)
અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આજે અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. શહેરના ઘાટલોડિયા અને નારણપુરા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. વરસાદી છાંટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અચાનક બદલાયેલા વાતાવરણને કારણે નાગરિકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી.
ગાંધીનગરના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ખાસ કરીને ગાંધીનગરના શહેરી વિસ્તારમાં હવામાનમાં પલટો આવ્યો છે. બપોર સુધી તડકા બાદ આકાશમાં વાદળો છવાયાં છે. અચાનક હવામાન બદલાતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હાલ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જામનગર શહેરમાં નોનવેજ ફૂડ આરોગ્યા બાદ ફૂડ પોઇઝનિંગ ઘટના સામે આવી છે. શાવરમા અને ફાઈડ રાઈસનો સ્વાદ લોકોને ભારે પડ્યો છે. શહેરમાં આવેલી એક નોનવેજ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ 7 લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. શહેરની પાંચ હાટડીમાં ચિકન રોલ આરોગ્યા બાદ ગ્રાહકોની તબિયત લથડી હતી. જે બાદ તેમને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે ફૂડ વિભાગ દ્વારા સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી છે.
આગામી સમયમાં 5 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ સોશિયલ મીડિયા પ્રભારીની નિમણૂક કરી છે. જેમાં ખાસ વાત એ છે કે ગુજરાતી નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પંકજ શુકલા અને કવન મહેતાને મીડિયા પ્રભારીની જવાબદારી સોંપાઈ છે. તો ઉત્તરાખંડ વિધાનસભા માટે સોશિયલ મીડિયા પ્રભારીની જવાબદારી મનન દાણીને સોંપવામાં આવી છે. આ ઉપરાંત પંજાબ, ગોવા અને મણિપુરમાં પણ સોશિયલ મીડિયા પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...