• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /આમ આદમી પાર્ટી બનાવવાની જરૂર કેમ પડી? અરવિંદ કેજરીવાલે હવે કર્યો મોટો ખુલાસો

આમ આદમી પાર્ટી બનાવવાની જરૂર કેમ પડી? અરવિંદ કેજરીવાલે હવે કર્યો મોટો ખુલાસો

અન્ના હજારેનું આંદોલન થયું હતું ત્યારે અરવિંદ કેજરીવાલ ભારે ચર્ચામાં આવ્યા હતા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ઊભું થયું. રાજકીય પક્ષ બનાવવામાં આવ્યો ત્યારે અનેક સવાલો પણ ઊભા થયા હતા કારણ કે તે વખતે કેજરીવાલે રાજકારણમાં નહીં આવે તેવા દાવા કર્યા હતા. હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમનો હેતુ પાર્ટી નહીં પરંતુ દેશ છે.

Written ByViral Raval
Published: Sep 30, 2026, 08:56 AM IST|Updated: Sep 30, 2026, 08:59 AM IST
joinshare
આમ આદમી પાર્ટી બનાવવાની જરૂર કેમ પડી? અરવિંદ કેજરીવાલે હવે કર્યો મોટો ખુલાસો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

એક ટીવી ચેનલના કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે આમ આદમી પાર્ટીનું આગળ શું થશે એ હું નથી વિચારતો. મેં મારી કરિયરનું વિચાર્યું નથી અને આવકવેરામાં જોઈન્ટ કમિશનરનું પદ છોડીને ઝૂંપડીઓની  અંદર રહેવા લાગ્યો હતો. 10 વર્ષ ઝૂંપડીઓમાં રહ્યો હતો. તે સમય કોઈને ખબર નથી પરંતુ બધાને કેજરીવાલ સીએમ બની ગયો હતો તે યાદ છે. અન્નાએ આંદોલન કર્યું હતું. ત્યારબાદ હું સીએમ બન્યો હતો. બેવાર ત્રણવાર સીએમ રહ્યો. તે બધાને ખબર છે. પરંતુ 10વર્ષ જે ઝૂપડીઓમાં કામ કર્યું તે કોઈને ખબર નથી. મારો હેતુ મારો પોતાનો નથી.

'તો કદાચ પાર્ટી ન બનાવવી પડત'
અરવિંદ કેજરીવાલે પ્રતિદિન ટાઈમ્સ નામની ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં વાતચીતમાં કહ્યું કે શરૂઆતથી જ અમારો હેતુ દેશ વિશે હતો. તે સમયે જ્યારે લોકપાલ આંદોલન થયું હતું ત્યારે સરકાર જો લોકપાલ બિલ બનાવી દેત તો અમારે પાર્ટી  બનાવવાની જરૂર ન પડત. કદાચ અમે પાર્ટી ન બનાવીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કઈક કરી લેત. અમારી સામે દેશ છે એટલે અમારે પાર્ટી  બનાવવી પડી. આજે જે હાલત દેશની અંદર છે દેશ કેવી રીતે સુધરી શકે?

આપના શાસન વિશે શું કહ્યું?
કેજરીવાલે પોતાના શાસનના સમય વિશે વાત કરતા કહ્યું કે પહેલા દિલ્હીની અંદર જેટલા પણ કોન્ટ્રાક્ટ અપાતા તેમાંથી મોટાભાગના સરકારી હતા. જે પ્રાઈવેટ હતા તેની હરાજી થતી નહતી. એ જ લોકોને દર વર્ષે 10 કે 15 ટકા એડહોક ફી વધારીને કોન્ટ્રાક્ટ આપી દેવાતા હતા.  તેમાં ઘણો ભ્રષ્ટાચાર હતો. અમે કહ્યું કે અમે તેમની હરાજી કરીશું. ઓનલાઈન હરાજી કરીશું. હરાજીથી અમને ડબલ ટ્રિપલ રેવન્યુ આવતી હતી. સરકારી ઓફિસરો દ્વારા રેટ નક્કી કરાયા. કયા રેટ પર કોને કોન્ટ્રાક્ટ આપવો તે સરકારી ઓફિસરો નક્કી કરતા હતા. અમે એક એવી વ્યવસ્થા બનાવી કે જે વધુ બોલી લગાવે તેને કોન્ટ્રાક્ટ મળે.

જેલમાંથી કેમ ચલાવી સરકાર
આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ જેલમાંથી સરકાર ચલાવવાનો જ્યારે નિર્ણય લીધો હતો ત્યારે પણ ખુબ હંગામો થયો હતો. કેજરીવાલે  કહ્યું કે જ્યારે  હું જેલમાં ગયો ત્યારે મારા રાજીનામાની વાતો થવા લાગી હતી. મોદી અને શાહ જેવા લોકો એ જ ઈચ્છતા હતા. આ લોકો જ્યારે કોઈ રાજ્ય જીતી શકતા નથી  ત્યારે ત્યાના મુખ્યમંત્રી પર ફેક કેસ લગાવે છે. પછી મુખ્યમંત્રીની ધરપકડ કરાવીને તેમની સરકાર પાડે છે. પીનરાઈ વિજયનજીની સરકાર હતી. સ્ટીફન સાહેબની સરકાર હતી. હેમંત સોરનની સરકાર હતી. મમતાજીની સરકાર હતી. ફેક કેસ કરવો તેમનું કામ છે. મુખ્યમંત્રીને ધરપકડ કરો. તેમને જેલમાં મોકલો અને સરકાર પાડો.

કેજરીવાલે કહ્યું કે તેમને હું કાઉન્ટર કરવા માંગતો હતો કે તમે ધરપકડ કરી લો પરંતુ રાજીનામું નહીં આપું. સરકાર જેલમાંથી ચલાવીશું. એમાં પણ પાછી સુપ્રીમ કોર્ટના એક જજે ટિપ્પણી કરી હતી કે સરકારે જેલમાંથી કેમ ચાલી ન શકે? ચાલી શકે છે.

કેજરીવાલે કહ્યું કે જે વાત દબાયેલા અવાજે બોલાતી હતી કે જેના કોઈ પુરાવા નહતા, ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટે તેને પુરાવા સાથે રજુ કર્યા. સ્થાનિક સ્તર પર જ્યારે તમે મત આપવા માટે અરજી કરો છો કે મત ડિલિશન માટે અરજી કરો છો તો તમારા વિસ્તારના એસડીએમ પોતાનો સ્ટાફ મોકલીને તેનું વેરિફિકેશન કરાવે છે. એસડીએમ પાસે પાવર છે કે કોઈનો મત જોડવો કે હટાવવો.  આવું 75 વર્ષ સુધી થતું રહ્યું. હવે ખબર પડી કે તેમણે એક સોફ્ટવેર બનાવ્યું છે. તે સોફ્ટવેરમાં અનેક વિસ્તારોની અંદર એસડીએમના પાવરને હટાવી દીધા.

તેમના જણાવ્યાં મુજબ ગોવાનું એક ઉદાહરણ સામે આવ્યું છે. ગોવાના ચીફ ઈલેક્ટ્રોલર ઓફિસર વારંવાર પત્ર લખતા રહ્યા કે 97 લોકોના નામ જોડો. તેમને તો પત્ર  લખવાની જરૂર ન હોવી જોઈએ. ત્યાંના એસડીએમ પાસે પાવર હોવો જોઈતો હતો કે 97 લોકોના નામ તેઓ મતદાર યાદીમાં જોડી શકે.

આમ તો સરકાર બદલાઈ જ ન શકે...
કેજરીવાલે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં બેઠેલા લોકો કોઈનો પણ મત હટાવી દે છે અને  કોઈનો પણ જોડી દે છે. તો પછી તો સરકાર બદલાઈ જ ન શકે. હું જો મારી સરકારથી ખુશ ન હોઉ તો હું સરકાર બદલી શકું છું અને એ જ લોકશાહી છે. ચૂંટણીમાં જઈને જનતા સરકાર બદલી શકે છે. તેમણે લોકશાહીનું સત્યાનાશ કરી નાખ્યું. પંજાબની અંદર અમે ખુબ મોટી ટીમ બનાવી છે જે આ સમગ્ર પ્રોસેસ પર નજર રાખી રહી છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News