• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /અમિત શાહ માણસામાં કર્યા દર્શન, દિલ્હીમાં તિરંગા માર્ચ દરમિયાન 150ની અટકાયત
Live Now

અમિત શાહ માણસામાં કર્યા દર્શન, દિલ્હીમાં તિરંગા માર્ચ દરમિયાન 150ની અટકાયત

Gujarat News Live: રાજ્ય સહિત દેશ-દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.

Written ByGokani Dhaval
Published: Oct 16, 2026, 05:36 PM IST|Updated: Oct 16, 2026, 10:59 PM IST
joinshare
અમિત શાહ માણસામાં કર્યા દર્શન, દિલ્હીમાં તિરંગા માર્ચ દરમિયાન 150ની અટકાયત
16 Oct 2026 20:23 IST
share

અત્યાર સુધી 150 પ્રદર્શનકારીની અટકાયત

દિલ્હીના કનોટ પ્લેસમાં તિરંગા માર્ચને લઈને પોલીસની કાર્યવાહી યથાવત છે. સૂત્રો પ્રમાણે અત્યાર સુધી 150 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. તિરંગા માર્ચ પહેલા અભિજીત દીપકેની અટકાયત કરવામાં આવી હતી. તો મંડી હાઉસથી નેહા બોરાની પોલીસે અટકાયત કરી હતી. આ વચ્ચે SFI, DYFI, AISF અને AIYFના કાર્યકર્તાઓએ તિરંગા માર્ચ કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

16 Oct 2026 19:20 IST

અમિત શાહ માણસા પહોંચ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે માણસાની મુલાકાતે છે. અમિત શાહની સાથે ICC ચેરમેન જય શાહ પણ માણસા પહોંચ્યા છે. નવરાત્રિ પર્વ નિમિતે અમિત શાહ કુળદેવી બહુચર માતાજીની આરતી કરશે. દર વર્ષે નવરાત્રિમાં પરિવાર સાથે અમિત શાહ કુળદેવીના દર્શને આવે છે.

16 Oct 2026 18:38 IST

કનોટ પ્લેસમાંથી પ્રદર્શનકારીઓને હટાવી રહી છે દિલ્હી પોલીસ

દિલ્હીના કનોટ પ્લેસમાં પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. સ્થળ પર પહોંચેલા ડીસીપીએ પ્રદર્શનકારીઓને ત્યાંથી હટી જવાનું કહ્યું છે. 

16 Oct 2026 18:21 IST

કનોટ પ્લેસ પર એકત્ર થયા લેફ્ટ અને સીજેપીના કાર્યકર્તા

AISA અધ્યક્ષ નેહા બોરા અને સીજેપી ફાઉન્ડર અભિજીત દીપકેની અટકાયત કર્યા બાદ સીજેપી, આપ અને લેફ્ટ પાર્ટીઓના ઘણા સમર્થક કનોટ પ્લેસની પાસે સેન્ટ્રલ પાર્ક તરફથી હાથમાં તિરંગા લઈ આગળ વધી રહ્યાં છે. દિલ્હી પોલીસે ઘણા લોકોની અટકાયત કરી બસમાં ભર્યાં છે.

16 Oct 2026 17:46 IST

CJP Tiranga March Live: આમ આદમી પાર્ટીની તિરંગા માર્ચ

દિલ્હી આપ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે કહ્યુ કે, એક તિરંગા યાત્રાનું આહ્વાન કરવામાં આવ્યું છે અને અમે તૈયાર છીએ, અમારી પાસે મોટી સંખ્યામાં તિરંગા છે. આજે અમે મધ્ય દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીશું. 
 

तिरंगा ही लहराया था, तिरंगा ही लहराएगा। https://t.co/7apq6BawN2

— AAP (@AamAadmiParty) October 16, 2026

16 Oct 2026 17:41 IST

દીપકે બાદ નેહા બોરાની પણ અટકાયત

AISA અધ્યક્ષ નોહા બોરાની પણ દિલ્હી પોલીસે અટકાયત કરી છે. તેની મંડી હાઉસ પાસેથી અટકાયત કરવામાં આવી છે. નેહાએ વીડિયો જારી કરી મંડી હાઉસ આવી લોકોને માર્ચમાં સામેલ થવાનું આહ્વાન કર્યું હતું. કસ્ટડીમાં લેવા પર નેહાએ કહ્યું કે, આ હિન્દુસ્તાનને બચાવવાની લડાઈ છે, તિહાડ મોકલી દો. આ પહેલા પોલીસે દીપકેની અટકાયત કરી છે.
 

#WATCH | Delhi | Police detains workers of the AISA and Left parties protesting near Mandi House demanding the resignation of Chief Election Commissioner Gyanesh Kumar. https://t.co/nKGkawPIKc

— ANI (@ANI) October 16, 2026

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
દિવાળી વેકેશનમાં સહેલાણીઓનું પ્રિય સ્થળ બન્યું કાંકરિયા; માત્ર ત્રણ દિવસમાં 1.57 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા

દિવાળી વેકેશનમાં સહેલાણીઓનું પ્રિય સ્થળ બન્યું કાંકરિયા; માત્ર ત્રણ દિવસમાં 1.57 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા

2

પુરુષ હોય કે સ્ત્રી... શું જેલમાં વારંવાર ઉતારવામાં આવે છે કેદીઓના કપડાં?

3

2027ની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં જ્ઞાતિનું રાજકારણ ગરમાયું: અમરાપુર સંમેલનથી ભાજપ-કોંગ્રેસમાં હલચલ, કોળી સમાજમાં જ ભડકો!

4

Nvidiaના ફાઉન્ડર જેન્સન હુઆંગની લવર ખરેખર હતી ચીની જાસૂસ? શું કહી રહી છે યુએસ તપાસ એજન્સીઓ?

5

ચરોતરના 'પેરિસ' ગણાતા ધર્મજમાં માનવતા મહેકી: એકલા રહેતા વડીલો માટે આશીર્વાદરૂપ બની ગરમાગરમ ટિફિન સેવા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશના બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ તમને અહીં મળશે. તમામ સમાચારો માટે ઝી 24 કલાક સાથે જોડાયેલા રહો.