SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બિસલેરી કંપનીનું પાણી FSSAI ટેસ્ટમાં ફેલ, કંપનીએ આરોપનું ખંડન કરી ચોખવટ કરતાં જણાવી હકીકત

બોટલમાં પીવાના પાણીનું વેચાણ કરતી પ્રખ્યાત કંપની બિસલેરીના પીવાના પાણીના સેમ્પલ ફેલ થયા છે. FSSAI એ બિસલેરીના પાણીને અનસેફ માન્યું છે અને કંપની વિરુદ્ધ કાર્યવાહીની મંજૂરી આપી છે. આ મામલે બિસલેરી કંપની તરફથી પણ કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. શું છે આ સમગ્ર મામલો ચાલો જાણીએ.

Written By Krupa Shah
Published: Nov 23, 2026, 12:35 IST | Updated: Nov 23, 2026, 12:38 IST
Join

જે રીતે ટુથપેસ્ટને લોકો કોલગેટ અને બિસ્કીટને પારલેજી તરીકે ઓળખવામાં લાગ્યા હતા તેવી રીતે પીવાનું પાણી એટલે બિસલેરી એવું થઈ ગયું હતું. પરંતુ હવે વાત એવી સામે આવી છે કે બિસલેરીનું પીવાનું પાણી અસુરક્ષિત છે. બિસલેરીના પીવાના પાણીના સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવતાં ખળભળાટ મચ્યો છે.

FSSAI ના ટેસ્ટમાં પાણીના સેમ્પલ ફેલ

FSSAI ની જાણકારી અનુસાર બિસ્લેરીના પીવાના પાણીમાં પહેલા ટેસ્ટ દરમિયાન બ્રોમેટની માત્રા 10 માઇક્રોગ્રામ પ્રતિ લીટર થી વધારે નોંધાઈ હતી. પહેલી વખતમાં પાણીમાં 12 માઇક્રોગ્રામ પ્રતિ લીટર નોંધાયા પછી ફરીથી બીજી વખત પાણીના સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા. બીજા ટેસ્ટમાં પણ એ વાતની પુષ્ટિ થઈ. ત્યાર પછી બિસ્ક્લેરી કંપનીએ અપીલ કરી એટલે પાણીના સેમ્પલને રેફરલ લેબમાં મોકલવામાં આવ્યા જ્યાં બ્રોમેટ નક્કી કરેલી માત્રા અનુસાર હતું પરંતુ પાણીમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન નામના તત્વ મળી આવ્યા. જેના કારણે બિસલેરીના પીવાના પાણીના સેમ્પલને ફરી એક વખત અસુરક્ષિત માનવામાં આવ્યું. જેને લઈને ખાદ્ય સુરક્ષા એવા માનક અધિનિયમ એ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી.  

આ પણ વાંચો: સિંધુ જલ સંધિ મુદ્દે હાથ કાપવાની ધમકી આપનાર પાક મંત્રીની દિલ્હીમાં બોલતી બંધ, કહ્યું જે કામ માટે આવ્યો તેના વિશે જ બોલીશ

બિસલેરી કંપનીએ આરોપનું ખંડન કર્યું

બિસલેરીનું પીવાનું પાણી પીવા માટે અસુરક્ષિત છે તેવી વાત સામે આવતા જ એએનઆઈના માધ્યમથી બિસ્લેરી કંપનીએ પણ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. બિસ્લેરી કંપનીએ આ બધા જ આરોપોનું ખંડન કર્યું છે. કંપનીએ પીવાના પાણીના સેમ્પલ અંગે સ્પષ્ટતા કરી છે. કંપનીએ કહ્યું છે કે આ મામલો લગભગ 14 મહિના જૂનો છે.

શું કહ્યું બિસલેરી કંપનીએ ?

કંપનીના જણાવ્યા અનુસાર 30 સપ્ટેમ્બર 2025 ના રોજ FSSAI એ ગોવાના પ્રોડક્શન યુનિટમાંથી બિસલેરીના પીવાના પાણીના છ સેમ્પલ લીધા હતા. શરૂઆતની તપાસમાં 5 સેમ્પલ પાસ થયા હતા અને છઠ્ઠા સેમ્પલમાં બ્રોમેટનું સ્તર 12 માઇક્રોગ્રામ પ્રતિ લિટર મળ્યું હતું. જ્યારે નક્કી કરેલી સીમા 10 માઇક્રોગ્રામ પ્રતિ લીટર છે. ત્યાર પછી 22 નવેમ્બર 2025 ના રોજ બિસ્લેરી કંપની દ્વારા અપીલ કરવામાં આવી હતી અને ત્યાર પછી FSSAI દ્વારા સેમ્પલની ફરીથી તપાસ માટે રેફરલ લેબમાં મોકલવામાં આવ્યું. જેમાં બ્રોમેટનું સ્તર યોગ્ય હતું પરંતુ સેમ્પલમાં પીએચએસ હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો. તપાસના બંને પરિણામ અલગ અલગ હોવાથી બિસ્લેરી કંપનીએ સ્પષ્ટીકરણ માટે જે નમૂનો ફેલ થયો હતો તેને જ સ્વતંત્ર લેબ જે FSSAI માન્યતા પ્રાપ્ત છે તેમાં ટેસ્ટ કરાવ્યું જેમાં સેમ્પ માં બ્રોમેટનું સ્તર નક્કી કરેલી મર્યાદામાં જ હોવાનું સામે આવ્યું હતું.

બિસલેરી કંપનીની સ્પષ્ટતા

બિસ્લેરી કંપનીએ વધુમાં કહ્યું કે તેમણે ફેબ્રુઆરી 2026 ના રોજ એક લેટર સાથે સ્વતંત્ર તપાસના પરિણામ FSSAIને સોંપી દીધા હતા ત્યાર પછી તેમના તરફથી કોઈ જ સૂચના મળી નહીં, જેના કારણે કંપનીએ એવું માની લીધું કે આ મામલો બંધ થઈ ગયો છે.. કંપનીનું કહેવું છે કે હજુ સુધી તેમને ઇમેલમાં કે હાર્ડ કોપીમાં કોઈ જ નોટિસ મળી નથી. બિસલેરી કંપનીએ સ્પષ્ટતા કરી છે કે બિસ્લેરી માટે પાણીની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે તેના માટે કંપની 10 સ્ટેજમાં નિર્માણ પ્રક્રિયા દરમિયાન 90 થી વધારે કડક ગુણવત્તા પરીક્ષણ કરે છે

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES