SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kangana Ranaut: કંગનાએ સોનિયા ગાંધી વિશે જે કહ્યું તે અંગત અભિપ્રાય, પક્ષનું નિવેદન નથી, ભાજપની સ્પષ્ટતા

Kangana Ranaut Controversy: સોનિયા ગાંધી પર ટીપ્પણી કર્યા પછી કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વિવાદ વધતાં ભાજપ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે કંગનાએ કહેલી વાત તેનો મત છે પક્ષ સાથે તેને કોઈ લેવાદેવા નથી.

Written By Krupa Shah
Published: Nov 15, 2026, 09:04 AM IST | Updated: Nov 15, 2026, 09:06 AM IST
Join

Kangana Ranaut Controversy: સોશિયલ મીડિયા પર સોનિયા ગાંધી માટે વિવાદાસ્પદ પોસ્ટ કર્યા પછી અભિનેત્રી કંગના રનૌતની મુસીબત વધતી જણાય છે. અત્યાર સુધી તો કંગના આ પ્રકારની ટિપ્પણીઓ બોલીવુડના કલાકારો માટે જ કરતી હતી પરંતુ પહેલી વખત તેણે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને લઈને એક મોટી વાત સોશિયલ મીડિયા પર કરી દીધી જેના કારણે હવે અભિનેત્રીની મુસીબત વધી ગઈ છે.

આ પણ વાંચો: Kangana Ranaut: સોનિયા ગાંધી વિરુદ્ધ બોલવું કંગનાને ભારે પડ્યું, શિમલામાં નોંધાઈ ફરિયાદ

થયું છે એવું કે હિમાચલ પ્રદેશ મંડી મતવિસ્તારની સાંસદ બનેલી કંગના રનૌતએ થોડા દિવસ પહેલા સોનિયા ગાંધીને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેને સોનિયા ગાંધી પર આડકતરી રીતે ગંભીર આક્ષેપ કરી દીધો હતો જેના કારણે વિવાદ વધ્યો અને કંગના સામે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. આ વિવાદની આગ ધીરે ધીરે હિમાચલ પ્રદેશ ભાજપ સુધી પહોંચવા લાગી. જેને લઈને હવે હિમાચલ પ્રદેશ ભાજપના પ્રવક્તા સંજય શર્માએ સ્પષ્ટતા કરવી પડી છે.

કંગના રનૌત એ કરેલી પોસ્ટ પછી શરૂ થયેલા વિવાદ મામલે હિમાચલ પ્રદેશ ભાજપના પ્રવક્તા સંજય શર્માએ શનિવારે જ મોટી સ્પષ્ટતા કરીને સમગ્ર વિવાદથી છેડો ફાડી લીધો હતો. સંજય શર્માએ સ્પષ્ટ કરી દીધું હતું કે કંગના રનૌત એ જે પણ પોસ્ટ કરી અને જે પણ વિચાર રજૂ કર્યા તે તેમનો અંગત અભિપ્રાય અને વિચાર છે તેની સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. કંગના એ કરેલી વાત પાર્ટીનું સત્તાવાર નિવેદન નથી અને પાર્ટી તેનું સમર્થન પણ કરતી નથી.

આ પણ વાંચો: SpaceX: સ્પેસએક્સને મળી મોટી સફળતા, અંતરિક્ષમાંથી પરત ફરેલું સ્પેસક્રાફ્ટ લોન્ચ ટાવરમાં થયું લેન્ડ, જુઓ Video

એએનઆઈ સાથે વાતચીત કરતી વખતે સંજય શર્માએ કહ્યું હતું કે કંગના રનૌત ભાજપની સાંસદ છે પણ તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે પણ લખે છે કે જે પણ કહે છે તે તેનો અંગત મત હોય છે પાર્ટીનું સત્તાવાર નિવેદન હોતું નથી. પક્ષ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે ઓનલાઇન કોઈ ટિપ્પણી કરે છે તો તે ભાજપનું નિવેદન હોતું નથી.

સંજય શર્માએ આ સ્પષ્ટતા ત્યારે કરી છે જ્યારે શિમલા પોલીસ સ્ટેશનમાં કંગના સામે અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધાય છે. અભિનેત્રી કંગના વિરુદ્ધ ફરિયાદ શિમલાના રહેવાસી અતુલ શર્મા એ નોંધાવી છે. આ ફરિયાદ 10 નવેમ્બરે કંગના રનૌત એ Instagram પર કરેલી પોસ્ટ બાદ નોંધાય છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કંગના એ સોશિયલ મીડિયા પર ગાંધી પરિવાર અને સોનિયા ગાંધી માટે જે પણ કહ્યું છે તે લોકોને ભડકાવવાનો પ્રયત્ન અને લોકોને ગુમરાહ કરવાની વાત છે .

કંગના રનૌત એ 10 નવેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે એનવિડીયામાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરી સોનિયા ગાંધીને રહસ્યમય વિદેશી નાગરિક ગણાવ્યા. સાથે જ તેણે આડકતરી રીતે એવું પણ કહ્યું કે સોનિયા ગાંધી ગાંધી પરિવારમાં આવ્યા ત્યાર પછી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધીનું રહસ્યમય રીતે મોત થઈ ગયું અને તે પોતે પક્ષ અને પરિવારમાં મુખ્ય વ્યક્તિ બની ગયા. આ પોસ્ટ પછી રાજકીય વિવાદ શરુ થયો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES