• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ભારે હંગામા વચ્ચે ચૂંટણી પંચનો મોટો બદલાવ, ફોર્મ 6માંથી હટ્યો SIRવાળો ભાગ, જાણો વિગતવાર માહિતી

ભારે હંગામા વચ્ચે ચૂંટણી પંચનો મોટો બદલાવ, ફોર્મ 6માંથી હટ્યો SIRવાળો ભાગ, જાણો વિગતવાર માહિતી

એક અખબારના રિપોર્ટ બાદ જે બેખેડો સર્જાયો અને ચૂંટણી પંચ તથા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિવાદના ઘેરામાં આવી ગયા તે વચ્ચે હવે ચૂંટણી પંચે એક મોટો ફેરફાર કરતા ફોર્મ 6માંથી રાતોરાત એસઆઈઆરવાળી જાહેરાત કાઢી નાખી છે. વિગતો જાણો.

Written ByViral Raval
Published: Sep 30, 2026, 11:25 AM IST|Updated: Sep 30, 2026, 01:29 PM IST
joinshare
ભારે હંગામા વચ્ચે ચૂંટણી પંચનો મોટો બદલાવ, ફોર્મ 6માંથી હટ્યો SIRવાળો ભાગ, જાણો વિગતવાર માહિતી

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

હાલ ચૂંટણી પંચ, SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને લઈને ભારે હંગામો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે નવા વોટર આઈડી બનાવવા કે વોટર લિસ્ટમાં પહેલીવાર નામ જોડવા માટે જે ફોર્મ 6 ભરવામાં આવે છે તેના મુદ્દે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી આ ફોર્મને લઈને પણ વિવાદ છે. કારણ કે ચૂંટણી પંચના ECINET પોર્ટલ પર તેની સાથે SIR સંબંધિત એક વધારાની જાહેરાત પણ જોવા મળી રહી હતી. હવે ચૂંટણી પંચે મધરાતે મોડી રાતે એવા રાજ્યોમાં ECINET પોર્ટલ પર ફોર્મ 6માં જોડવામાં આવેલી SIR ઘોષણાપત્રને હટાવી લીધુ છે જ્યાં SIRની પ્રક્રિયા હવે પૂરી થઈ ચૂકી છે. પંચનું આ પગલું 26 સપ્ટેમ્બરે  કરાયેલી જાહેરાતના ચાર દિવસ બાદ લેવામાં આવ્યું છે.

ફોર્મ 6 શેના માટે ભરાય છે?
જો કોઈ વ્યક્તિ પહેલીવાર મત આપવા જઈ રહ્યો હોય અને તેનું નામ મતદાર યાદીમાં જોડવાનું હોય તો  તેણે ફોર્મ 6 ભરવાનું હોય છે. આ કોઈ નવું ફોર્મ નથી. આ ફોર્મ 6 પેહેલથી જ નિર્ધારિત બંધારણીય માન્યતાપ્રાપ્ત ફોર્મ છે અને તેનો ઉપયોગ નવા મતદારોના રજિસ્ટ્રેશન માટે થાય છે. ભારતીય ચૂંટણી પંચે અગાઉ 25 સપ્ટેમ્બરે એવી સ્પષ્ટતા કરી હતી કે જ્યાં SIR નહીં ચાલતું હોય ત્યાં જ સામાન્ય ફોર્મનો ઉપયોગ કરાશે. હવે ત્યારબાદ એસઆઈઆરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યાં ફોર્મ 6માંથી વધારાની જાહેરાતને હટાવી લેવાઈ છે.

SIRમાં શું કનેક્શન સામે આવ્યું?
SIR દરમિયાન વોટર લિસ્ટની ઊંડાણપૂર્વક  તપાસ અને પુર્નચકાસણી થઈ રહી છે. આ પ્રક્રિયા હેઠળ નવા મતદારોના ફોર્મ 6 સાથે એક વધારાની જાહેરાત પણ જોડવામાં આવી હતી. ચૂંટણી પંચે તેને મૂળ ફોર્મ 6માં ફેરફારની જગ્યાએ વધારાની ડેક્લેરેશન / એનેક્ઝર ડી જણાવી. પંચના જણાવ્યાં મુજબ SIR દરમિયાન ફોર્મ 6 સાથે આ વધારાની જાહેરાત કરવાની હતી.

વધારાના ડેક્લેરેશનમાં શું પૂછાયું હતું
ECINET પર ઉપલબ્ધ ફોર્મ નંબર 6માં SIR સંબંધિત જાહેરાતો હેઠળ એક નવા અરજીકર્તાને જૂના વોટર રેકોર્ડ અંગે વિકલ્પ પસંદ કરવાનું જણાવાયું હતું. એટલે કે અરજીકર્તાએ એ જણાવવાનું હતું કે શું તેનું પોતાનું નામ ગત SIR દરમિયાન બનેલી જૂની મતદાર યાદીમાં હતું? જો નામ નહતું તો શું તેના માતા કે પિતા / દાદા  કે  દાદીનું નામ એ જૂની મતદાર યાદીમાં હતું? જો તેનું કે પછી તેના માતા પિતા કે દાદા દાદીનું નામ તે યાદીમાં નહતું તો ત્રીજો વિકલ્પ પસંદ કરવાનો હતો

અત્રે જણાવવાનું કે આ જાહેરાત ખાસ કરીને નવા અને પહેલીવાર મત આપવા જઈ રહેલા લોકો માટે ખુબ મહત્વપૂર્ણ બની હતી. જો કે હવે જે રાજ્યોમાં SIRની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે ત્યાં ECINET પોર્ટલ પર ફોર્મ 6માં આ વધારાની SIR જાહેરાત ઉપલબ્ધ નહીં હોય. ચૂંટણી પંચના 26 સપ્ટેમ્બરના નિર્ણય મુજબ જ્યાં એસઆઈઆરની પ્રક્રિયા નથી ત્યાં નિર્ધારિત ફોર્મનો જ ઉપયોગ થશે. પંચે પોતાના ECINET એપ્લિકેશન પોર્ટલ પર આ ફેરફાર લાગૂ કર્યો છે.

શું હતો વિવાદ
અત્રે નોંધનીય છે કે એક અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ બે ચૂંટણી કમિશનરોએ આ રીત પર આપત્તિ જતાવી હતી. તેમનો એવો તર્ક હતો કે ફોર્મ 6 એક બંધારણીય ફોર્મ છે જેને નિર્વાચક રજિસ્ટ્રિકરણ નિયમ 1960 હેઠળ નિર્ધારિત કરાયો છે. આથી તેમાં કોઈ પણ ફેરફાર માત્ર પંચ સ્તરે આદેશ કે ગાઈડલાઈનથી ન થઈ શકે. આ માટે નિર્ધારિત કાનૂની પ્રક્રિયા હેઠળ નિયમોમાં ફેરફાર જરૂરી છે. બીજી એક સમસ્યા એ પણ હતી કે ઓનલાઈન ફોર્મમાં આ ભાગ ભલે મરજિયાત હતો પરંતુ રિપોર્ટ મુજબ અરજીકર્તા તેનો જવાબ આપ્યા વગર ફોર્મ સબમિટ કરી શકતા નહતા.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News