• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું મોટું નિવેદન, પૂર્વ DyCM નીતિન પટેલની વોટચોરી મુદ્દે કોંગ્રેસને ચેલેન્જ
Live Now

Gujarat News Live: ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું મોટું નિવેદન, પૂર્વ DyCM નીતિન પટેલની વોટચોરી મુદ્દે કોંગ્રેસને ચેલેન્જ

Gujarat Breaking News Live: 26મી ઓક્ટોબરના રોજ પંચાંગ મુજબ આસો સુદ પૂનમનો દિવસ છે. આજે ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByViral Raval
Published: Oct 26, 2026, 08:45 AM IST|Updated: Oct 26, 2026, 10:55 AM IST
joinshare
Gujarat News Live: ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું મોટું નિવેદન, પૂર્વ DyCM નીતિન પટેલની વોટચોરી મુદ્દે કોંગ્રેસને ચેલેન્જ
26 Oct 2026 10:54 IST (IST)
share

Gujarat News Live: ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું વહેલી ચૂંટણી અંગે મોટું નિવેદન

ભાજપ ગુજરાત પ્રભારી તરુણ ચુગે વહેલી ચૂંટણી થવા મામલે પ્રતિક્રિયા આપી છે. વધુ કઈ ન બોલતા તેમણે કહ્યું કે ચૂંટણી તેના સમયે જ થશે. ભાજપ પ્રભારીએ વિધાનસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. ચૂંટણી સમયસર જ થશે અને ત્યારે ભાજપ ચૂંટણીમાં ઉતરશે એમ જણાવ્યું. અગાઉ કરતા વધુ સીટો આ વખતે ભાજપ જીતશે એવો દાવો પણ કર્યો. 

26 Oct 2026 10:41 IST (IST)

Gujarat News Live: બોટાદઃ ઢસા PGVCLની ધોર બેદરકારીનો વીડિયો વાયરલ

જલાલપુર ગામમાં વગર વીજ મીટરે ગ્રાહકને આવ્યું લાઈટ બિલ. બંને ગ્રાહકોને આવ્યું 818-818 રૂપિયાનું લાઈટ બિલ આવ્યું. શૈલેષ ડોડિયા અને ગોબરભાઈ સોલંકીને આવ્યું લાઈટ બિલ. ગ્રાહકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. બંને વ્યક્તિઓએ નવા વીજ કનેકશનની કરી હતી અરજી. 

26 Oct 2026 10:38 IST (IST)

Gujarat News Live: અમરેલીના ખાંભાના મોટા સરાકડીયા ગામે દીપડાએ કર્યો ખેડૂત પર હુમલો

અમરેલી: ખાંભાના મોટા સરાકડીયા ગામે ખેડૂત પર દીપડાનો હુમલો. મોટા સરાકડીયા ગામના ખેડૂત વાડીએ સૂતા હતાને મોડી રાત્રે દિપડાનો હુમલો. ઇજાગસ્ત ખેડૂત બાલાભાઈ ભુવાને માથાના ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થ ખાંભા બાદ અમરેલી ખસેડાયા. અમરેલી જિલ્લામાં સિંહ દીપડાના માનવ પર હુમલાના બનાવથી લોકોમાં ફફડાટ. ઘટનાની જાણ થતા ખાંભા વન વિભાગ સ્ટાફ ખાંભા હોસ્પિટલે પહોંચ્યો હતો. વન વિભાગ દ્વારા હુમલાખોર દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવશે.

26 Oct 2026 09:55 IST (IST)

Gujarat News Live: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વોટચોરી મુદ્દે કોંગ્રેસને ખુલ્લી ચેલેન્જ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વોટચોરી મુદ્દે કોંગ્રેસને ખુલ્લી ચેલેન્જ. જાહેરમાં કોઈપણ નેતા સાથે ડિબેટ કરવા આપી ચેલેન્જ. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ છેલ્લા 25 વર્ષથી આક્ષેપો કરવા ટેવાયેલા છે. કોંગ્રેસના ભાગે આક્ષેપો કરવાનું જ બચ્યું છે. અમિત ચાવડા કે કોંગ્રેસના કોઈપણ નેતા સાથે આ વિષય પર જાહેરમાં ચર્ચા કરવા અને ડિબેટ કરવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તૈયાર. 

26 Oct 2026 09:43 IST (IST)

Gujarat News Live: અમદાવાદમાં પ્રહલાદનગર જંકશનના ફ્લાયઓવર માટે હજુ રાહ જોવી પડશે, દિવાળી પહેલા શરૂ થાય તેવી શક્યતા નથી

પ્રહલાદનગર જંક્શનના ફ્લાયઓવરની રાહ હજી જોવી પડશે. પીલરની નીચે પસાર થતી ટ્રંકલાઇન જ્યાં સુધી નહીં ખસેડવામાં આવે ત્યાં સુધી બ્રિજ શરૂ નહીં થાય. એલિવેટેડ કોરિડોરના પિલર નંબર 27 પાસે પાણીની લાઈન નડતરરૂપ. પાણીની લાઈન શિફ્ટ ન થાય ત્યાં સુધી ફ્લાયઓવર શરૂ કરવો મુશ્કેલ. ભવિષ્યમાં જો પાણીની લાઈનમાં ભંગાણ થાય તો પીલર બેસી જવાની ભીતિ. દિવાળી પહેલાં ફ્લાયઓવર શરૂ કરવાની શક્યતા નથી.  પાણીની લાઈન ખસેડવા NHAI દ્વારા ફ્લાયઓવર ન ખોલવાની સલાહ. પાણીની લાઈન બદલવા 900 મીમી વ્યાસની નવી પાઈપ નાખવામાં આવશે. પાઈપલાઈન શિફ્ટિંગ બાદ જ ફ્લાયઓવર શરૂ કરવાની કામગીરી આગળ વધશે

26 Oct 2026 09:14 IST (IST)

Gujarat News Live: વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનો સરકારને પત્ર, કાળી ચૌદસના દિવસે અનાજ-પાણીનો બગાડ અટકાવો

રાજકોટ: વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનો સરકારને પત્ર. કાળી ચૌદસના દિવસે અનાજ અને પાણીનો બગાડ અટકાવો. રાજ્યમાં ખાદ્ય અનાજનો બગાડ અટકાવવા પરિપત્ર કરવા માંગ. સરકાર કાળી ચૌદસના ચોકમાં થતા કુંડાળા અને કુંડાળામાં મુકવામાં આવતા અનાજનો બગાડ અટકાવે તેવી માંગ. સરકારો કચેરીઓ દ્વારા વાહનો રાખી ખાદ્ય અનાજ બગાડ અટકાવવા કરી માંગ. આજે વિજ્ઞાન જાથા દ્વારા મોરબીમાં જાગૃતિના ભાગરૂપે ધારાસભ્યના કાર્યાલય થી પેમ્પ્લેટ વિતરણ કરશે..
 

26 Oct 2026 08:50 IST (IST)

Gujarat News Live: ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ આજે ગુજરાત પ્રવાસે

આજે ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ ગુજરાત પ્રવાસે છે. સવારે અમદાવાદ મોટેરા ખાતે કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શન તથા પૂજન કરશે. સવારે અમદાવાદ કોટેશ્વર મંદિર દર્શન અને ગાંધીનગર ની પહેલી બેઠક બાદ તરુણ ચુગ અમદાવાદમાં નોંધાવશે વિરોધ. પીએમ મોદીના પિતા વિશેની ટિપ્પણી સામે ભાજપ પાલડી કોંગ્રેસ ભવન ખાતે વિરોધ કરશે. મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી સામે ભાજપ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવશે. ભાજપ પ્રદેશ પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ સાથે કાર્યકરો નોંધાવશે વિરોધ. વિરોધ બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને મંત્રીઓ સાથે બેઠક થશે. બાદમાં સાંજે ગાંધીનગર કોબા ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકોમાં ઉપસ્થિતિ રહેશે. 
 

26 Oct 2026 08:47 IST (IST)

Gujarat News Live: રાજકોટના જળસંકટ પર મોટા સમાચાર, નર્મદાના નીરને મળી સરકારની લીલી ઝંડી

રાજકોટના જળસંકટને લઈને મોટા સમાચાર. સરકારે નર્મદાના નીર આપવા આપી લીલી ઝંડી. આજે સમયપત્રક જાહેર કરી દેવામાં આવશે. પ્રથમ તબક્કામાં જાન્યુઆરી સુધી ચાલે એટલો પાણીનો જથ્થો આપવામાં આવશે. જુલાઈ સુધીનું પાણી આપવા સરકારની ખાત્રી. બે થી ત્રણ દિવસમાં આજી 1, ન્યારી 1 અને ભાદર ડેમમાં સૌની યોજનાથી નર્મદા નીર થી કરશે છલોછલ. રાજકોટમાં હાલ આજી-1 ડેમમાં 28 ટકા જળજથ્થો છે અને 29 ફૂટે છલકાતા આજીની સપાટી 18.19 ફૂટે છે. ન્યારી 1 ડેમમાં 27 ટકા પાણીનો જથ્થો છે. 25 ફૂટે છલકાતા ન્યારીની જળા સપાટી 14.21 ફૂટ ભરેલી છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતો ભાદર-1 ડેમ કે જે 34 ફૂટે છલકાય છે. તેની આજની સ્થિતિએ સપાટી 15.80 ફૂટ છે અને ડેમમાં 17.91 ટકા જ જથ્થો ઉપલબ્ધ છે. આમ આજી અને ન્યારી બન્ને ડેમમાં હજુ રાજકોટને 15 દિવસ ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે.
 

26 Oct 2026 08:46 IST (IST)

Gujarat News Live: રાજકોટમાં કિંમતી મિલકત પચાવી પાડવાનાનો ષડયંત્રનો પર્દાફાશ

રાજકોટમાં કિંમતી મિલકત પચાવી પડવાનું ષડયંત્ર સામે આવ્યું. કેનેડામાં રહેતા યુવકની જમીન પર નકલી વ્યક્તિ ઉભી કરી દસ્તાવેજ બનાવી લીધો. EOW દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીના CCTV વિડીયો ફૂટેજ તપાસતા કૌભાંડનો પર્દાફાશ થયો. જયરાજ પ્લોટમાં આવેલા કરોડોના કિંમતના પ્લોટના બોગસ દસ્તાવેજ મામલે નોંધાઈ ફરિયાદ. હેમાબેન દેવજી સાકરિયાએ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ, જયરાજસિંહ વિજયસિંહ જાડેજા, રાહુલ મુકેશ ચાવડા, દીપ ગોરધન પરસાણીયા અને અજાણ્યો વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ. 2023માં કેનેડા ગયેલા વિશાલ સાકરીયા રાજકોટ આવ્યા નથી છતાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી થઈ ગઈ. ફેબ્રુઆરી 2026માં બહેન હેમાબેન પ્લોટ જોવા જતા બાંધકામ ચાલુ જોઈ ચોંકી ગયા. સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતા ઉત્તમસિંહ રાઠોડ અને જયરાજસિંહ જાડેજાના નામે દસ્તાવેજ થયો હોવાનું સામે આવ્યું હતું. હેમાબેન સાકરીયાની અરજીની તપાસ EWO દ્વારા કરવામાં આવતા થયો મોટો ખુલાસો.

26 Oct 2026 08:46 IST (IST)

Gujarat News Live: દેવગઢ બારીઆના દશેરાના મેળામાં યુવકોનો જોખમી સ્ટંટ

દેવગઢ બારીઆના દશેરાના મેળામાં મનોરંજનના સાધનોમાં યુવકો સ્ટંટ કરતા જોવા મળ્યા. દેવગઢ બારીયા નગરના જેલબાગમાં દશેરાનો મેળો લાગ્યો છે. જે આઠ દિવસ સુધી ચાલે છે. 
આ રાઈડસમાં કેટલાક યુવકો જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા. ચાલુ રાઈડસમાં જોખમી સ્ટંટ કરતા યુવકોને જોતા અન્ય લોકોમાં ભયનો માહોલ. ડ્રેગન ટ્રેન અને મિક્સર રાઈડસની મંજૂરી ન હોવા છતાં પણ ચાલતી હોવાનું સામે આવ્યું. કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ તે સવાલ ઊભો થયો. જવાબદાર લોકો સામે કાર્યવાહીની માંગ.

26 Oct 2026 08:46 IST (IST)

Gujarat News Live: સુરતની લાજપોર જેલમાં આરોપીએ જીવન ટૂંકાવ્યું

સુરત લાજપોર જેલમાં આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આરોપીએ જેલ કસ્ટડીમાં આપઘાત કરી લેતા ચકચાર મચી. આરોપીના આપઘાતનું કારણ અકબંધ. સચિન પોલીસ લાજપોર જેલ પહોંચી. સચિન પોલીસે આરોપીના મૃતદેહ પીએમ અર્થ સિવિલ હોસ્પિટલ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મેચ ફિક્સિંગથી જીત્યું પાકિસ્તાન? શાદાબ ખાનની વિકેટ પર બબાલ, જાણો શું છે ઘટના

મેચ ફિક્સિંગથી જીત્યું પાકિસ્તાન? શાદાબ ખાનની વિકેટ પર બબાલ, જાણો શું છે ઘટના

2

સર્બિયામાં વિદ્યાર્થી આંદોલને બદલી સત્તા: 14 વર્ષ બાદ એલેક્ઝેન્ડર વુચિચ ચૂંટણી હાર્યા, બે વર્ષથી ચાલી રહ્યો હતો વિરોધ

3

ખડગેના PM મોદીના પિતા પરના નિવેદનથી રાજકીય ભૂકંપ, BJP ગુજરાતમાં સતત 3 દિવસ કોંગ્રેસ સામે કરશે વિરોધ પ્રદર્શન

4

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: હવે કાઉન્ટર ટિકિટ પર પણ માત્ર 45 પૈસામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવચ

5

રાજકોટના જળસંકટને લઈને મોટા સમાચાર, સરકારે નર્મદાના નીર આપવા આપી દીધી લીલી ઝંડી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...