• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ગાંધીજીનો સરદાર પટેલને એક ઈશારો અને બની ગયા જવાહરલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ! બન્યા દેશના પ્રથમ PM

ગાંધીજીનો સરદાર પટેલને એક ઈશારો અને બની ગયા જવાહરલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ! બન્યા દેશના પ્રથમ PM

Gandhi Jayanti: આજે દેશના રાષ્ટ્રપિતા મહત્મા ગાંધીની 157મી જન્મજયંતી છે. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીનું જીવન એટલું તે પારદર્શક હતું કે તેઓ કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશ. આજે માત્ર દેશ જ નહીં પરંતુ આખી દુનિયામાં ગાંધીજીના આદર્શોને પ્રાસંગિક ગણીને તેને અમલમાં મૂકવામાં આવે છે. આજે અમે તમને એ કિસ્સા વિશે જણાવીશું જે દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ વિશે છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનવા પાછળનો રસપ્રદ કિસ્સો.

Written ByViral Raval
Published: Oct 02, 2026, 03:59 PM IST|Updated: Oct 02, 2026, 04:02 PM IST
joinshare
ગાંધીજીનો સરદાર પટેલને એક ઈશારો અને બની ગયા જવાહરલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ! બન્યા દેશના પ્રથમ PM
Image Credit: ફાઈલ તસવીર

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
686 ગણું સબ્સ્ક્રિપ્શન, 70 રૂપિયા GMP, લિસ્ટિંગ પર રોકાણકારોને માલામાલ કરશે આ IPO!

686 ગણું સબ્સ્ક્રિપ્શન, 70 રૂપિયા GMP, લિસ્ટિંગ પર રોકાણકારોને માલામાલ કરશે આ IPO!

2

Mahalakshmi Rajyog: 4 ઓક્ટોબરે બનશે મહાલક્ષ્મી રાજયોગ, 4 રાશિઓ થશે માલામાલ

3

ફિલ્મોની 'રાણી' બનવાનું સપનું પણ લ્યારી આવીને બની 'કોકેઈન ક્વીન'? રહેમાન ડકૈત જેવો ખૌફ, જેલમાંથી ચલાવે છે સામ્રાજ્ય

4

ગાંધીજીનો સરદાર પટેલને એક ઈશારો અને બની ગયા જવાહરલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ! બન્યા દેશના પ્રથમ PM

5

ગાંધીનગર મનપા ચૂંટણી: 21 વર્ષના 'Gen Z' થી લઈ 71 વર્ષના બુઝુર્ગ મેદાનમાં, સસરા માટે બે પુત્રવધૂઓએ પ્રચારની કમાન સંભાળી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારત દેશને 1947માં અંગ્રેજોના શાસનથી આઝાદી મળી. દેશે દાયકાઓ બાદ સ્વતંત્ર હવામાં શ્વાસ લીધા. ત્યારે દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ બન્યા હતા. પરંતુ તેમના પ્રધાનમંત્રી બનવા પાછળ પણ એક કહાની છે. આ કિસ્સો વર્ષ 1946ના સમયનો છે. તે સમયે દેશ આઝાદ થવાની વાતો થતી હતી. આઝાદી મળી નહતી પરંતુ આ છતાં એક વચગાળાની સરકાર બનાવવાની હતી. આ માટે કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી કરવાની હતી. જે કોંગ્રેસ અધ્યક્ષ બને તે વચગાળાની સરકારના વડા એટલે કે પ્રધાનમંત્રી  બને એવું હતું.

કેમ કોંગ્રેસના અધ્યક્ષની કરવાની હતી પસંદગી?
સ્થિતિ એવી હતી કે બીજુ વિશ્વ યુદ્ધ ચાલતું હતું અને ભારત છોડો આંદોલન પણ દેશમાં જોરશોરથી હતું જેના કારણે વર્ષ 1940 થી લઈને 1946 સુધી કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી થઈ નહતી. ત્યારે મૌલાના અબુલ કલામ આઝાદ જ સતત કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યા હતા. આથી એપ્રિલ 1946માં કોંગ્રેસમાં નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા હાથ  ધરાઈ હતી.

