• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /UCC ઇન ગુજરાત: લગ્ન, છૂટાછેડા અને વારસાઈના નિયમો બદલાયા, જાણો તમારા માટે શું છે ખાસ

UCC ઇન ગુજરાત: લગ્ન, છૂટાછેડા અને વારસાઈના નિયમો બદલાયા, જાણો તમારા માટે શું છે ખાસ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાત સમાન નાગરિક સંહિતા બિલ 2026ને મંજૂરી આપી દીધી છે, ત્યારબાદ ગુજરાત ઉત્તરાખંડ બાદ યુસીસી લાગૂ કરનારુ દેશનું બીજું રાજ્ય બન્યું છે. જાણો આ કાયદાથી શું અસર થશે.

Written ByGokani Dhaval
Published: Oct 02, 2026, 05:01 PM IST|Updated: Oct 02, 2026, 05:05 PM IST
joinshare
UCC ઇન ગુજરાત: લગ્ન, છૂટાછેડા અને વારસાઈના નિયમો બદલાયા, જાણો તમારા માટે શું છે ખાસ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Asiam Games 2026: ભારતીય મહિલા હોકી ટીમે 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ, ફાઈનલમાં ચીનને હરાવ્યું

Asiam Games 2026: ભારતીય મહિલા હોકી ટીમે 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ, ફાઈનલમાં ચીનને હરાવ્યું

2

...તો આજે સ્મિત મચ્છર કે 174 મુસાફરો જીવતા ન હોત, ઈઝરાયેલ ફૂંકી મારવાનું હતું આખું પ્લેન

3

જોરદાર ડિસ્કાઉન્ટ! આ 7 સીટર SUV પર 1.65 લાખ સુધીની બચતનો મોકો, 31 ઓક્ટોબર સુધી છે ઓફર

4

UCC ઇન ગુજરાત: લગ્ન, છૂટાછેડા અને વારસાઈના નિયમો બદલાયા, જાણો તમારા માટે શું છે ખાસ

5

686 ગણું સબ્સ્ક્રિપ્શન, 70 રૂપિયા GMP, લિસ્ટિંગ પર રોકાણકારોને માલામાલ કરશે આ IPO!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગુજરાતમાં હવે વ્યક્તિગત કાયદાના ક્ષેત્રમાં મોટો ફેરફાર થયો છે...રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ગુજરાતનું UCC બિલ કાયદો બન્યું છે અને તેના અમલ સાથે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા મુદ્દાઓ માટે એકસમાન કાનૂની માળખું અમલમાં આવ્યું છે. શું છે UCCની મુખ્ય જોગવાઈઓ અને તેને લઈને શું કહે છે કાયદાના જાણકારો?... જોઈએ આ ખાસ રિપોર્ટમાં

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCCને લઈને લાંબી પ્રક્રિયા બાદ હવે કાયદાકીય અમલનો તબક્કો શરૂ થયો છે. ગુજરાત વિધાનસભામાં માર્ચ 2026માં UCC બિલ પસાર થયું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળતા બિલને કાયદાનું સ્વરૂપ મળ્યું છે.

UCC હેઠળ લગ્ન અને છૂટાછેડા માટે એકસમાન કાનૂની જોગવાઈઓ, લગ્ન અને છૂટાછેડાની નોંધણી તથા વારસાઈ અને મિલકત સંબંધિત નિયમોમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે....લિવ-ઇન રિલેશનશિપને પણ કાયદાના દાયરામાં લાવવામાં આવી છે અને તે સંબંધમાંથી જન્મેલા બાળકોના અધિકારોને કાનૂની સુરક્ષા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થવા પર મુસ્લિમ અગ્રણી અને વકીલ અનવર શેખની પ્રતિક્રિયા: કાયદાનું કર્યું સ્વાગત#UCCGujarat #Gujarat #BreakingNews #News pic.twitter.com/A23b4JEjzA

— Zee 24 Kalak (@Zee24Kalak) October 2, 2026

UCCમાં શું જોગવાઈ?
લગ્ન અને છૂટાછેડા માટે એકસમાન કાનૂની જોગવાઈ
લગ્ન-છૂટાછેડાની નોંધણી, વારસાઈ-મિલકત નિયમોમાં એકરૂપતા
લિવ-ઇન રિલેશનશિપને કાયદાના દાયરામાં લાવવામાં આવી 
જન્મેલા બાળકોના અધિકારોને કાનૂની સુરક્ષા આપવાની જોગવાઈ

વારસાઈના મામલે દીકરા અને દીકરીને સમાન અધિકાર આપવાની જોગવાઈ પણ UCCના મહત્વના મુદ્દાઓમાં છે. જોકે, અનુસૂચિત જનજાતિઓ અને બંધારણીય રીતે સુરક્ષિત કેટલીક પરંપરાઓ માટે કાયદામાં અપવાદ રાખવામાં આવ્યા છે.

UCCની પ્રક્રિયા દરમિયાન રચાયેલી કમિટી સમક્ષ પણ અનવર હુસેન શેખે રજૂઆતો કરી હતી. તેમના મતે અલગ-અલગ વ્યક્તિગત કાયદાઓના કારણે ચાલતી કેટલીક લાંબી કાનૂની પ્રક્રિયાઓમાં એકરૂપતા આવી શકે છે.

ગુજરાતમાં UCC ને લઈને મોટા સમાચાર! રાજ્યના સમાન નાગરિક સંહિતા (UCC) બિલને રાષ્ટ્રપતિની મંજૂરી#GujaratUCC #UCCApproval #UCCAct #Gujarat #viralvideo #viral #viralshort #trending #trendingshorts #trendingvideo #SHORT pic.twitter.com/UEvoweZbfJ

— Zee 24 Kalak (@Zee24Kalak) October 2, 2026

એક તરફ સરકાર UCCને સમાનતા અને કાનૂની એકરૂપતા તરફનું પગલું ગણાવી રહી છે...તો બીજી તરફ તેના અમલ અંગે જનજાગૃતિ અને કાયદાની જોગવાઈઓને સરળ ભાષામાં સમજાવવાની જરૂરિયાત પણ સામે આવી રહી છે.

હવે ગુજરાતમાં સૌથી મોટો સવાલ એ રહેશે કે નવા કાયદાની જોગવાઈઓનો જમીન પર અમલ કેવી રીતે થાય છે...અને સામાન્ય નાગરિકના લગ્નથી લઈને વારસાઈ સુધીના કાયદાકીય જીવનમાં તેનો વાસ્તવિક ફેરફાર કેટલો પડે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News