SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

આઠમાં પગાર પંચમાં જો આ 10 વર્ષવાળો નિયમ બદલાશે તો સરકારી કર્મચારીઓને બખ્ખે બખ્ખા

8th Pay Commission: સરકારી કર્મચારીઓ આઠમાં પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ભલામણો ક્યારે સરકારનો સોંપવામાં આવશે અને ક્યારે તે લાગૂ થશે તે તો આવનારો સમય જણાવશે પરંતુ તે પહેલા આ અંગે ચર્ચાઓ ઘણી થઈ રહી છે.

Written By Viral Raval
Published: Nov 12, 2026, 06:46 PM IST | Updated: Nov 12, 2026, 06:49 PM IST
Join

કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમાં પગાર પંચના લાગૂ થવાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય  કર્મચારીઓનો એક મોટો વર્ગ એવું માને છે કે સંગઠનો કે હિતધારકોએ પગાર પંચને જે સૂચનો આપેલા છે તેમાંથી મોટાભાગના સૂચનો પર અમલ કરાશે. જો કે ભલામણો ક્યારે સરકારને પહોંચશે અને લાગૂ થશે તે તો સમય જ જણાવશે. સંગઠનોની એક માંગણી એવી પણ છે કે જો તે લાગૂ થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર દર 5 વર્ષે રિવાઈઝ થાય.

યુપીમાં ચૂંટણી પહેલા ઓવૈસી-ચંદ્રશેખરની દોસ્તીથી કોને ફાયદો, કોને નુકસાન? દલિત-મુસ્લિમ સમીકરણથી બદલાશે રાજકીય ગણિત

શું છે કર્મચારીઓની માંગણી

સરકારી  કર્મચારીઓના પગાર દર 10 વર્ષે નવું પગાર પંચ આવે ત્યારબાદ ફેરફાર થતા હતા. પરંતુ  કર્મચારી સંગઠન એવું ઈચ્છે છે કે હવે તેમણે પગાર અને પેન્શમાં સંશોધન માટે 10 વર્ષ સુધી રાહ ન જોવી પડે એવું થવું જોઈએ. એના કરતા દર 5 વર્ષે પગાર અને પેન્શનની સમીક્ષા  થવી જોઈએ. કર્મચારી સંગઠનોનું એવું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી છે અને આવામાં એક દાયકા સુધી જૂના પગાર ધોરણ પર નિર્ભર રહેવાથી કર્મચારીઓની ખરીદશક્તિ પ્રભાવિત થાય છે.  આથી પગાર અને પેન્શનમાં સંશોધનનો સમયગાળો ઘટાડવાની જરૂર છે.

કોણે કોણે શું કરી છે માંગણી

પ્રણવ મુખર્જીને જોઈતી હતી PMની ખુરશી? સોનિયા ગાંધીએ આ રીતે સંભાળી હતી સ્થિતિ!

પહેલા પણ ઉઠી હતી માંગણી

તમને જણાવી દઈએ કે આ માંગણી કોઈ નવી નથી. આ અગાઉ સાતમાં પગાર પંચ સામે પણ કર્મચારી સંગઠનોએ આ માંગણી ઉઠાવી હતી. ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘે પણ પગાર સંશોધનનો સમયગાળો ઘટાડવાની માંગણી કરી હતી. હાલ દર પાંચ વર્ષમાં પગર અને પેન્શન સંશોધનની માંગણી ફક્ત કર્મચારી સંગઠનોનો પ્રસ્તાવ છે. આઠમાં પગાર પંચે હજુ તેના પર કોઈ નિર્ણય લીધો નથી. પંચની ભલામણો આવ્યા બાદ કેન્દ્ર સરકાર તેના પર વિચાર કરશે. ત્યારબાદ આ અંગે કોઈ અંતિમ નિર્ણય  લેવાઈ શકે છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES