IPO News: વંસ ઈલેક્ટ્રોઈંજીનિયરિંગ આઈપીઓ(Vans Electroengineerings IPO) ગ્રે માર્કેટમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. હવે આઈપીઓના લિસ્ટિંગ પર રોકાણકારોની નજર છે. ત્રણ દિવસમાં ઓપનિંગ દરમિયાન IPOને 628 ગણું સબ્સક્રિબ્સન મળ્યું છે, રિટેલ કેટેગરીમાં આઈપીઓને સૌથી વધારે 686 ગણું સબ્સક્રિપ્સન મળ્યું છે. જ્યારે QIBમાં IPOને 281 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. NIIની વાત કરવામાં આવે તો આઈપીઓને 1031 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. આ IPO 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ખુલ્લો હતો, હવે શેરનું એલોટમેન્ટ 5 ઓક્ટોબર અને લિસ્ટિંગ 7 ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવ્યું છે. કંપનીનું લિસ્ટિંગ BSE SME પર થશે.
એંકર રોકાણકારો પાસેથી IPO દ્વારા 9.49 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એન્કર રોકાણકારો માટે IPO 28 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો.
118 રૂપિયા પ્રાઈસ બેંડ
આ IPOની પ્રાઈસ બેંડ કંપનીએ 118 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીએ 1200 શેરનો એક લોટ બનાવ્યો છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 2400 શેર માટે રોકાણ કરવું પડશે. જેના માટે ઓછામાં ઓછું રોકાણ 283200 રૂપિયા કરવું પડે છે.
કંપનીનું IPOની સાઈજ 33.98 કરોડ રૂપિયા છે. આઈપીઓ દ્વારા 28.80 લાખ ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે, તમને જણાવી દઈએ કે આ IPO સંપૂર્ણ રીતે ફ્રેશ શેર પર લાવવામાં આવ્યો છે. હાલની રોકાણકારો એક પણ શેર વેચી રહ્યા નથી.
કેટલી છે GMP?
ઈનવેસ્ટર્સ ગેનની રિપોર્ટ મુજબ ગ્રે માર્કેટમાં કંપનીના IPO આજે 70 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. હાલની GMP 59 ટકાનો પ્રોફિટ દેખાડી રહ્યો છે. 30 સપ્ટેમ્બરની તુલનામાં જીએમપીમાં 15 રૂપિયાનો ઘટાડો થયો છે. એક સમયે ગ્રે માર્કેટમાં પ્રિમિયમ 90 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. છેલ્લા થોડાક દિવસોમાં ગ્રે માર્કેટમાં ભલે ઘટાડો થયો હોય તો પણ હાલમાં ગ્રે માર્કેટમાં સ્થિતિ ઘણી મજબૂત છે.
IPO દ્વારા મેળવેલા પૈસાનું કંપની શું કરશે ?
કંપની 25 કરોડ રૂપિયાનો ઉપયોગ વર્કિંગ કેપિટલ માટે કરશે. બાકીના પૈસા જનરલ કોરપોરેટમાં કામમાં ઉપયોગ કરવામાં આવશે.
શું કરે છે કંપની?
આ કંપની સિંગલ પોલ અને ડબલ પોલ વેક્યુમ સર્કિટ બ્રેકર્સ બનાવવાનું કામ કરે છે. તેની સાથે વેક્યુંમ ઈંટરષ્ટર્સનું પણ ઉત્પાદન કરે છે. તમને જણાવી દઈએ કે 31 ઓગસ્ટ 2026 સુધીના ડેટા મુજબ કંપની પાસે કુલ 33 કર્મચારીઓ હતા.
Disclaimer: શેર બજારમાં રોકાણ કરવું જોખમી છે, રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લો. ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી.