• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદીઓને મોંઘવારીનો વધુ એક ડામ: હવે એરપોર્ટ પર કોઈને મુકવા કે લેવા જવું પણ મોઘું પડશે, જાણો નવો ડ્રોપ અને પિક-અપ ચાર્જ

અમદાવાદીઓને મોંઘવારીનો વધુ એક ડામ: હવે એરપોર્ટ પર કોઈને મુકવા કે લેવા જવું પણ મોઘું પડશે, જાણો નવો ડ્રોપ અને પિક-અપ ચાર્જ

Ahmedabad Airport Commercial Taxi Pickup Drop Charges: અમદાવાદીઓ પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ ઝીંકાયો છે. અમદાવાદના એરપોર્ટ પર કેબ કે ટેક્સી દ્વારા મુસાફરી કરતા નાગરિકો માટે મુસાફરી વધુ મોંઘી બની ગઈ છે. હવે યલો-પ્લેટ ધરાવતા વાહનો માટે નવો નિયમ લાગુ કરાયો છે, જેમાં ડ્રોપ-ઑફ માટે 50 અને પિક-અપ માટે 200નો ચાર્જ ચૂકવવો પડશે.

Written ByKinjal Patel
Published: Oct 02, 2026, 11:55 AM IST|Updated: Oct 02, 2026, 11:58 AM IST
joinshare
અમદાવાદીઓને મોંઘવારીનો વધુ એક ડામ: હવે એરપોર્ટ પર કોઈને મુકવા કે લેવા જવું પણ મોઘું પડશે, જાણો નવો ડ્રોપ અને પિક-અપ ચાર્જ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'હનુમાનજીએ બચાવ્યા...', કેપ્ટન મચ્છરે PM મોદીને ફોન કોલ પર જણાવી અંદરની હકીકત, હુમલા સમયે કેવી રીતે મળી હિંમત

'હનુમાનજીએ બચાવ્યા...', કેપ્ટન મચ્છરે PM મોદીને ફોન કોલ પર જણાવી અંદરની હકીકત, હુમલા સમયે કેવી રીતે મળી હિંમત

2

SIR પર ઉકળતો ચરું! ભારે હંગામા વચ્ચે યાદીમાંથી કમી થયેલા મતદારો માટે ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય

3

અમદાવાદીઓને મોંઘવારીનો વધુ એક ડામ: હવે એરપોર્ટ પર કોઈને મુકવા કે લેવા જવું પણ મોઘું પડશે, જાણો નવો ડ્રોપ અને પિક-અપ ચાર્જ

4

ભાજપના સાંસદ રાજેશ શુક્લની જીત સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન; જાણો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ કયો મુદ્દો ઉઠાવ્યો

5

Drishyam 3 Review: કેવી છે અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 ? ફિલ્મ જોનારા દર્શકોનું શું કહેવું છે જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad Airport Commercial Taxi Pickup Drop Charges: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને મૂકવા અને લેવાનું હવે મોંઘું બની રહ્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોમર્શિયલ વાહનો માટે 1 ઓક્ટોબરથી નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર વિવિધ સુવિધાઓ વધારવાના નામે આ ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવાયો છે. નવા નિયમ અનુસાર હવે એરપોર્ટ પર પ્રવાસીઓને પીકઅપ અને ડ્રોપ કરવા માટે વધારાની રકમ ચૂકવવી પડશે, જેનો સીધો જ આર્થિક બોજ મુસાફરોના ખિસ્સા પર પડશે.

અરવલ્લીમાં વહેલી સવારે ફરી ગુંજ્યા ગોળીબારના અવાજ: પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ, પોશડોડા ભરેલી ફોર્ચ્યુનર કાર જપ્ત!

અમદાવાદ એરપોર્ટ પર નવા પાર્કિંગ અને પીકઅપ-ડ્રોપઓફનો શું છે ચાર્જ?
અમદાવાદ એરપોર્ટ પર નવા જાહેર કરાયેલા ભાવ મુજબ, આ નિયમ મુખ્યત્વે પીળી નંબર પ્લેટ ધરાવતા તમામ કોમર્શિયલ વાહનોને લાગુ પડશે. ટર્મિનલ-1 ના ડિપાર્ચર ખાતે મુસાફરોને ડ્રોપ કરવા માટે પ્રતિ વિઝિટ રૂ. 50 રૂપિયા ચાર્જ વસૂલાશે. જ્યારે એરાઇવલ પર મુસાફરોને પીકઅપ કરવા માટે પ્રથમ 8 મિનિટ માટે રૂ. 200 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

મુસાફરો પાસેથી આ રકમ અલગથી વસૂલવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા
અમદાવાદ એરપોર્ટ પર આ નવા ભાવના કારણે ટેક્સી અને કેબ સેવા કંપનીઓના ખર્ચમાં લીધો વધારો નોંધાશે, જેની અસર હવે ગ્રાહકોને પડવાની છે. અત્યાર સુધી ગ્રાહક એપમાંથી ટેક્સી કે કેબ બુક કરાવે ત્યારે આ વધારાનો ચાર્જ સમાવવામાં આવ્યો નથી. પરંતુ ડ્રાઇવરો દ્વારા મુસાફરો પાસેથી હવે આ રકમ અલગથી વસૂલવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. મુસાફરો પાસેથી આ રકમ કેવી રીતે અને કોણે વસૂલવી તે અંગે અમદાવાદ એરપોર્ટના સત્તાવાર ટેરિફમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી નથી, જેને કારણે આગામી દિવસોમાં મુસાફરો અને ડ્રાઇવરો વચ્ચે કચવાટ ઊભો થવાની શક્યતા છે.

ભાજપના સાંસદ રાજેશ શુક્લની જીત સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન; જાણો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ કયો મુદ્દો ઉઠાવ્યો

કોમર્શિયલ ટેક્સીઓ માટેના પાર્કિંગ વિસ્તારમાં પણ ફેરફાર
અમદાવાદ એરપોર્ટ પર નવા ચાર્જ લાગુ કરવા માટે એરપોર્ટ પ્રશાસન દ્વારા કોમર્શિયલ ટેક્સીઓ માટે જે અત્યાર સુધી પાર્કિંગ વિસ્તાર હતો, એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ટેક્સીઓ માટે ટર્મિનલ-2 (T2) નજીકના વિસ્તારનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ નવા નિયમ હેઠળ હવે કોમર્શિયલ ટેક્સીઓએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી 'હોટેલ ઉમ્મેદ' નજીકના વિસ્તારનો પાર્કિંગ માટે ઉપયોગ કરવાનો રહેશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News