 2026

જ્ઞાનેશ કુમારે તત્કાલ રાજીનામું આપી દેવું જોઈએઃ મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું- અમારૂ ઈન્ડિયા ગઠબંધન એક છે. આજે જે મોટું કૌભાંડ છે... જે વોટ ચોરીની વાત રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે બિહારમાં ઉઠાવી હતી, જે મત ચોરી કરી ભાજપ 2026મા જીત્યું, મધ્ય પ્રદેશ, હરિયાણા, બિહારમાં જીત્યા, બંગાળમાં લૂંટ ચલાવી. મમતાએ કહ્યું કે અમે અમારી ફરિયાદ લાવી અહીં આવ્યા હતા, અમે ચૂંટણી પંચ પાસે પણ ગયા, સુપ્રીમ કોર્ટમાં પણ ગયા, તમામ દરવાજા ખખડાવવામાં આવ્યા, પણ કંઈ ન થયું.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News