• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /દિવાળી અને નવા વર્ષનાં શુભ મુહૂર્ત, જાણો ચોપડા પૂજનથી લઈને સોના-ચાંદીની ખરીદીનો શુભ સમય

દિવાળી અને નવા વર્ષનાં શુભ મુહૂર્ત, જાણો ચોપડા પૂજનથી લઈને સોના-ચાંદીની ખરીદીનો શુભ સમય

Diwali 2026 Shubh Muhurat : જાણીતા જ્યોતિષી ચેતન પટેલે વૈદિક જ્યોતિષ ગણિત અનુસાર, આ વર્ષની દિવાળીના શુભ મુહૂર્તો જણાવ્યા છે. તેમના મતે, 1 નવેમ્બરે રવિ પુષ્ય નક્ષત્ર સોના-ચાંદીની ખરીદી માટે ઉત્તમ સમય છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન, બેસતા વર્ષ અને લાભ પાંચમ માટે પણ શુભ સમય કયો છે, તેના વિશે જણાવ્યું છે.

Written ByDilip Chaudhary
Published: Oct 28, 2026, 05:13 PM IST|Updated: Oct 28, 2026, 05:49 PM IST
joinshare
દિવાળી અને નવા વર્ષનાં શુભ મુહૂર્ત, જાણો ચોપડા પૂજનથી લઈને સોના-ચાંદીની ખરીદીનો શુભ સમય

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મોંમાં ચાંદા અને ગાંઠ: ઓરલ કેન્સરના શું હોઈ શકે લક્ષણો? AIIMS ના ડૉક્ટરે જણાવ્યા ચેતવણીરૂપ સંકેતો અને બચવાના ઉપાયો

મોંમાં ચાંદા અને ગાંઠ: ઓરલ કેન્સરના શું હોઈ શકે લક્ષણો? AIIMS ના ડૉક્ટરે જણાવ્યા ચેતવણીરૂપ સંકેતો અને બચવાના ઉપાયો

2

દિવાળી અને નવા વર્ષનાં શુભ મુહૂર્ત, જાણો ચોપડા પૂજનથી લઈને સોના-ચાંદીની ખરીદીનો શુભ સમય

3

ડિજિટલ આતંકથી ગુજરાતને હચમચાવવાનો પ્રયાસ, અમદાવાદમાં તહેવારો ટાણે મોટું ષડયંત્ર: 19 ધમકીભર્યા ઈ-મેઈલથી ખળભળાટ

4

ચોથી T20માંથી બહાર થશે સંજુ સેમસન? વૈભવ સૂર્યવંશી અંગે પણ શ્રેયસ ઐયરને લેવો પડશે મોટો નિર્ણય

5

સ્પેનમાં 2 હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે જોરદાર અથડામણ, એક ટ્રેનને બીજી ટ્રેને પાછળથી ટક્કર મારી, 39 લોકોના મોત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diwali 2026 Shubh Muhurat : દિવાળીનો તહેવાર નજીક આવતાં જ ખરીદી, લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન અને નવા વર્ષના હિસાબોની શરૂઆત માટે શુભ મુહૂર્ત જાણવાની ઉત્સુકતા જોવા મળે છે. ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલ દ્વારા વૈદિક જ્યોતિષ ગણિત અનુસાર દોષરહિત મુહૂર્ત તૈયાર કરવામાં આવ્યાં છે. આ મુહૂર્તમાં કરેલાં કાર્યો શુભ અને લાભદાયી રહે તેવી ધાર્મિક માન્યતા છે. વર્ષ 2026માં રવિ પુષ્ય નક્ષત્રથી લઈને ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતા વર્ષ અને લાભ પાંચમ સુધીનાં શુભ સમય આ લેખમાં જાણીશું.

શુક્ર કન્યા રાશિમાં કરશે ગોચર, 6 રાશિઓ માટે ખુલશે કમાણીના નવા રસ્તા, રોકાણથી થશે મોટો લાભ!

1 નવેમ્બરે રવિ પુષ્ય નક્ષત્રનો મહાશુભ યોગ

રવિવાર, 1 નવેમ્બર 2026ના રોજ રવિ પુષ્ય નક્ષત્રનો મહાશુભ યોગ છે. નવા વર્ષના ચોપડા, સોના-ચાંદી અને ઝવેરાતની ખરીદી માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્ર 1 નવેમ્બરના રોજ સવારે 5:39 વાગ્યે શરૂ થશે અને આખો દિવસ તથા રાત્રિ દરમિયાન રહેશે.

ખરીદી માટેનાં શુભ ચોઘડિયાં:

  • ચલ (સામાન્ય શુભ): સવારે 8:10થી 9:35 વાગ્યા સુધી.
  • લાભ (વેપાર અને લાભ માટે શ્રેષ્ઠ): સવારે 9:34થી 10:59 વાગ્યા સુધી.
  • અમૃત (સર્વોત્તમ મુહૂર્ત): સવારે 10:59થી બપોરે 12:24 વાગ્યા સુધી.
  • શુભ (કલ્યાણકારી): બપોરે 1:48થી 3:13 વાગ્યા સુધી.

રાહુકાળ: સાંજે 4:36થી 6:02 વાગ્યા સુધી. આ સમય દરમિયાન નવી ખરીદી ટાળવી હિતાવહ માનવામાં આવે છે.

અભિજીત મુહૂર્ત: બપોરે 12:00થી 12:45 વાગ્યા સુધીનો સમય પણ વણજોયું મુહૂર્ત ગણાય છે.

5 નવેમ્બર: વાઘ બારસ, ગૌવત્સ દ્વાદશી કે વસુ બારસ

ગુરુવાર, 5 નવેમ્બર 2026ના રોજ વાઘ બારસ, ગૌવત્સ દ્વાદશી કે વસુ બારસની ઉજવણી કરવામાં આવશે.

આ દિવસે વેપારીઓ જૂના નાણાકીય હિસાબો ચૂકતે કરે છે. ગૌમાતાની પૂજા કરવામાં આવે છે અને સંતાનોના લાંબા આયુષ્ય માટે વ્રત રાખવામાં આવે છે. આ ઉપરાંત, ઊંબરા પૂજન કરીને દીપ પ્રગટાવી દિવાળીના પર્વની શરૂઆત કરવાની પરંપરા પણ છે.

6 નવેમ્બર: ધનતેરસ, ધનપૂજા અને કુબેરપૂજા

શુક્રવાર, 6 નવેમ્બર 2026ના રોજ ધનતેરસ અને ધન્વંતરી જયંતી છે. આ દિવસે ધનપૂજા, કુબેરપૂજા, ચોપડા લાવવા તથા શુભ કાર્યો માટે જણાવવામાં આવેલા મુહૂર્ત નીચે મુજબ છે.

ધનપૂજા અને ચોપડા લાવવા માટેનાં શુભ મુહૂર્ત:

  • લાભ ચોઘડિયું: સવારે 8:12થી 9:36 વાગ્યા સુધી.
  • અમૃત ચોઘડિયું: સવારે 9:36થી 10:59 વાગ્યા સુધી.
  • શુભ ચોઘડિયું: બપોરે 12:24થી 1:47 વાગ્યા સુધી.
  • ચલ ચોઘડિયું: સાંજે 4:35થી 5:57 વાગ્યા સુધી.
  • લાભ ચોઘડિયું: રાત્રે 9:11થી 10:47 વાગ્યા સુધી.

આ સમયગાળા દરમિયાન ધનપૂજા કરવા તથા ચોપડા લાવવા માટે મુહૂર્ત શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યા છે.

7 નવેમ્બર: કાળી ચૌદસ, કાળીપૂજા અને હનુમાનપૂજા

શનિવાર, 7 નવેમ્બર 2026ના રોજ કાળી ચૌદસ છે. આ દિવસ અને રાત્રિ ઉગ્ર દેવી-દેવતાઓની આરાધના માટે ઉત્તમ ગણાય છે. ભૈરવ, બટુક, વીર, હનુમાન, મહાકાલી અને દશ મહાવિદ્યાની આરાધના ઉપરાંત મંત્ર, તંત્ર અને યંત્રપૂજા તથા તાંત્રિક કાર્યો માટે પણ આ દિવસ મહત્ત્વ ધરાવે છે.

