• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /SIR પર ઉકળતો ચરું! ભારે હંગામા વચ્ચે યાદીમાંથી કમી થયેલા મતદારો માટે ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય

SIR પર ઉકળતો ચરું! ભારે હંગામા વચ્ચે યાદીમાંથી કમી થયેલા મતદારો માટે ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય

એકબાજુ જ્યાં ચૂંટણી પંચ અને જ્ઞાનેશકુમારને લઈને હંગામો ચાલુ છે. દિલ્હીમાં જંતર મંતર પર આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રદર્શન કરવા પહોંચ્યા છે જ્યાં અનેક નેતાઓને અટકમાં પણ લેવાયા છે. જ્યારે મુંબઈમાં પણ સીજેપીનું વિરોધ પ્રદર્શનનું આયોજન છે. આ બધા વચ્ચે ચૂંટણી પંચ તરફથી મતદાર યાદીમાંથી જેમના નામ કમી થઈ ગયા છે તેમના માટે એક મોટા સમાચાર આવ્યા છે.

Written ByViral Raval
Published: Oct 02, 2026, 12:16 PM IST|Updated: Oct 02, 2026, 12:18 PM IST
joinshare
SIR પર ઉકળતો ચરું! ભારે હંગામા વચ્ચે યાદીમાંથી કમી થયેલા મતદારો માટે ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
 પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં મોટો ખેલ: કરોડોના ખર્ચે બની રહેલા નવા મંદિરમાં ગેરરીતિ સામે આવી, સ્તંભો અને પથ્થરો પણ ખંડિત!

પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં મોટો ખેલ: કરોડોના ખર્ચે બની રહેલા નવા મંદિરમાં ગેરરીતિ સામે આવી, સ્તંભો અને પથ્થરો પણ ખંડિત!

2

'હનુમાનજીએ બચાવ્યા...', કેપ્ટન મચ્છરે PM મોદીને ફોન કોલ પર જણાવી અંદરની હકીકત, હુમલા સમયે કેવી રીતે મળી હિંમત

3

SIR પર ઉકળતો ચરું! ભારે હંગામા વચ્ચે યાદીમાંથી કમી થયેલા મતદારો માટે ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય

4

અમદાવાદીઓને મોંઘવારીનો વધુ એક ડામ: હવે એરપોર્ટ પર કોઈને મુકવા કે લેવા જવું પણ મોઘું પડશે, જાણો નવો ડ્રોપ અને પિક-અપ ચાર્જ

5

ભાજપના સાંસદ રાજેશ શુક્લની જીત સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન; જાણો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ કયો મુદ્દો ઉઠાવ્યો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જે રાજ્યોમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા હાથ ધરાઈ ત્યાં ફાઈનલ મતદાર યાદી બહાર પડ્યા બાદ ઢગલો મતદારોના નામ  કમી થઈ ગયા અને ભારે હંગામો પણ જોવા મળ્યો. હવે આ મામલે એક મોટા સમાચાર આવી રહ્યા છે. ચૂંટણી પંચે જ્યાં SIRનું કામ પૂરું થઈ ચૂક્યું છે એવા 20 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી અધિકારીઓને યોગ્ય મતદારો (જેમના નામ ડિલીટ થઈ ગયા હોય) અને યુવા કે પહેલીવાર મત આપી રહ્યા હોય તેવા લોકોને લિસ્ટમાં સામેલ કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવાનો નિર્દેશ આપ્યો છે.

શું કહ્યું ચૂંટણી પંચે

  • ચૂંટણી પંચ દ્વારા 26 સપ્ટેમ્બરના રોજ એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી હતી જેમાં કહેવાયું છે કે બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. 
  • આ દરમિયાન કોઈ પણ વ્યક્તિનું નામ રહી ગયું હોય તો તેને અપડેટ કરાવવી પ્રક્રિયા હેઠળ તમારું નામ મતદાર યાદીમાં સામેલ કરવા માટે સંબંધિત ERO પાસે અરજી કરી શકો છો. 
  • જેમાં પહેલીવાર મત આપી રહેલા યુવાઓ પણ સામેલ છે અને તેઓ પણ અરજી કરી શકે છે. 
  • CEOને આ અંગે મદદ કરવાના નિર્દેશ અપાયા છે. 
  • પ્રેસનોટમાં  કહેવાયું છે કે CEO, DEO અને ERO આ મતદારોને યાદીમાં સામેલ કરવા માટે તરત એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરશે.

અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચે જે મતદારોના નામ SIR થયું તે પહેલાની મતદાર યાદીમાં હતા અને પછી કપાઈ ગયા  તેમની ઓળખ કરવાના નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ BLO આ મતદારોને ઘરે જઈને મળશે અને તેમની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. જો યોગ્ય જણાશે અને નામ છતાં કપાઈ ગયું હશે તો ફોર્મ 6 દ્વારા ફરીથી નામ જોડવાની પ્રક્રિયા હાથ ધરાશે.

