• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /દિવાળી પહેલા સારા સમાચાર, ટ્રેનમાં ખાલી સીટ વિશે સીધો મોબાઈલ પર આવશે મેસેજ! વિગતો ખાસ જાણો

દિવાળી પહેલા સારા સમાચાર, ટ્રેનમાં ખાલી સીટ વિશે સીધો મોબાઈલ પર આવશે મેસેજ! વિગતો ખાસ જાણો

તહેવારો આવે એટલે બીજે ઠેકાણે રહેતા લોકો પોતાના માદરે વતન જવા માટે ઉતાવળા થતા હોય છે. આ માટે ભારતીય રેલવે સૌથી મોટો સહારો હોય છે. પરંતુ સમસ્યા એ હોય છે કે ટ્રેનની ટિકિટો વિશે જદ્દોજહેમત રહે છે. જો તમે પણ આ રીતે તહેવારોમાં ઘરે જતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. કારણ કે હવે તહેવારો પર સ્પેશિયલ ટ્રેનોમાં ખાલી સીટોની જાણકારી હવે રેલવે બલ્ક મેસેજ મોકલીને આપી દેશે. આ માટે રેલવે એ યુપી બિહારના લોકોનો ડેટા પણ મેળવી લીધો છે.

Written ByViral Raval
Published: Sep 28, 2026, 12:13 PM IST|Updated: Sep 28, 2026, 12:16 PM IST
joinshare
દિવાળી પહેલા સારા સમાચાર, ટ્રેનમાં ખાલી સીટ વિશે સીધો મોબાઈલ પર આવશે મેસેજ! વિગતો ખાસ જાણો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

તહેવારોમાં બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો બીજા રાજ્યોમાંથી પોતાના ઘરે પાછા ફરતા હોય છે. ત્યારે હવે ભારતીય રેલવેએ મોટી તેમને ટિકિટોને લઈને મોટી સુવિધા આપવાની તૈયારી કરી છે.  રેલવે મુસાફરોને તેમના ફોન પર એવી વિશેષ ગાડીઓની જાણકારી મોકલશે જેમા સીટો ઉપલબ્ધ હોય. આ માટે રેલવેએ છેલ્લા એક વર્ષ દરમિયાન બિહાર અને યુપી મુસાફરી કરતા મુસાફરોનો મોબાઈલ ડેટા મેળવ્યો છે. બલ્ક મેસેજના માધ્યમથી તેમને આવી વિશેષ ટ્રેનો વિશે જાણકારી ઉપલબ્ધ કરવામાં આવશે જેથી કરીને તેઓ તહેવારો માટે ટિકિટ બુક કરાવી શકે.

ટ્રેનો અત્યારથી જ ફૂલ
વાત જાણે એમ છે કે હવે  બહુ જલદી દિવાળી આવશે અને ઉત્તર ભારતમાં ફેમસ એવી છઠ્ઠ પૂજા પણ આવશે. ત્યારે અત્યારથી જ દિવાળી અને તે સમયની યુપી  બિહારની ટ્રેનોમાં ટિકિટો ફૂલ થઈ ગઈ છે એટલે કે મુસાફરો માટે હવે સામાન્ય ટ્રેનોમાં ટિક્ટો ઉપલબ્ધ નથી. વિમાનના ભાડા પણ બમણા થઈ ચૂક્યા છે. આવામાં હવે તો વિશેષ ટ્રેનો જ એક સહારો બની શકે છે.

છેલ્લા એક વર્ષમાં દેશભરમાંથી 12 હજારથી વધુ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. જેમાંથી 5500થી વધુ ફેરા ઉત્તર રેલવેએ કરાવ્યા હતા. તેના માધ્યમથી એક કરોડથી વધુ વધારાની સીટો તહેવારો સમયે મુસાફરોને મળી શકી હતી. હવે રેલવે મુસાફરોને એવી ટ્રેનો વિશે માહિતી ઉપલબ્ધ કરાવશે જેમાં સીટો ખાલી છે. જેથી કરીને તેઓ તે ગાડીઓમાં બુકિંગ કરાવી શકે.

ઉત્તર રેલવેના મુખ્ય પ્રવક્તા હિમાંશુ શેખરે  કહ્યું કે રેલવે તહેવારો ટાણે મુસાફરોની સુવિધા માટે તેમને મોબાઈલથી વિશેષ ટ્રેનો વિશે માહિતી ઉપલબ્ધ કરાવશે. આ માટે છેલ્લા કેટલાક સમયમાં બિહાર અને યુપી જતા લોકોની જાણકારી ભેગી કરાઈ છે.

વધુ ટ્રેનો દોડાવશે
ઉત્તર રેલવે દ્વારા આ વર્ષે અત્યાર સુધીમાં વિશેષ ટ્રેનોના માધ્યમથી લગભગ 1000 ફેરા લગાવવાની જાહેરાત થઈ ચૂકી છે. જે આગામી ઓક્ટોબરના મધ્યથી લઈને નવેમ્બર માસના અંત સુધીમાં ચાલશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની યોજના  છે. જેથી કરીને વધુમાં વધુ મુસાફરોને તેનો લાભ મળી શકે.

માટે જો તમે પણ ઉત્તર પ્રદેશ કે બિહારના હોવ અને દિવાળી કે છઠ્ઠ પૂજા સમયે ઘરે જવા માટે ઉતાવળા થતા હોવ પરંતુ ટિકિટો બુક ન થતી હોય તો  ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને પણ આ લાભ મળી શકે છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News