SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજ પર હુમલો: 11 ભારતીય નાવિકો ઈજાગ્રસ્ત, MEA એ કરી કડક શબ્દોમાં નિંદા

Gujarat News Live: રાજ્ય સહિત દેશ-દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.

Written By Gokani Dhaval
Published: Oct 06, 2026, 04:01 PM IST | Updated: Oct 06, 2026, 05:52 PM IST
Join

Gujarat Breaking News Live:  ગુજરાત સહિત દેશ-વિદેશના બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ તમને અહીં મળશે. તમામ સમાચારો માટે ઝી 24 કલાક સાથે જોડાયેલા રહો.

 

06 Oct 2026, 5:51 PM
વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઓમાનના કિનારા પર એક વ્યાપારિક જહાજ પર હુમલો થયો છે. તેમાં 11 ભારતીય નાવિક ઈજાગ્રસ્ત થયા છે. મંગળવારે વિદેશ મંત્રાલયે આ હુમલાની નિંદા કરી અને કહ્યું કે ઈજાગ્રસ્તોની સારવાર ોમાનના ખસાબમાં ચાલી રહી છે. ભારતે પનામાના ઝંડાવાળા જહાજ પર હુમલાની નિંદા કરતા માગ કરી છે કે આ વિસ્તારમાં સામાન્ય લોકો સાથે જોડાયેલી વસ્તુ અને નાવિકો પર હુમલા તત્કાલ બંધ કરવામાં આવે.

 

06 Oct 2026, 5:08 PM
વકીલો દ્વારા ભાડા વિધેયકનો વિરોધ

ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ભાડા વિધેયક-2026નો રાજ્યભરના વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસ્થાને સાંજે 6.30 કલાકે મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં વકીલોના પ્રતિનિધિ, કાયદા વિભાગ અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ હાજર રહેશે.
 

06 Oct 2026, 4:45 PM
ફિઝિક્સના નોબેલ પુરસ્કારની જાહેરાત

શું તમે ક્યારેય એવા કણ વિશે સાંભળ્યું છે, જે ક્ષણવારમાં તમારા શરીર, પૃથ્વી અને સંપૂર્ણ બ્રહ્માંડની પાર નીકળી જાય છે અને કોઈને ખબર પણ હોતી નથી? વિજ્ઞાનની દુનિયામાં તેને ન્યૂટ્રિનો કે ભૂતિયા કણ કહેવામાં આવે છે. વર્ષ 2026નું ફિઝિક્સ નોબેલ પુરસ્કાર આ રહસ્યમયી કણોની શોધ કરનાર પ્રસિદ્ધ વૈજ્ઞાનિક પ્રોફેસર ફાન્સિસ હાલ્જેનને આપવાની જાહેરાત કરવામાં આવી છે.

06 Oct 2026, 4:12 PM
ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ યોજી બેઠક

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. જેમાં ચૂંટણી પ્રચાર સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. શહેર ભાજપ કાર્યાલય ખાતે આ બેઠક મળી હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ ગાંધીનગર મનપામાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

06 Oct 2026, 4:07 PM
ચૂંટણી પંચ વિરુદ્ધ જારી રહેશે ઈન્ડિયા બ્લોકનું પ્રદર્શનઃ ઉમર અબ્દુલ્લા

ઈન્ડિયા બ્લોકના સાંસદોના વિરોધ પ્રદર્શન પર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યુ- છેલ્લા કેટલાક દિવસમાં યોજાયેલી ઈન્ડિયા બ્લોકની બેઠકમાં એક કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. તેની શરૂઆત સાંસદોના ચૂંટણી પંચ સુધીના માર્ચથી થઈ અને આ જારી રહેશે.

06 Oct 2026, 4:07 PM
રાહુલ ગાંધીની પ્રતિક્રિયા


રાહુલ ગાંધીએ કહ્યુ કે વિપક્ષના લોકસભા અને રાજ્યસભાના 300થી વધુ સાંસદ ચૂંટણી પંચને મળવા પહોંચ્યા છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે તેઓ દેશના કરોડો લોકોના પ્રતિનિધિ છે તો તેમને ચૂંટણી પંચ સુધી જતાં કેમ રોકવામાં આવી રહ્યાં છે. રાહુલે પોલીસની કાર્યવાહી અને રસ્તો રોકવાને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES