SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પંજાબ ચૂંટણી પહેલાં AAPને મોટો આંચકો, બે ધારાસભ્યોએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

ધારાસભ્ય હરમીત સિંહ પઠાનમાજરા અને સમાનાથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ચેતન સિંહ જૌડામાજરાએ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

Written By Gokani Dhaval
Published: Nov 01, 2026, 01:49 PM IST | Updated: Nov 01, 2026, 01:51 PM IST
Join

પંજાબમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. બે ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. તેમાં સનૌરથી ધારાસભ્ય હરમીત સિંહ પઠાનમાજરા અને સમાનાથી ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ચેતન સિંહ જૌડામાજરા સામેલ છે. બંને ધારાસભ્યોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે.

બંને ધારાસભ્યો આજે ચંદીગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જનસભા દરમિયાન ભાજપમાં સામેલ થવાની ચર્ચા છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પાર્ટી છોડ્યા બાદ બંને ધારાસભ્યો સાંજે 4.30 કલાકે ચંદીગઢ પ્રેસ ક્બલમાં પત્રકાર પરિષદ યોજશે. આ દરમિયાન બંને પાર્ટીમાંથી રાજીનામું આપવાનું કારણ પણ જણાવશે.

ચેતનસિંહ જૌડામાજરા પાસેથી છીનવવામાં આવી હતી મહત્વની જવાબદારી

ચેતન સિંહ આમ આદમી પાર્ટીની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. પરંતુ થોડા સમય પહેલા પાર્ટીએ સમાના વિધાનસભા સીટ પર તેમની જગ્યાએ પૂર્વ અકાલી નેતા સુરજીત સિંહ રખડાને ઈન્ચાર્જની જવાબદારી સોંપી હતી. ત્યારબાદ પાર્ટીમાં તેમની ભૂમિકાને લઈને સવાલ ઉઠી રહ્યાં હતા.

આ પણ વાંચોઃ INDIA બ્લોકની મહારેલી સામે દિલ્હી પોલીસ પણ સજ્જ, 4000 થી વધુ પોલીસકર્મીઓ અને 200 CCTV 

બળાત્કાર કેસમાં થઈ હતી હરમીત સિંહ પઠાનમાજરાની ધરપકડ

તો સનૌરથી ધારાસભ્ય હરમીત સિંહ પઠાનમાજરા પણ વિવાદોમાં રહ્યાં છે. તેમની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયા જતાં રહ્યાં હતા. બાદમાં તપાસમાં સામેલ થવા માટે ભારત પરત ફર્યાં તો પોલીસે તેમની ધરપકડ કરી હતી.

પંજાબની રાજનીતિમાં વધી હલચલ

બે ધારાસભ્યો દ્વારા એક સાથે રાજીનામા આપવાથી પંજાબની રાજનીતિ અને આમ આદમી પાર્ટીમાં હલચલ વધી ગઈ છે. રાજીનામા બાદ બધાની નજર બંને ધારાસભ્યોની પત્રકાર પરિષદ પર છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે બંને ધારાસભ્ય અહીં પોતાના રાજીનામાનું કારણ અને પોતાના આગામી રાજકીય ભવિષ્ય વિશે વાત કરી શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES