'વિરોધ પણ કરો અને થોડી ખરીદી પણ, વેપારીઓને ફાયદો થશે': રેલી પહેલાં રાહુલ ગાંધીની લોકોને ખાસ અપીલ
આજે ઈન્ડિયા ગઠબંધનની રામલીલા મેદાનમાં ગ્રાન્ડ રેલી યોજાવાની છે. રેલી પહેલા રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે લોકોને એક ખાસ અપીલ કરી છે.
દિલ્હીના રામલીલા મેદાન પર કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધનની રેલી યોજાવાની છે. રેલીને લઈને પાર્ટીએ તમામ તૈયારી કરી લીધી છે. રેલીને લઈને મોડી રાત્રે રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે લોકોને ખરીદી કરવાની અપીલ કરી છે.
રાહુલ ગાંધીએ પોતાના વીડિયોમાં રેલીને લઈને વેપારીઓનો સહયોગ કરવાની વાત કહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ રેલીમાં 10 લાખથી વધુ લોકો સામેલ થશે. આ રેલી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અને એસઆઈઆરમાં ગડબડીને લઈને છે.
થોડી ખરીદી પણ કરો
રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતા લખ્યું, નમસ્કાર- રવિવારે લાખો લોકો રામલીલા માર્ચ માટે દિલ્હી આવી રહ્યાં છે. તહેવારોની સિઝન છે. દિવાળી, છઠ અને ભાઈબીજનો સમય છે. હું ઈચ્છું છું કે લાખો લોકો બહારથી દિલ્હી આવી રહ્યાં છે, તે અહીંના વેપારીઓની મદદ કરે. પ્રોટેસ્ટ, માર્ચ, રેલી કરો, સાથે થોડી ખરીદી પણ કરો- વેપારીઓનો ફાયદો થશે.
ભાજપ ડરેલું છે
રાહુલે આગળ કહ્યુ- હું જાણું છું કે વેપારીઓને રેલી નુકસાન પહોંચાડશે નહીં. ભાજપ ડરેલું છે, તેથી અફવા ફેલાવી રહ્યું છે. પરંતુ બંને કામ કરે છે. કાલે માર્ચ થશે, રેલી થશે અને લાખો લોકો અમારા વેપારીઓની નાની-નાની દુકાનોમાંથી સામાન ખરીદશે.
આ પણ વાંચોઃ INDIA બ્લોકની મહારેલી સામે દિલ્હી પોલીસ પણ સજ્જ, 4000 થી વધુ પોલીસકર્મીઓ અને 200 CCTV
મોક પાર્લિયામેન્ટનું પણ થયું આયોજન
મહત્વનું છે કે શનિવારે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ પર મોક પાર્લિયામેન્ટનું આયોજન થયું અને એક જન મહાભિયોગ લાવવામાં આવ્યો. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાનો આદેશ પસાર કરવામાં આવ્યો.
મહત્વનું છે કે માર્ચ બપોરે 12 કલાકે મિન્ટો રોડ-કનોટ પ્લેસ ચોકથી શરૂ થશે અને રામલીલા મેદાન પહોંચશે. ત્યારબાદ રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનના નેતા રેલીને સંબોધિત કરશે. વિપક્ષી નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આવાસથી બસોમાં સવાર થઈ માર્ચના શરૂઆતી સ્થળ સુધી પહોંચે તેવી સંભાવના છે.