SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને પણ મળશે સ્ટાઇપેન્ડ ,લલિત કગથરા 2027ની ચૂંટણી નહીં લડે

Gujarat Breaking News Live: 05 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં શું થઈ રહ્યું છે તેમજ દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...

Written By Dilip Chaudhary
Published: Oct 05, 2026, 03:04 PM IST | Updated: Oct 05, 2026, 05:17 PM IST
Join

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...
 

05 Oct 2026, 5:14 PM
Gujarat News Live: રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને પણ મળશે સ્ટાઇપેન્ડ

રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હવે વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને પણ સ્ટાઇપેન્ડ મળશે. તેમને સામાન્ય ઇન્ટર્ન ડોક્ટરો સમકક્ષ દર મહિને 21,840 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે. સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે. રાજ્યના આશરે 350 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. તો નેશનલ મેડિકલ કમિશનના નિયમો મુજબ ભારતમાં એક વર્ષની ઇન્ટર્નશીપ ફરજિયાત કરાઈ છે.

05 Oct 2026, 4:10 PM
Gujarat News Live: લલિત કગથરા 2027ની ચૂંટણી નહીં લડે

મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ અને માજી ધારાસભ્યએ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. લલિત કગથરા કહ્યું છે કે, વર્ષ 2027માં હું ચૂંટણી લડવાનો નથી. કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં જાહેરાત કરી હતી.

05 Oct 2026, 3:06 PM
Gujarat News Live: મહેસૂલ કર્મચારીઓ માસ CL પર જતા અરજદારોને હાલાકી

રાજકોટ સહિત રાજ્યમાં મહેસૂલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ માસ CL પર ઉતર્યા છે, તો જમીન દફતરના કર્મચારીઓએ પણ હડતાળ પર હોવાથી અરજદારોના કામ ટલ્લે ચડ્યા છે. કર્મચારીઓની હડતાળથી અરજદારોને આવકના દાખલા, 7-12 અને 8-અના દાખલા અને સિટી સર્વેને લગતા ડોક્યુમેન્ટ કઢાવવામાં હાલાકી પડી રહી છે. મહેસૂલ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને આજે માસ CL પર જતા અરજદારો હેરાન પરેશાન થયા છે.

05 Oct 2026, 3:05 PM
Gujarat News Live: વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં

વિધાનસભા ચૂંટણી 2027ને લઈને ભાજપ એક્શન મોડમાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી તરુણ ચુગની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં બંને સહ પ્રભારી તેમજ પ્રદેશ ટીમના સભ્યો પણ હાજર છે. આગામી દિવસોના ભાજપના સંગઠનાત્મક કાર્યક્રમો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES