• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુરતમાં 21 વીઘા જમીન હડપવાનું હાઇપ્રોફાઇલ કૌભાંડ: નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત 3ની ધરપકડ

સુરતમાં 21 વીઘા જમીન હડપવાનું હાઇપ્રોફાઇલ કૌભાંડ: નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત 3ની ધરપકડ

હવે વાત એક એવા હાઈપ્રોફાઈલ જમીન કૌભાંડની, જેના માસ્ટરમાઈન્ડના નામ જાણીને ખુદ સુરત પોલીસ બેડું પણ સ્તબ્ધ થઈ ગયું છે...કાયદાના રક્ષકો જ જ્યારે જમીન હડપ કરવા માટેના ગંદા ખેલના સૂત્રધાર બને ત્યારે સામાન્ય જનતા ક્યાં જાય? સુરતમાં કરોડોની જમીન આંચકી લેવા માટે એક આખું ગુનાહિત કાવતરું ઘડાયું...આખરે કોણ છે આ કૌભાંડ પાછળના અસલી ગુનેગારો?

Written ByGokani Dhaval
Published: Oct 16, 2026, 07:13 PM IST|Updated: Oct 16, 2026, 07:19 PM IST
joinshare
સુરતમાં 21 વીઘા જમીન હડપવાનું હાઇપ્રોફાઇલ કૌભાંડ: નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત 3ની ધરપકડ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
iPhone Duoની પ્રિ-બુકિંગ શરૂ, 4.5 લાખ રૂપિયા છે ટોપ મોડલનો ભાવ, હાલ બુકિંગ પર મળી રહ્યો છે આ ડિસ્કાઉન્ટનો લાભ

iPhone Duoની પ્રિ-બુકિંગ શરૂ, 4.5 લાખ રૂપિયા છે ટોપ મોડલનો ભાવ, હાલ બુકિંગ પર મળી રહ્યો છે આ ડિસ્કાઉન્ટનો લાભ

2

સુરતમાં 21 વીઘા જમીન હડપવાનું હાઇપ્રોફાઇલ કૌભાંડ: નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત 3ની ધરપકડ

3

તહેવારોની મીઠાશમાં 'ઝેર'! અમદાવાદથી વડોદરા સુધી ફૂડ વિભાગના દરોડા, અસ્વચ્છતા અને ભેળસેળનો પર્દાફાશ

4

તમે પણ કરો છો આ ભૂલ? શું તમારે ઓટો-કટ પછી ભરવું જોઈએ પેટ્રોલ ? જાણો સાચી રીત

5

સુરતમાં ખોડલધામના નામે બે-બે મોટા પ્રોજેક્ટ: અંત્રોલી પછી હવે વેલંજામાં 150 વીઘામાં 'અન્નપૂર્ણા ખોડલધામ'ની જાહેરાતથી પાટીદાર સમાજમાં નવી ચર્ચા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ખરવાસા ગામમાં આવેલી આશરે 21 વીઘા જેટલી કિંમતી વડીલોપાર્જિત જમીનને ગેરકાયદેસર રીતે હડપ કરી લેવાના મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે. ફરિયાદી ગિરીશકુમાર સોલંકીના નાના ગણપતસિંહ ગોહિલની કરોડોની આ જમીનમાં તેમની માતા અને માસી કાયદેસરના હકદાર હતા...પણ પ્રોપર્ટીના આ મોટા ખેલમાં વર્ષો પહેલાંથી જ એક ગંદી રમત શરૂ થઈ ચૂકી હતી...પરિવારની જાણ બહાર જ તલાટી સમક્ષ રજૂ કરાયેલી અરજી, પેઢીનામું અને વહેંચણી કરારમાં બંને મહિલાઓની બોગસ સહીઓ કરી દેવામાં આવી...પ્લાન એકદમ પાકો હતો કે અસલી વારસદારોનો હક જ કાગળ પરથી મિટાવી દેવો!

વૈજ્ઞાનિક તપાસમાં સાબિત થઈ ગયું કે સહીઓ તદ્દન બોગસ

કૌભાંડીઓ એટલા શાતિર હતા કે સહીઓ અસલી હોવાનો દાવો ઠોકતા રહ્યા...મામલો જ્યારે ગંભીર બન્યો ત્યારે તપાસમાં એન્ટ્રી થઈ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSLની! FSLના હસ્તાક્ષર તપાસના એક જ અહેવાલે કૌભાંડીઓના જૂઠના કિલ્લાને ધ્વસ્ત કરી દીધો...વૈજ્ઞાનિક તપાસમાં સાબિત થઈ ગયું કે સહીઓ તદ્દન બોગસ છે. બસ, આ જ રિપોર્ટના આધારે સચિન પોલીસે ગુનો નોંધી તપાસ ઇકો સેલને સોંપી અને ઇકો સેલે એવો સપાટો બોલાવ્યો કે કૌભાંડના અસલી ચહેરા બેનકાબ થઈ ગયા! આ કાળી રમત રમનારા સગા ભાઈઓ વિક્રમસિંહ ધૂમ અને સુરેન્દ્રસિંહ ધૂમ નીકળ્યા, જેઓ સુરત પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ કર્મચારી અને ASI છે! કાયદાની રખેવાળી કરનારા જ કરોડોની જમીન પચાવવાના કેસમાં સીધા લોકઅપ ભેગા થઈ ગયા.

આ પણ વાંચોઃ નરેશ પટેલના આયોજન વચ્ચે સુરત ઉદ્યોગપતિઓની નવી પહેલ: પાટીદાર સમાજમાં એકતા કે નેતૃત્વની ખેંચતાણ?

ત્રણ લોકો જેલના સળિયા પાછળ

ઈકો સેલે નિવૃત્ત ખાખીધારીઓ સહિત ત્રણને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે...પરંતુ તપાસ અહીં જ નથી અટકતી...જમીનના આ કરોડોના ખેલમાં તે સમયના તલાટી કમ મંત્રીની ભૂમિકા શું હતી અને કયા મોટા માથાઓ સુધી કૌભાંડના તાર જોડાયેલા છે, તેની કુંડળી પણ ઈકો સેલ ખોલી રહી છે.

પરંતુ આ હાઈપ્રોફાઈલ કૌભાંડ ગુજરાતના દરેક જમીન માલિક માટે લાલબત્તી સમાન છે...તમારી વડીલોપાર્જિત મિલકતોના રેવન્યુ રેકોર્ડ અને સાત બારના ઉતારા સમયાંતરે ચેક કરતા રહો...કારણ કે કાયદો જાણનારા જ જ્યારે ખાખીનો રોફ બતાવીને તમારી મિલકત પર નજર નાખે, ત્યારે સહેજ પણ બેદરકારી તમને બરબાદ કરી શકે છે.

21 વીઘા જમીન પર કબજાનું કાવતરું
બનાવટી સહીઓથી જમીન પચાવવાનો ખેલ
FSL રિપોર્ટમાં સહીઓ બોગસ હોવાનો ખુલાસો!
નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત 3ની ધરપકડ
વડીલોપાર્જિત જમીનના વિવાદમાં મોટો વળાંક

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News