• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • / પિતા NDAના સમર્થનથી બન્યા RS સાંસદ અને પુત્ર હવે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર..જાણો કોણ છે ધનરાજ નથવાણી?

પિતા NDAના સમર્થનથી બન્યા RS સાંસદ અને પુત્ર હવે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર..જાણો કોણ છે ધનરાજ નથવાણી?

ઉત્તર પ્રદેશમાં ખાલી પડેલી રાજ્યસભાની 10 સીટો માટે ચૂંટણી થવા જઈ રહી છે. સમાજવાદી પાર્ટીએ એક ઉમેદવારનું નામ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા કારણ કે તેમાંથી એક નામ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ પરિમલ નથવાણી છે. પિતા એનડીએમાંથી રાજ્યસભામાંથી સાંસદ અને પુત્ર હવે સપામાંથી ભરી રહ્યા છે નામાંકન. આજે ધનરાજ નથવાણીએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી.

Written ByViral Raval
Published: Sep 30, 2026, 12:44 PM IST|Updated: Sep 30, 2026, 01:04 PM IST
joinshare
 પિતા NDAના સમર્થનથી બન્યા RS સાંસદ અને પુત્ર હવે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર..જાણો કોણ છે ધનરાજ નથવાણી?

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉત્તર પ્રદેશની રાજ્યસભા ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સમાજવાદી પાર્ટીએ પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કરતા જ સોપો પડ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવ ઉપરાંત ઉદ્યોગપતિ ધનરાજ નથવાણીએ આજે લખનઉમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં નામાંકન દાખલ કર્યું. આ ઉપરાંત પ્રો. રામગોપાલ યાદવે પણ પોતાની ઉમેદવારી નોંધાવી. પિતા ઝારખંડથી રાજ્યસભામાં પહોંચ્યા છે. હવે પુત્ર ધનરાજ અને પિતા પરિમલ નથવાણી બંને સંસદના ઉપલા ગૃહમાં જોવા મળશે પરંતુ અલગ અલગ રાજ્યમાંથી! 

સપાના સરપ્રાઈઝ ઉમેદવાર 
રામગોપાલ યાદવ એ સપના રાષ્ટ્રીય મહાસચિવ છે તથા અખિલેશ યાદવના કાકા છે. તેઓ રાજ્યસભામાં જશે એ તો નક્કી મનાતું હતું. પરંતુ  સપા તરફથી જે બીજા ઉમેદવારની જાહેરાત થઈ તે છે ધનરાજ પરિમલ નથવાણી. આ નામ સામે આવતા જ બધા અચંબિત થયા છે. કારણ કે તેમના પિતા ભાજપના નેતૃત્વવાળા એનડીએમાંથી રાજ્યસભામાં સાંસદ છે અને દેશના મોટા ઉદ્યોગપતિ છે.

#WATCH | लखनऊ, उत्तर प्रदेश: राज्यसभा चुनाव के लिए समाजवादी पार्टी के उम्मीदवार रिलायंस न्यू एनर्जी लिमिटेड के निदेशक धनराज परिमल नथवानी ने पार्टी अध्यक्ष अखिलेश यादव की मौजूदगी में अपना नामांकन पत्र दाखिल किया। pic.twitter.com/YsdenAR2Dl

— ANI_HindiNews (@AHindinews) September 30, 2026

ધનરાજ પરિમલ નથવાણી

  • તમને જણાવી દઈએ કે ધનરાજ પરિમલ નથવાણી એ ભારતના એક પ્રમુખ યુવા ઉદ્યોગપતિ અને ખેલ પ્રશાસક છે. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગ્રુપ પ્રેસિડેન્ટના પદે કાર્યરત છે તથા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. 
  • ધનરાજ પરિમલ નથવાણીનો જન્મ 5 ફેબ્રુઆરી 1086ના રોજ થયો હતો અને તેમના પિતાનું નામ પરિમલ નથવાણી અને માતાનું નામ વર્ષા નથવાણી છે. 
  • તેમણે રીજેન્ટ્સ બિઝનેસ સ્કૂલ લંડનથી ઈન્ટરનેશનલ બિઝનેસમાં સ્નાતકની પદવી મેળવેલી છે. ત્યારબાદ તેમણે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી કોર્પોરેટ લો અને પબ્લિક રિલેશન્સમાં સ્પેશિયલાઈઝેશન સાથે એમબીએની ડિગ્રી મેળવી.

ભારે હંગામા વચ્ચે ચૂંટણી પંચનો મોટો બદલાવ, ફોર્મ 6માંથી હટ્યો SIRવાળો ભાગ, જાણો વિગતવાર માહિતી

ધનરાજ નથવાણીના પિતા એનડીએના સાંસદ
ધનરાજ નથવાણી એ પરિમલ નથવાણીના પુત્ર છે. જે હાલમાં ઝારખંડથી રાજ્યસભા સાંસદ છે. તેમણે અપક્ષ ચૂંટણી લડી હતી પરંતુ ભાજપે તેમને સમર્થન આપ્યું હતું.  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી ભારતીય કોર્પોરેટ અને રાજનીતિક જગતમાં ખાસ ઓળખ ધરાવે છે.

પરિમલ નથવાણી વિશે વાત કરીએ તો તેમણે વર્ષો પહેલા મુંબઈમાં કોલ્ડ ડ્રિંગ્સ બાદ સાબુની ફેક્ટરી લગાવી હતી. ત્યારબાદ 1990ના દાયકામાં તેમણે ગુજરાતના વડોદરામાં લગભગ 40 આસપાસ પીસીઓ પણ ચલાવ્યા. શેરબજારમાં કિસ્મત અજમાવવાની કોશિશ કરી પરંતુ મોટા આર્થિક નુકસાનના કારણે તણાવ ભોગવવો પડ્યો. પરંતુ 1997માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરુભાઈ અંબાણી સાથે મુલાકાત બાદ રિલાયન્સમાં જોડાયા.

ક્રિકેટમાં પણ દમખમ ધરાવે

  • ધનરાજ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. તેઓ અગાઉ પણ જીસીએના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. 
  • અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નિર્માણ અને મેનેજમેન્ટમાં પણ તેમની મુખ્ય ભાગીદારી રહી છે. 
  • તેઓ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ના અધ્યક્ષ તરીકે પણ રાજ્યમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવા અને તેના વિકાસ માટે  કામ કરી ચૂક્યા છે. 
  • ધનરાજ પરિમલ નથવાણીનું નામ સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. તેઓ હાલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં ગ્રુપ પ્રેસિડેન્ટના પદે તૈનાત છે.
Add Zee News as a Preferred Source
TAGS:
India News