ભારે હંગામા બાદ આ નિર્ણય!
અત્રે જણાવવાનું કે ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે  એસઆઈઆર અંગે મુખ્ય ચૂંટણી કમિશનર  જ્ઞાનેશકુમારના કામ કરવાની રીત પર અન્ય ચૂંટણી કમિશનરો સુખબીરસિંહ સંધૂ અને વિવેક જોશીએ વાંધો ઉઠાવ્યો હતો. જો કે ચૂંટણી પંચનું તો એવું કહેવું છે કે ત્રણેય  ચૂંટણી કમિશનરોએ SIR સહિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લીધા છે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ આ નિર્ણય એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે છે જ્યાં એસઆઈઆરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જેનો હેતુ યોગ્ય અને પાત્ર મતદારોને ફરીથી યાદીમાં જોડવાનો છે.

13 કરોડ લોકોના નામ હટ્યા?
અત્રે જણાવવાનું કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યાંથી 13 કરોડ જેટલા મતદારોના નામ હટ્યા હતાં. આ આંકડો જો કે ડ્રાફ્ટ યાદીમાંથી હટાવવામાં આવેલા નામોનો છે. તેનો અર્થ એ નથી કે હટાવવામાં આવેલા તમામ લોકો યોગ્ય મતદારો હતા અને ભૂલથી બહાર થઈ ગયા હતા.  હવે સ્પેશિયલ ડ્રાઈવને કારણે યોગ્ય હોવા છતાં છૂટી ગયેલા મતદારોને ફરીથી મતદાર યાદીમાં સામેલ થવાની તક મળશે. જેમાં ફોર્મ 6નો ઉપયોગ કરીને તેમના નામ અપડેટ થઈ શકશે.

એક મહિનામાં કામ પૂરું કરવાનો ટાર્ગેટ!

  • ચૂંટણી પંચે આ કામ લગભગ એક મહિનામાં પૂરું કરવાનું લક્ષ્ય  મૂક્યું છે. તેમણે દર અઠવાડિયે 20થી 25 મતદારોને કવર કરવાનો પ્રયત્ન કરવો પડશે. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ BLO સૌથી પહેલા મતદાર યાદીની સરખામણી પ્રી-SIR સાથે કરશે. 
  • આ પ્રક્રિયાથી એવા મતદારોની યાદી તૈયાર થશે જેમના નામ પહેલા હતા અને SIR બાદ કપાઈ ગયા હતા. 
  • આ યાદીમાં દરેક મતદારની વર્તમાન સ્થિતિ અંગે પણ નોંધણી કરાશે. 
  • જો કોઈ મતદારનું ફોર્મ 6 ભરવામાં આવ્યું હશે તો તે અંગેની જાણકારી પણ નોંધવામાં આવશે.

મહત્વની બાબતો...

  • મતદારોની ઓળખ કરીને BLO તેમની સ્થિતિની સમીક્ષા કરશે. જો યોગ્ય જણાશે તો  ફોર્મ 6 ભરાવડાવીને તેમને પાત્રતાવાળા મતદારોને ફોર્મ 6 દ્વારા મતદાર યાદીમાં જોડવાની પ્રક્રિયા હાથ ધરાશે. 
  • પ્રત્યેક બીએલઓને દર અઠવાડિયે ઓછામાં ઓછા 20 થી 25 મતદારો સુધી પહોંચવાનો લક્ષ્યાંક અપાયો છે. 
  • લગભગ એક મહિનામાં આ કામ પૂરું કરવાનો લક્ષ્યાંક મૂકાયો છે. 
  • મૃત કે બીજે રહેવા ગયેલા મતદારો કે ગેરહાજર રહેલા મતદારોને પણ ધ્યાનમાં લેવાશે. બીએલઓ એ જોશે કે તેમાંથી કોઈનું નામ ભૂલથી તો કપાઈ નથી ગયું ને. 
  • યુવા મતદારોની ઓળખ કરાશે. યોગ્ય જણાશે તો તેમના માટે ફોર્મ 6 ભરાવવામાં આવશે. 
  • બીએલઓ તરફથી તૈયાર કરાયેલું લિસ્ટ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો એટલે કે BLA સાથે પણ શેર કરાશે. અભિયાન પતે ત્યારબાદબૂથવાર લિસ્ટ પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અપાશે. છૂટેલા મતદારોના નામંકનમાં તેમને મદદ કરવાની તેમને તક મળશે. 
  • ગરીબ, ઝૂપડપટ્ટીઓ, આશ્રયગૃહો, વગેરે જગ્યાએ કેમ્પ લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

 

Add Zee News as a Preferred Source