• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: ગાંધીનગરના રૂપાલમાં પલ્લી મહોત્સવ, CMએ વરદાયિની માતાના કર્યા દર્શન, 10 લાખથી વધુ ભક્તો ઉમટશે
Live Now

Gujarat News Live: ગાંધીનગરના રૂપાલમાં પલ્લી મહોત્સવ, CMએ વરદાયિની માતાના કર્યા દર્શન, 10 લાખથી વધુ ભક્તો ઉમટશે

Gujarat Breaking News Live: દશેરાના તહેવાર પહેલા ગુજરાતમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં કેટલાક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તરફ, અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા ત્રણેય આરોપીઓને રાજસ્થાનના કોટામાંથી ઝડપી લેવામાં આવ્યા છે. 19 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી આવી જ તમામ મહત્ત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...

Written ByDilip Chaudhary
Published: Oct 19, 2026, 04:14 PM IST|Updated: Oct 19, 2026, 11:48 PM IST
joinshare
Gujarat News Live:  ગાંધીનગરના રૂપાલમાં પલ્લી મહોત્સવ, CMએ વરદાયિની માતાના કર્યા દર્શન, 10 લાખથી વધુ ભક્તો ઉમટશે
19 Oct 2026 22:53 IST
share

Gujarat News Live: જંબુસરમાં બે બાળકો ખુલ્લી ગટરમાં ખાબક્યા

ભરૂચના જંબુસરમાં ST ડેપો વિસ્તારમાં બે બાળકો ખુલ્લી ગટરમાં ખાબક્યા. જમાદાર મોબાઇલની દુકાનની સામેની ગલીમાં બની ઘટના. સાયકલ ચલાવતા બાળકો ખુલ્લી ગટરમાં ખાબકતા સ્થાનિકોએ બહાર કાઢ્યા. ત્યાર બાદ બંને બાળકોની તબિયત લથડતા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. ઘટનાને પગલે પાલિકા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ. શું કોઈ બાળકનો જીવ ગયા બાદ પાલિકા તંત્ર જાગશે તેવા સવાલ ઉઠ્યા છે. 
 

19 Oct 2026 21:05 IST

Gujarat News Live: ડીસામાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો

ડીસામાંથી ફરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. ડીસાની સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડી પરવાના વગર સંગ્રહાયેલું 1,22,000 રૂપિયાનું 188 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું. વિભાગે હેલ્થ પ્રીમિયર પ્યોર નામના લેબલ વાળું 188 લીટર શંકાસ્પદ ઘી સીઝ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. 

19 Oct 2026 18:58 IST

Gujarat News Live: રૂપાલમાં આજે વહેશે ઘીની નદીઓ

રૂપાલ વરદાયિની માતાજીના મંદિરે નોમના પાવન અવસરે પરંપરાગત પલ્લી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પલ્લીનાં દર્શન માટે દેશ-વિદેશમાંથી 10 લાખથી વધુ ભક્તો ઉમટી પડવાની શક્યતા છે. મધરાત્રે 12 વાગ્યા બાદ માતાજીની પરવાનગી સાથે પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લીનું પરિભ્રમણ થશે. પલ્લી પર ભક્તો દ્વારા કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કરાશે. રૂપાલની ગલીઓ અને માર્ગો પર ઘીની નદીઓ વહેતી જોવા મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરદાયિની માતાજીના દર્શન કર્યા.

19 Oct 2026 18:17 IST

Gujarat News Live: સુરત મઢી સુગર ફેક્ટરીના પ્રમુખની બિનહરીફ વરણી

સુરત મઢી સુગર ફેક્ટરીના પ્રમુખ તરીકે સમીર ભક્તની બિનહરીફ વરણી થઈ છે. ઉપપ્રમુખ પદે કિસાન પરિવર્તન પેનલના જીતુ બામણી બિનહરીફ ચૂંટાયા છે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે એકથી વધુ ઉમેદવારી ફોર્મ ન આવતા બિનહરીફ વરણી થઈ છે. આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે નવા હોદ્દેદારોની વરણી કરાઈ. બારડોલી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણીમાં સહકાર અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી, ત્યારે ચૂંટણી સમયે હરીફ પેનલના વિજેતા ડિરેક્ટરને ઉપપ્રમુખ પદ મળતા લોકો ચોંકી ગયા હતા. બિનહરીફ વરણી બાદ હવે ખેડૂતોના હિત અને ફેક્ટરીના સંચાલન પર સૌની નજર રહેશે.

19 Oct 2026 17:37 IST

Gujarat News Live: CM ભુપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. CM ભુપેન્દ્ર પટેલ એક દિવસની દિલ્હી મુલાકાતે પહોંચ્યા હતા અને PM મોદી સાથેની મુલાકાત દરમિયાન ગુજરાતના વિકાસ સંદર્ભે પ્રધાનમંત્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું. ગુજરાતના અલગ અલગ વિકાસ કાર્યો અને પ્રોજેક્ટ સંદર્ભે પણ ચર્ચા થઈ હતી.

 

आज नई दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी से भेंट करने का सौभाग्य प्राप्त हुआ। इस मुलाकात में राज्य के गरीब, युवा, अन्नदाता और नारीशक्ति के जीवन में सुख-समृद्धि लाने तथा उनके लिए नए अवसरों का सृजन करने हेतु उनका पाथेय एवं बहुमूल्य मार्गदर्शन प्राप्त किया। 'विकसित गुजरात - विकसित भारत' के संकल्प को साकार करने हेतु हमारी प्रतिबद्धता को पुनः दोहराया। आदरणीय प्रधानमंत्रीजी से मुलाकात सदैव ऊर्जा और उत्साह का नया संचार लेकर आती है। @narendramodi

— Bhupendra Patel (@Bhupendrapbjp) October 19, 2026

 

19 Oct 2026 16:24 IST

Gujarat News Live: ટાઈગર પર ફાયરિંગ કરનારા પોલીસ સકંજામાં

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા તમામ આરોપી પોલીસ સકંજામાં આવ્યા છે. રાજસ્થાનના કોટાથી ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દિલ્લી પહોંચીને નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. ત્રણ પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. બે આરોપી હરિયાણાના છે, તો એક બિહારનો હોવાનું સામે આવ્યું છે. 

19 Oct 2026 16:22 IST

Gujarat News Live: મહુવામાં મહિલા બુટલેગરની દાદાગીરી

ભાવનગરના મહુવામાં મહિલા બુટલેગરની દાદાગીરી સામે આવી છે. દરોડા પાડવા ગયેલી SMCની ટીમ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે મહિલા બુટલેગર સહિત બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે. શહેરના કાળ ભૈરવ ચોક પાસે બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. મહિલા બુટલેગર અને તેના ભાઈ લાલુ બોઘાની ધરપકડ કરાઈ છે. 
 

19 Oct 2026 16:21 IST

Gujarat News Live: દશેરા પહેલા આરોગ્ય વિભાગ એક્શનમાં

દશેરાના એક દિવસ પહેલા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ સહિત અલગ અલગ શહેરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદના વસ્ત્રાપુરમાં ગાંઠિયાની દુકાનમાં મળ્યું અખાદ્ય તેલ આવ્યું હતું, તો રાજકોટમાં ફરસાણ બનાવતા 3 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ઝી ન્યૂઝનું ઓપરેશન 'કાલા પાણી', સત્ય બોલવા બદલ ગ્રામજનોને ધમકી આપ્યાનો આરોપ

ઝી ન્યૂઝનું ઓપરેશન 'કાલા પાણી', સત્ય બોલવા બદલ ગ્રામજનોને ધમકી આપ્યાનો આરોપ

2

ઘર ખરીદનારા અને ભાડૂઆતો માટે ખુશખબર, મોદી સરકાર આપશે પૈસાથી સહાય

3

ઠાકોર સમાજના સ્નેહમિલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર, ગેનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોરના કર્યા વખાણ

4

Heroની નવી સરપ્રાઇઝ! રસ્તા પર દોડતી જોવા મળી નવી બાઈક, જાણો

5

24 કલાકમાં બંગાળની ખાડીમાં બનશે વધુ એક વાવાઝોડું, આ રાજ્યોમાં થશે મુશળાધાર વરસાદ, જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...