• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: સુરત ટેક્સટાઈલ માર્કેટનો વીજળી બચાવવા માટે મોટો નિર્ણય, સોનગઢમાં હિન્દુ યુવકના ઘરે પોલીસની હાજરીમાં પથ્થરમારાનો દાવો
Live Now

Gujarat News Live: સુરત ટેક્સટાઈલ માર્કેટનો વીજળી બચાવવા માટે મોટો નિર્ણય, સોનગઢમાં હિન્દુ યુવકના ઘરે પોલીસની હાજરીમાં પથ્થરમારાનો દાવો

Gujarat Breaking News Live: 21 ઓક્ટોબરના રોજ આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાવવાની છે જેમાં મહત્વના નિર્ણયો લેવાઈ શકે તેમ છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByViral Raval
Published: Oct 21, 2026, 08:46 AM IST|Updated: Oct 21, 2026, 09:33 AM IST
joinshare
Gujarat News Live: સુરત ટેક્સટાઈલ માર્કેટનો વીજળી બચાવવા માટે મોટો નિર્ણય, સોનગઢમાં હિન્દુ યુવકના ઘરે પોલીસની હાજરીમાં પથ્થરમારાનો દાવો
Image Credit: AI Generated Image
21 Oct 2026 09:33 IST (IST)
share

Gujarat News Live: સુરત ટેક્સટાઈલ માર્કેટનો વીજળી બચાવવા માટે મોટો નિર્ણય

સુરત ટેક્સટાઇલ માર્કેટ દ્વારા વીજ બચાવવા મહત્વનો નિર્ણય લેવાયો. એસટીએમના 50% હિસ્સામાં રોશની ટાળી વેપારીઓ ઉદ્યોગ જગતની વહારે આવ્યા. 15ને બદલે ફક્ત પાંચ દિવસ જ લાઇટિંગ. વીજ બચત માટે વેપારીઓની પહેલ. વીજળીની બચતથી ઉદ્યોગોને મળશે મોટી રાહત. 

21 Oct 2026 09:24 IST (IST)

Gujarat News Live: સોનગઢમાં હિન્દુ યુવકના ઘર પર પોલીસની હાજરીમાં પથ્થરમારાનો દાવો

તાપીના સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ જોવા મળ્યો. નવરાત્રી મહોત્સવની પોસ્ટ બાદ મામલો ઉગ્ર બન્યો. હિન્દુ યુવકના ઘર પર પોલીસની હાજરીમાં પથ્થરમારો થયાનો હિન્દુ સંગઠનનો દાવો. આરોપીઓ સામે કડક કાર્યવાહીની હિન્દુ સંગઠનોની માંગ. આરોપીઓને આજે ન પકડવામાં આવે તો સોનગઢ બંધ રાખવાની હિન્દુ સંગઠન દ્વારા ચીમકી. પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. સોનગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ સતર્ક. હાલ પોલીસ ધ્વારા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી પકડી પાડવાની તજવીજ ચાલુ છે. નિઝર ઝોનના dysp એ લોકોને ખોટી અફવાઓ થી દૂર રહેવા કરી અપીલ.

21 Oct 2026 09:21 IST (IST)

Gujarat News Live: સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ માટે 1952ની ઈમારત પર ફરશે બુલડોઝર

સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ માટે 1952ની ઇમારત પર બુલડોઝર ફરશે. ડિસેમ્બરમાં 74 વર્ષ જૂનું બીલ્ડિંગ તોડી કોનકોર્સ એરિયા બનાવાશે. પ્લેટફોર્મ નંબર 1 બંધ કરી ટ્રેનો ઉધના, ભેસ્તાન, ઉત્રાણ ડાયવર્ટ કરાશે. ARO, RPF સહિતની કચેરીઓ પૂર્વ તરફના નવા બિલ્ડિંગમાં જશે. સુરતથી પસાર થતી રોજિંદી 150થી વધુ ટ્રેનોના સંચાલનમાં ફેરફાર થશે. મુસાફરોએ આગામી છ મહિના સુધી અવરજવરની હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
 

21 Oct 2026 09:19 IST (IST)

Gujarat News Live: સુરતના જહાંગીરપુરામાં કેમિકલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો

સુરતના જહાંગીરપુરામાં જ્વલનશીલ કેમિકલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ. હાઈવે પર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરમાંથી પાઈપ વડે કેમિકલ ચોરીનું કૌભાંડ. જહાંગીરપુરા પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા. બે ટેન્કરમાંથી કેમિકલ કાઢી કેરબામાં ભરી સસ્તા ભાવે ખરીદી મોંઘા ભાવે વેચવાનું કાવતરું. સ્ટાયરીન મોનોમર અને મિથાઈલ આઈસોબ્યુટાઈલ કિટોન જેવા કેમિકલની ચોરીનો ખુલાસો. કુલ 1.20 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. કેમિકલ ભરેલા બે ટેન્કર, ટેમ્પો, બે ટુ-વ્હીલર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત. સાયણ-હજીરા હાઈવે પર આશારામજીનગર નજીક ઈંટના ભઠ્ઠાના કમ્પાઉન્ડમાં ચાલતું હતું ચોરીનું કાવતરું ત્રણ આરોપીઓ ઝડપાયા, જ્યારે ટેન્કરના બે ચાલક અને ત્રિકમ ખટીક સહિત ત્રણની શોધખોળ ચાલુ. જહાંગીરપુરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
 

21 Oct 2026 08:49 IST (IST)

Gujarat News Live: આજે CM ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યમાં ઉદભવેલી વીજ સકંટની સ્થિતિ તેમજ ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ પર ચર્ચા થશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 

21 Oct 2026 08:48 IST (IST)

World News Live: અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાનુ ષડયંત્ર

ઇલિનોઇસના શ્રી વેંકટેશ્વર સ્વામી (બાલાજી) મંદિરમાં સામૂહિક ગોળીબારના કથિત કાવતરાની ફેડરલ હે્ટ ક્રાઇમ તરીકે તપાસ કરવા 100થી વધુ યુએસ કોંગ્રેસના સભ્યોએ એફબીઆઈ સમક્ષ માંગ કરી છે. અત્રે જણાવવાનું કે 19 વર્ષીય એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસે 11 ઓક્ટોબરે મંદિર પર ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાઇફલ બગડી જતાં તે નાસી ગયો હતો અને તે જ દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ અને અન્ય 104 કાયદા ઘડનારાઓએ એફબીઆઈ ડાયરેક્ટર કાશ પટેલને પત્ર લખીને આ મામલાની વ્યાપક તપાસની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે ધાર્મિક સ્થળ પર નફરત અને સામૂહિક હિંસાની આ તૈયારી માટે ગંભીર અને વ્યાપક ફેડરલ તપાસ જરૂરી છે. સાંસદોએ એફબીઆઈ પાસે હે્ટ ક્રાઇમ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટના સિવિલ રાઇટ્સ ડિવિઝન સાથેના સંકલન અંગે 29 ઓક્ટોબર સુધીમાં લેખિત જવાબ માંગ્યો છે. અહેવાલો અનુસાર તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા પર દક્ષિણ એશિયન સમુદાય વિરુદ્ધના નિવેદનો અને નફરતપૂર્ણ પોસ્ટમાં મોટો વધારો થયો છે. સાંસદોએ તાજેતરના કેટલાક સરકારી વિભાગોના વિવાદાસ્પદ સંદેશાઓ સામે પણ ચિંતા વ્યક્ત કરી છે જે નફરતને પ્રોત્સાહન આપી શકે છે.
 

21 Oct 2026 08:48 IST (IST)

Gujarat News Live: સુરતમાં ગોડાદરા પોલીસની તપાસમાં આશરે 20 દિવસ પહેલાંની ચોરીનો ભેદ ઉકેલાયો

સુરતના ગોડાદરામાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી ખિસ્સામાંથી પૈસા ચોરતી ટોળકી ઝડપાઈ. ગોડાદરા પોલીસને મળી મોટી સફળતા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. રિક્ષામાં પેસેન્જરને બેસાડી આગળ-પાછળ ખસેડવાના બહાને ચોરી કરવામાં આવતી હતી. પેસેન્જરના ખિસ્સામાંથી 7,000ની ચોરી કર્યાનો આરોપ. સુફિયાન ઉર્ફે બાપુ અને અઝહર ઉર્ફે બાવાની ધરપકડ કરાઈ. ચોરીમાં વપરાયેલી રિક્ષા સહિત કુલ 1.07 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. મુખ્ય આરોપી સુફિયાન સામે અગાઉના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસનું નિવેદન.
 

21 Oct 2026 08:47 IST (IST)

Gujarat News Live: અંબાજી પંથકમાં અસામાજિક તત્વોનો ત્રાસ, રાવણ દહન દરમિયાન પથ્થરમારાની ઘટના

અંબાજી પંથકમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રાવણ દહન કાર્યક્રમ દરમિયાન પથ્થર મારાની ઘટના ઘટી. પથ્થર મારાની આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં મચી ચકચાર છે. ત્રણથી ચાર લોકોને ઈજા પહોંચી. ઈજા ગ્રસ્તોને અંબાજીની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા. અંબાજી પંથકમાં પારાવાર બનતી આવી અસામાજિક તત્વોની લુખી દાદાગીરીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. બે જૂથો વચ્ચે ઉશ્કેરણી બાદ પથ્થરમારો થયા હોવાની ચર્ચા. છુટા હાથને મારામારી અને પથ્થર મારાના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ થયા છે. આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ટાઈગર શ્રોફ નહીં, અસલી ટાર્ગેટ સલમાન ખાન હતો: ઘરની રેકી કરી, પછી બદલ્યો પ્લાન

ટાઈગર શ્રોફ નહીં, અસલી ટાર્ગેટ સલમાન ખાન હતો: ઘરની રેકી કરી, પછી બદલ્યો પ્લાન

2

Deepika Padukone: પહેલા દુઆ હવે દેવી... દીપિકા-રણવીર એ દેખાડ્યો નાની દીકરીનો ચહેરો, દશેરા પર જાહેર કર્યું નામ

3

રોકાણ કરતા પહેલા જાણી લો બધું જ: Jio IPO ની પ્રાઈસ બેન્ડ, લોટ સાઈઝ અને કમાણીની પૂરી વિગત

4

બલોચ લિબરેશન આર્મીએ કર્યો મોટો દાવો, 20 ઓક્ટોબર સુધીમાં 23 પાકિસ્તાની સૈનિકોને માર્યા

5

લાંબા સમયની વાટાઘાટોનો અંત? ભારત સાથે ડીલ કરવા અમેરિકા તૈયાર, ટ્રમ્પ બોલ્યા- 'હા, અમે ખૂબ નજીક છીએ'

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...