કાળી ચૌદસનાં શુભ મુહૂર્ત:

  • શુભ ચોઘડિયું: સવારે 8:13થી 9:36 વાગ્યા સુધી.
  • ચલ ચોઘડિયું: બપોરે 12:24થી 1:47 વાગ્યા સુધી.
  • લાભ ચોઘડિયું: બપોરે 1:47થી 3:10 વાગ્યા સુધી.
  • અમૃત ચોઘડિયું: બપોરે 3:10થી 4:34 વાગ્યા સુધી.
  • લાભ ચોઘડિયું: સાંજે 5:57થી 7:34 વાગ્યા સુધી.

આ મુહૂર્ત દરમિયાન મશીનરી તેમજ યંત્રપૂજા કરવી પણ ઉત્તમ ગણાય છે.

8 નવેમ્બર: દિવાળી, સરસ્વતી પૂજન અને ચોપડા પૂજન

રવિવાર, 8 નવેમ્બર 2026ના રોજ આસો વદ અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવશે. સરસ્વતી પૂજન તેમજ ચોપડા પૂજન માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

દિવાળી અને ચોપડા પૂજનનાં શુભ ચોઘડિયાં:

  • લાભ ચોઘડિયું: સવારે 9:36થી 11:00 વાગ્યા સુધી.
  • અમૃત ચોઘડિયું: સવારે 11:00થી બપોરે 12:24 વાગ્યા સુધી.
  • શુભ ચોઘડિયું: બપોરે 1:47થી 3:10 વાગ્યા સુધી.
  • શુભ ચોઘડિયું: સાંજે 5:57થી 7:33 વાગ્યા સુધી.
  • અમૃત ચોઘડિયું: સાંજે 7:33થી રાત્રે 9:10 વાગ્યા સુધી.
  • ચલ ચોઘડિયું: રાત્રે 9:10થી 10:47 વાગ્યા સુધી.

દિવાળીનાં સ્થિર લગ્ન મુહૂર્ત:

  • કુંભ લગ્ન: બપોરે 1:38થી 3:11 વાગ્યા સુધી.
  • વૃષભ લગ્ન: સાંજે 6:22થી રાત્રે 8:20 વાગ્યા સુધી.

આ મુહૂર્ત સરસ્વતી પૂજન, ચોપડા પૂજન અને દિવાળીના ધાર્મિક કાર્યો માટે આપવામાં આવ્યાં છે.

10 નવેમ્બર: બેસતા વર્ષ અને નવા હિસાબોની શરૂઆત

મંગળવાર, 10 નવેમ્બર 2026ના રોજ કારતક સુદ એકમના દિવસે વિક્રમ સંવત 2083નું બેસતું વર્ષ છે. વેપારીઓ માટે નવા વર્ષની પેઢી ખોલવા અને નવા હિસાબોની શરૂઆત કરવા માટે આ દિવસ મહત્ત્વનો છે.

new year

બેસતા વર્ષનાં શુભ મુહૂર્ત:

  • ચલ ચોઘડિયું: સવારે 9:37થી 11:00 વાગ્યા સુધી.
  • લાભ ચોઘડિયું: સવારે 11:00થી બપોરે 12:23 વાગ્યા સુધી.
  • અમૃત ચોઘડિયું: બપોરે 12:23થી 1:47 વાગ્યા સુધી.

આ સમય દરમિયાન નવા વર્ષની પેઢી ખોલવા માટે શુભ મુહૂર્ત આપવામાં આવ્યાં છે.

11 નવેમ્બર: ભાઈ બીજ

બુધવાર, 11 નવેમ્બર 2026ના રોજ ભાઈ બીજ એટલે કે ભાઈદૂજનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર ભાઈ-બહેનના સ્નેહ અને સંબંધનું પ્રતીક છે.

14 નવેમ્બર: લાભ પાંચમ

શનિવાર, 14 નવેમ્બર 2026ના રોજ કારતક સુદ પાંચમના દિવસે લાભ પાંચમ ઉજવવામાં આવશે. વેપારીઓ માટે નવી પેઢી ખોલવા અને વેપારની શરૂઆત કરવા માટે આ દિવસ શુભ માનવામાં આવે છે.

લાભ પાંચમનાં શુભ મુહૂર્ત:

  • શુભ ચોઘડિયું: સવારે 8:16થી 9:39 વાગ્યા સુધી.
  • ચલ ચોઘડિયું: બપોરે 12:24થી 1:47 વાગ્યા સુધી.

આ મુહૂર્ત દરમિયાન પેઢી ખોલવી શ્રેષ્ઠ ગણાવવામાં આવે છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Spiritual