)
સુરત સાયબર ક્રાઈમે ₹40 લાખના બોસ સ્કેમમાં હરિયાણાથી આરોપી ઝડપી પાડ્યો છે. ફેક વોટ્સએપ પ્રોફાઈલ બનાવી કંપનીના એકાઉન્ટન્ટ સાથે ₹40 લાખની છેતરપિંડી કરી હતી. કંપનીના માલિક બની બેંક બેલેન્સની માહિતી મેળવી ₹40 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ZIP ફાઈલ મોકલી ડિવાઈસ હેક કરી બોસ સ્કેમને અંજામ અપાયો હતો. સુરત સાયબર ક્રાઈમે પીડિતને ₹18.50 લાખનું રિફંડ અપાવ્યું છે.
ગાંધીનગરના છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક કંપનીમાં બોઈલર ફટવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ રંગ બનાવતી ફેક્ટરીમાં બોઇલર ફાટતાં 4 લોકોનાં મોત થયા હોવાની માહિતી સામે આવી છે. તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ હોવાની જાણકારી મળી છે.
નવસારી SOG પોલીસને મોટી સફળતા મળી છે. ઓરિસ્સાથી લાખોનો ગાંજો ટ્રાન્સપોર્ટ બસ દ્વારા ગુજરાતમાં ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના સીસોદ્રા ઓવરબ્રીજ પાસેથી પસાર થતી ગુજરાત ટ્રાવેલ્સની બસમાંથી 8.59 લાખ રૂપિયાનો 17.1870 કિલો ગાંજો ઝડપાયો છે. પોલીસે ગાંજા સાથે મોબાઈલ અને રોકડ મળી કુલ 8.91 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલ-1ના ચોથા માળે પહોંચ્યા હતા અને કાર્યાલયની કચેરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કાર્યાલયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...