અગ્નિપથ યોજનામાં મોટો ફેરફાર: 75% અગ્નિવીરોને મળશે 'સેકન્ડ ટૂર ઓફ ડ્યુટી', 2 વર્ષ લંબાવાયું એક્સટેન્શન
કેન્દ્ર સરકારે અગ્નિવીરોની સેવાનો સમયગાળો ચાર વર્ષથી વધારી છ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. વધારાના બે વર્ષના કાર્યકાળને સેકેન્ડ ટૂર ઓફ ડ્યૂટી નામ આપવામાં આવ્યું છે.
સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવિરોની ચાર વર્ષનડી સેવાને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે અગ્નિવીરોની સેવાનો કુલ કાર્યકાળ 4 વર્ષથી વધી છ વર્ષ થઈ ગયો છે. આ વધારાના સમયગાળાને સેકેન્ડ ટૂર ઓફ ડ્યૂટી નામ આપવામાં આવ્યું છે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલી પ્રથમ બેચનો ચાર વર્ષનો કાર્યકાળ નવેમ્બર અને ડિસેમ્બર 2026મા પૂર્ણ થઈ રહ્યો છે. સરકાર પ્રમાણે 25 ટકા અગ્નિવીરોની કાયમી નોકરી મળી જશે અને બાકીના 75 ટકા બચેલા અગ્નિવીરોને બે વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
સીડીએસ જનરલ એનએસ રાજા સુબ્રમણિએ બુધવારે જાહેરાત કરતા કહ્યું- અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ દિવસ છે. 14 જૂન 2022ના અગ્નિવીર યોજના શરૂ કરવામાં આવી હતી. આ ચાર વર્ષમાં અમે તેમના કામનું આકલન કર્યું. પહેલા નક્કી થયું હતું કે અગ્નિવીરોમાંથી 25 ટકા સૈનિક બનશે અને 75 ટકાની સેવા સમાપ્ત થઈ જશે. પરંતુ હવે નિર્ણય થયો છે કે બાકીના 75 ટકા અગ્નિવીરોને વધુ બે વર્ષની તક આપવામાં આવશે. આ બે વર્ષ બાદ પણ બધા અગ્નિવીરોને કાયમી બનવાની તક આપવામાં આવશે.
હવે 5 ટકા અગ્નિવીરોને પણ મળશે બે વર્ષની તક
અગ્નિપથ યોજનાની વર્તમાન વ્યવસ્થા હેઠળ ચાર વર્ષની સેવા બાદ 25 ટકા અગ્નિવીરોને મેરિટના આધાર પર નિયમિત સેનામાં સામેલ કરવાના હતા. બાકી 75 ટકા અગ્નિવીરોએ શિષ્ત અને પ્રેરિત યુવાના રૂપમાં સમાજમાં પરત ફરવાનું હતું, પરંતુ કેબિનેટના નવા નિર્ણય બાદ બાકી 75 ટકા અગ્નિવીરોને બે વર્ષનો વધારાનો કાર્યકાળ આપવામાં આવશે. એટલે કે હવે તેને ચાર વર્ષ બાદ તત્કાલ સેવામાંથી બહાર થવું પડશે નહીં. તે વધુ બે વર્ષ સશસ્ત્ર દળોની સાથે જોડાઈ કામ કરી શકશે.
આ પણ વાંચોઃ શિવા શર્મા કેસ: નબીરાઓને ફસાવવાનો કિમિયો! મોડલ શ્રદ્ધા ટોળકી સાથે હુક્કાબાર જતી
છ વર્ષ બાદ નિયમિત સેનામાં ભરતી થવાનો માર્ગ
આ નિર્ણયનું સૌથી મોટું પાસું છે કે બે વર્ષનો વધારાનો કાર્યકાળ પૂરો થયા બાદ અગ્નિવીરો માટે નિયમિત સેનામાં સામેલ થવાનો માર્ગ ખુલો રહેશે. સીડીએસ જનરલ એનએસ રાજા સુબ્રમણિ પ્રમાણે જે અગ્નિવીર સશસ્ત્ર દળોમાં રહેશે, તેને વસ્તુનિષ્ઠ પસંદગી પ્રક્રિયાને આધારે નિયમિત સેનામાં સામેલ કરવામાં આવશે. તેનો મતલબ છે કે 25 ટકા અગ્નિવીરોની નિયમિત કેડરમાં જવાની વર્તમાન વ્યવસ્થાની સાથે હવે વધારાની બે વર્ષની સેવા આપનાર અગ્નિવીરોને પણ પસંદગીની તક મળશે. પરંતુ અંતિમ પસંદગી નક્કી માપદંડોના આધારે થશે.
પ્રથમ બેચના અગ્નિવીરોને લઈને તૈયારી
અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલી પ્રથમ બેચનો ચાર વર્ષનો કાર્યકાળ નવેમ્બર અને ડિસેમ્બર 2026મા સમાપ્ત થઈ રહ્યો છે. સૌથી પહેલા નૌસેનાના અગ્નિવીર 21 નવેમ્બરે પોતાની સેવાનો સમયગાળો પૂર્ણ કરશે. ત્યારબાદ વાયુસેનાની પ્રથમ બેચનો કાર્યકાળ 21 ડિસેમ્બર અને થલ સેનાનો 31 ડિસેમ્બરે પૂર્ણ થશે.