કઈ રીતે કરાઈ હતી ચૂંટણી?
એ વખતે કોંગ્રેસ સંગઠન નિયમો મુજબ 15 પ્રાંતીય કોંગ્રેસ સમિતિઓ પાસે કોંગ્રેસના અધ્યક્ષની પસંદગી માટે નામો માંગવામાં આવ્યા હતા અને આ 15 સમિતિઓમાંથી 12 સમિતિઓએ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સૂચવ્યું હતું જ્યારે બાકીની સમિતિઓએ કોઈના નામનો પ્રસ્તાવ આગળ ધર્યો નહતો. એટલે કે કોઈ પણ સમિતિએ  જવાહરલાલ નહેરુનું નામ સૂચવ્યું નહતું. એ રીતે જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના અધ્યક્ષ બનવા જોઈતા હતા અને તેઓ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનવાને આરે હતા. પરંતુ એવું બન્યું નહીં.

આ રીતે નહેરુ બન્યા અધ્યક્ષ અને પછી પ્રધાનમંત્રી
મહાત્મા ગાંધીના પૌત્ર અને પ્રોફેસર રાજમોહન ગાંધીએ પોતાના પુસ્તક Patel: A Life માં આ અંગે ઉલ્લેખ કર્યો હતો. પુસ્તકમાં આચાર્ય જે બી કૃપલાનીની ભૂમિકાનો વિસ્તૃત રીતે ઉલ્લેખ છે. કઈ રીતે ગાંધીજીના સૂચન બાદ તેમણે કોંગ્રેસ કાર્યસમિતિઓના સભ્યોની સહીઓ કરાવીને નહેરુના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો. મહાત્મા ગાંધી વ્યક્તિગત રીતે જવાહરલાલ નહેરુને કમાન સોંપવાની તરફેણમાં હતા.

શું માનતા હતાં ગાંધીજી?

  • ગાંધીજીનું માનવું હતું કે સ્વતંત્ર ભારતને એક એવા ચહેરાની જરૂર હતી જેને આખી દુનિયા જાણતી હોય. કડકડાટ અંગ્રેજી બોલવાની સાથે સાથે વૈશ્વિક સ્તરે મજબૂત છબી પણ ધરાવતા હોય. ગાંધીજી જાણતા હતા કે નહેરુ કોઈ અન્ય નેતા જેમ કે સરદાર પટેલના અન્ડરમાં કામ કરવા માટે રાજી નહીં થાય. નહેરુને જો નેતૃત્વ ન મળત તો પાર્ટીમાં ભાગલા પડી શકે  તેમ હતા. 
  • ભારતના ભાગલા પડ્યા ત્યારે તે સંવેદનશીલ સમયે આવી કોઈપણ સ્થિતિ ઊભી થાય તેવું ગાંધીજી નહતા ઈચ્છતા. 
  • તેઓ જાણતા હતા કે સરદાર પટેલ ખુબ જ અનુશાસિત અને દેશહિતમાં મહત્વકાંક્ષાનો ત્યાગ કરી શકે છે. 
  • સરદાર પટેલના પુત્રી મણિબેન પટેલની ડાયરીના ગુજરાતી અંશોમાં કઈ રીતે બાપુએ સરદાર પટેલને પોતાની ઉમેદવારી પાછી લેવાનો સંકેત આપ્યો અને પટેલે તરત  હામી પણ ભરી દીધી તે વાતનો ઉલ્લેખ પણ છે.

એક ઈશારો અને નહેરુ બન્યા પીએમ!
સમિતિઓના પરિણામોમાં તો સરદાર પટેલને બહુમત મળી ગયું પરંતુ ત્યારબાદ બાપુએ CWCની એક બેઠક બોલાવી અને નહેરુને કહ્યું કે પ્રાંતીય સમિતિઓએ તમારા નામની જગ્યાએ પટેલનું નામ સૂચવ્યું છે. તો તમારે શું કહેવું છે? નહેરુ  ત્યારે કશું બોલ્યા નહીં. પરંતુ તેમનું મૌન એ દર્શાવતું હતું કે તેઓ નંબર બે બનવા તૈયાર ન હતા. નહેરુની ચૂપ્પી અને જીદ જોતા ગાંધીજીએ સરદાર પટેલ સામે જોયું અને ફક્ત ઈશારામાં જાણે ઉમેદવારી પાછી ખેંચવાનો સંકેત આપી દીધો. સરદાર પટેલને ગાંધીજી પર પૂરેપૂરો ભરોસો હતો. તેમણે જરાય વિલંબ કર્યા વગર ખિસ્સામાંથી કાગળ કાઢીને કોંગ્રેસ અધ્યક્ષ પદની ઉમેદવારી છોડી અને કાગળ ગાંધીજીને સોંપ્યો. ત્યારબાદ આચાર્ય જેબી કૃપલાણીએ નહેરુના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો. બધાએ હસ્તાક્ષર કર્યા અને નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યારબાદ દેશના પ્રધાનમંત્રી પણ બન્યા. 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News