SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બંગાળની ખાડીમાં શું ચાલી રહ્યું છે, શક્તિશાળી અર્નબ બાદ વળી પાછું આવી શકે છે વાવાઝોડું?

હાલ અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશ, ઓડિશા સહિત કેટલાક રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે. બંગાળની ખાડીમાંથી આવેલા આ વાવાઝોડાએ એક સાથે અનેક રાજ્યોમાં કહેર વરસાવ્યો છે અને એવી પણ સંભાવના છે કે ગુજરાતને પણ તે અસર કરી શકે છે. ત્યારે આ બધા વચ્ચે હવે એવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે વધુ એક વાવાઝોડું આવી શકે છે.

Written By Viral Raval
Published: Oct 28, 2026, 03:16 PM IST | Updated: Oct 28, 2026, 03:25 PM IST
Image Credit: AI Generated Image
Join

અર્નબ વાવાઝોડું અતિ વિનાશકારી વાવાઝોડું બનીને ત્રાટક્યું અને હવે એવી ચર્ચાઓ છે કે બંગાળની ખાડીમાં વધુ એક તોફાન સર્જાઈ શકે છે. મૌસમ મોડલ મુજબ અર્નબ દરિયાકાંઠો પાર કરી જાય ત્યારબાદ થોડા દિવસો પછી એક નવું લો પ્રેશર બની શકે છે. જે  ઓડિશા તરફ આગળ વધી શકે છે. જો કે વિશેષજ્ઞ કહે છે કે આ પૂર્વાનુમાન હજુ નિશ્ચિત નથી, મૌસમ બદલાઈ શકવાની શક્યતા પણ રહેલી છે.

24 કલાકમાં 5 ભૂકંપના આંચકા અને અત્યંત વિનાશકારી વાવાઝોડું અર્નબ! બંને વચ્ચે છે કોઈ કનેક્શન?

આજે ત્રાટક્યું વાવાઝોડું અર્નબ

અત્રે જણાવવાનું કે બંગાળની ખાડીમાં ઉઠેલું વાવાઝોડું અર્નબ આજે આંધ્ર પ્રદેશ અને યમનના કાંઠાઓ વચ્ચે યનમની દક્ષિણે ત્રાટક્યું. હાલ તેની પવનની ઝડપ 115થી 125 કિમી પ્રતિ કલાક છે. જ્યારે ઝાપટાઓની ઝડપ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પહેલા આ વાવાઝોડું અત્યંત ભયાનક અને શક્તિશાળી વાવાઝોડાની કેટેગરીમાં હતું જો કે લેન્ડફોલ બાદ નબળું પડ્યું છે. આઈએમડી સતત તેના પર બાજ નજર રાખી રહ્યું છે. વાવાઝોડાના પગલે અનેક રાજ્યોના કાંઠા વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હવે બીજું વાવાઝોડું કેમ ચર્ચામાં આવ્યું છે એ પણ જાણો.

શું ફરી આવશે વાવાઝોડું?

સેટેલાઇટ તસવીરમાં દેખાયો વાવાઝોડાનો ડરામણો નજારો! અડધા ભારત પર સાયક્લોન 'અર્નબ'નો છે ઘેરાવો

બંગાળની ખાડીમાં કેમ ઉઠે  છે તોફાનો?

તમને જણાવી દઈએ કે બંગાળની ખાડી ઓક્ટોબર નવેમ્બર મહિનામાં સક્રિય રહે છે. ગરમ દરિયાઈ પાણી અને અનુકૂળ પવન નવા તોફાનને ઊભું કરી શકે છે. એક મોટું ચક્રવાત નબળું પડયા બાદ આસપાસનો ભેજ અને ઉર્જા નવા તોફાનને પ્રોત્સાહિત કરી શકે છે. પરંતુ દર વખતે દરેક મોડલ સાચા પડતા નથી. આથી જે સત્તાવાર બુલેટિન બહાર પડે તેના પર ધ્યાન આપવું જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ.

હાલ તો જો કે અર્નબ વાવાઝોડું ચિંતાનું કારણ બનેલું છે. લેન્ડફોલ પૂરું થયા બાદ તે નબળું પડી જાય પછી જ બીજા વાવાઝોડા અંગે તસવીર સ્પષ્ટ થશે. આઈએમડી દ્વારા સત્તાવાર અપડેટ પર ધ્યાન આપવું અને લોકોએ અફવાઓથી દોરવાઈ જવું નહીં. બંગાળની ખાડીમાં હવામાનનો આ બેવડો પડકાર એ પણ યાદ અપાવે છે કે  દરિયાકાંઠાવાળા રાજ્યોએ હંમેશા આવી સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES