SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

2018ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર: સુલતાનપુરની MP-MLA કોર્ટે સંભળાવ્યો મહત્વનો ફેંસલો

ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણીને લઈને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. સુલ્તાનપુરની અદાલતમાં ચાલી રહેલા કેસમાં સોમવારે તેમને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે.

Written By Gokani Dhaval
Published: Oct 26, 2026, 11:46 AM IST | Updated: Oct 26, 2026, 11:56 AM IST
Join

ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. સુલ્તાનપુરની અદાલતમાં ચાલી રહેલા કેસમાં સોમવારે તેમને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટમાં સુનાવણીને જોતા રાહુલ ગાંધી સુલ્તાનપુર પહોંચ્યા અને કોર્ટમાં હાજર રહ્યાં હતા. 2018મા ભાજપ નેતા વિજય મિશ્રની અરજી પર દાખલ મામલો પહેલા સિવિલ કોર્ટ બાદમાં એમપી-એમએલએની કોર્ટમાં આવ્યો હતો.

એમપી-એમએલએ કોર્ટના મેજિસ્ટ્રેટ શુભમ વર્માએ ચુકાદાના દિવસે રાહુલ ગાંધીને વ્યક્તિગત રૂપથી હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. ચુકાદા પહેલા તેમને વ્યક્તિગત બોન્ડ અને જામીન બોન્ડ પણ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેને જોતા રાહુલ ગાંધીએ અહીં વ્યક્તિગત બોન્ડ જમા કર્યો હતો.

શું હતો સમગ્ર કેસ

મે 2018મા કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ બેંગલુરૂમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આરોપ છે કે આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહને લઈને ટિપ્પણી કરી હતી. ટિપ્પણીને માનહાનિ કારક ગણાવતા ભાજપ નેતા અને સુલ્તાનપુરના જિલ્લા સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ વિજય મિશ્રાએ 4 ઓગસ્ટ 2018ના રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

કેસમાં અત્યાર સુધી શું-શું થયું

કોર્ટે સુનાવણી બાદ 27 નવેમ્બર 2023ના રાહુલ ગાંધીને આરોપી માનતા સમન્સ જારી કર્યું હતું. ત્યારબાદ 20 ફેબ્રુઆરી 2024ના રાહુલ ગાંધી ખુદ સુલ્તાનપુર કોર્ટમાં હાજર થયા હતા. તેમને 25-25 હજારના બે બોન્ડ પર જામીન મળી ગયા હતા. રજૂ થવા દરમિયાન રાહુલ ગાંધીએ આ આરોપોથી ઇનકાર કરતા તેને સત્તા પક્ષનું ષડયંત્ર ગણાવ્યું હતું.

વિજય મિશ્રાએ ત્રણ સાક્ષી રજૂ કર્યાં

કોર્ટમાં કેસની ટ્રાયલ દરમિયાન અરજીકર્તા તરફથી વિજય મિશ્રા, અનિલ મિશ્રા અને રામચંદ દુબે ત્રણ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીના વોઇસ સેમ્પની અરજી નકારી
ફરિયાદીએ રાહુલ ગાંધીના અવાજના નમૂના (વોઇસ સેમ્પલ) ની માગ માટે પણ અરજી દાખલ કરી હતી. તેને ટ્રાયલ કોર્ટે નકારી દીધી હતી. બાદમાં સેશન્સ કોર્ટ અને પછી અલ્હાબાદ હાઈકોર્ટે પણ ફરિયાદીના આ માંગવાળી અરજીને નકારી દીધી હતી.

 
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES