તહેવારોની મીઠાશ વચ્ચે... તમારા થાળીમાં શું ઝેર પીરસાઈ રહ્યું છે તેની તમને ખબર છે?...જે ફરસાણ-નાસ્તાને તમે તહેવારની ખુશી સાથે ખાઈ રહ્યા છો, તેના બનાવવાની અંદરની સચાઈ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે...અમદાવાદથી વડોદરા સુધી ફૂડ વિભાગના દરોડામાં એવો પર્દાફાશ થયો કે, તમે પણ ચોંકી ઉઠશો...આખરે શું રંધાઈ રહ્યું છે આ એકમોમાં?... જોઈએ આ અહેવાલ...
તહેવારો ટાણે જ જો તમે બહારનું ફરસાણ કે ફાફડા-જલેબી ખાવાના શોખીન હોવ... તો સાવધાન થઈ જજો...કારણ કે તમારા આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ થઈ રહ્યો છે. અમદાવાદથી લઈને વડોદરા સુધી ફૂડ વિભાગે દરોડા પાડીને આ ભેળસેળિયા અને અસ્વચ્છ એકમોનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદના બેરલ માર્કેટમાં આવેલા AN ગૃહ ઉદ્યોગ'માં જ્યારે ફૂડ વિભાગની ટીમ ત્રાટકી, ત્યારે અધિકારીઓ પણ દંગ રહી ગયા...ફરસાણ બનાવતા આ એકમમાં હાઇજીનની ભારે કમી જોવા મળી.
અમદાવાદના બેરલ માર્કેટમાં ગૃહ ઉદ્યોગમાં ફૂડ વિભાગના દરોડા; પુરીમાં સિન્થેટિક કલરના ઉપયોગનો થતો હોવાનો ખુલાસો #Gujarat #BreakingNews #News #Ahmedabad https://t.co/KRmzmNWvOs
— Zee 24 Kalak (@Zee24Kalak) October 16, 2026