• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /જંતર મંતર જઈ રહેલા કેજરીવાલની ટીંગાટોળી કરી અટકાયત, ગુજરાત પોલીસમાં સીધી ભરતી, દીપક બાબરિયાનું નિધન
Live Now

જંતર મંતર જઈ રહેલા કેજરીવાલની ટીંગાટોળી કરી અટકાયત, ગુજરાત પોલીસમાં સીધી ભરતી, દીપક બાબરિયાનું નિધન

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 10 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Oct 10, 2026, 08:38 AM IST|Updated: Oct 10, 2026, 04:03 PM IST
joinshare
જંતર મંતર જઈ રહેલા કેજરીવાલની ટીંગાટોળી કરી અટકાયત, ગુજરાત પોલીસમાં સીધી ભરતી, દીપક બાબરિયાનું નિધન
10 Oct 2026 15:08 IST (IST)
share

Gujarat News Live: CJPના પ્રદર્શન દરમિયાન અરવિંદ કેજરીવાલની અટકાયત

CJPના પ્રદર્શન દરમિયાન અરવિંદ કેજરીવાલની અટકાયત કરવામાં આવી છે. કેજરીવાલ જંતર મંતર જઈ રહ્યા હતા. કેજરીવાલની ટીંગાટોળી કરી પોલીસે અટકાયત કરી. પોતાના ઘર પાસેથી અરવિંદ કેજરીવાલની અટકાયત કરાઈ. સંજયસિંહ, સૌરભ ભારદ્વાજ સહિતના નેતાઓની અટકાયત.

10 Oct 2026 14:03 IST (IST)

Gujarat News Live: અમદાવાદમાં ભાજપ મહિલા મોરચાનું કોંગ્રેસ સામે પ્રદર્શન

કોંગ્રેસના સાંસદ સામે જાતીય સતામણીનો આરોપ. અમદાવાદમાં ભાજપ મહિલા મોરચાનું કોંગ્રેસ સામે પ્રદર્શન. સાંસદ અંગોમચા બિમોલના વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણીના આરોપો મુદ્દે આક્રોશ. અંજુબેન વેકરિયાની આગેવાનીમાં વિરોધ કાર્યક્રમ. પાલડીના રાજીવ ગાંધી ભવન બહાર ધરણાં પ્રદર્શન.

10 Oct 2026 14:03 IST (IST)

Gujarat News Live: ગોડાદરામાં 17 વર્ષીય CAના વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર

સુરતના ગોડાદરા વિસ્તારમાં 17 વર્ષીય વિદ્યાર્થીના આપઘાતની કરુણ ઘટના સામે આવી. CAનો અભ્યાસ કરતા અક્ષય વિક્રમ મોરેએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મહાદેવનગરમાં પાવર હાઉસની બાજુમાં આવેલા ઘરમાં આ ઘટના બની. બનાવ સમયે અક્ષય ઘરમાં એકલો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું. પરિવારજનો ઘરે પરત ફર્યા ત્યારે અક્ષય લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ફરજ પરના તબીબે અક્ષયને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.  પરિવારજનોના જણાવ્યા મુજબ, અક્ષય સ્વભાવે શાંત અને અભ્યાસમાં તેજસ્વી હતો. અક્ષયના પિતાનું વર્ષ 2009માં જ અવસાન થયું હતું. પરિવારનું ગુજરાન મોટો ભાઈ હીરા ઘસીને ચલાવતો હતો. નાનો ભાઈ ભણીને આગળ વધશે તેવી પરિવારને મોટી આશા હતી. અક્ષયને કોઈ તકલીફ કે પારિવારિક વિવાદ હોવાની જાણ ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું. ગોડાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી. વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

10 Oct 2026 14:03 IST (IST)

Gujarat News Live: લાખો વાહનચાલકોને મળી અતિ મોટી રાહત

ymca ક્રોસ પર અપાયેલું ડાયવર્ઝન ખોલવામાં આવતા મોટી રાહત. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોની હાજરીમાં એસજી હાઈવે પરનું ડાયવર્ઝન ખોલવામાં આવ્યુ. nhai દ્વારા ચાલતી હાઇવે ફ્લાયઓવરની કામગીરીને પગલે 6 મહિના કરતા વધુ સમયથી હતો હાઇવેનો કેટલોક ભાગ બંધ. શેલા તરફથી ભગવાન સર્કલ થઈ એસજી હાઇવે આવતા વાહનો હવે ડાબા હાથે કર્ણાવતી ક્લબ તરફ જઈ શકશે. હાલ પ્રથમ તબક્કામાં નીચેનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો. nhai અને માર્ગ મકાન વિભાગ ની મંજૂરી બાદ સાઈડ એપ્રોચ રેમ્પ પણ ખોલવામાં આવશે. નવરાત્રીને ધ્યાને રાખી હાલ આ નિર્ણય લેવાયો. શહેર ઉપરાંત ગ્રામ્પમાં રિંગ રોડ ઉપર પર ટ્રાફિક વ્યવસ્થા મજબૂત હશે. નવરાત્રિમાં નાગરિકોએ ટ્રાફિક પોલીસ ને સહયોગ આપવા cp ની અપીલ. ગરબા પૂર્ણ કરી ઘરે જવાની ઉતાવળ ન કરવા ઝી ૨૪ કલાકના માધ્યમથી cp ની નાગરિકોને વિનંતી..

10 Oct 2026 13:30 IST (IST)

Gujarat News Live: CJPના આંદોલન અંગે ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટનું મોટું નિવેદન

દિલ્હીમાં ચાલી રહેલા CJPના આંદોલન અંગે ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટનું મોટું નિવેદન. દેશમાં અરાજકતા ફેલાવવા માટે આ પ્રકારનાં આંદોલનો થતાં હોવાનો પ્રશાંત કોરાટનો આક્ષેપ. પેટાચૂંટણીનાં પરિણામો પરથી દેશ ભાજપની સાથે હોવાનો દાવો. ભાજપની વધતી લોકપ્રિયતાથી વિપક્ષ ગભરાયું હોવાનો પ્રશાંત કોરાટનો મત. વિપક્ષ દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો હોવાનો આક્ષેપ. દિલ્હીના આંદોલનને લઈને પ્રશાંત કોરાટે વિપક્ષ પર સાધ્યું નિશાન. ભરૂચમાં પ્રશાંત કોરાટના નિવેદનથી રાજકીય ચર્ચા તેજ થઈ ગઈ.

10 Oct 2026 13:30 IST (IST)

Gujarat News Live: અગ્નિ વીરોને લઈને ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

અગ્નિ વીરોને લઈને ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત કરાઈ છે. માજી અગ્નિવીરો માટે ગુજરાત સરકારે કરી જાહેરાત. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી જાણકારી. કોઈપણ પરીક્ષા વગર અગ્નિવિરોને ગુજરાત પોલીસની નોકરી માં ભરતી કરાશે. ૨૦ ટકા સીધી ભરતી કરવામાં આવશે. દેશની સીમાઓ પર અગ્નિવીરો ફરજ બજાવતા હતા. જેમની સેવાનો લાભ ગુજરાત પોલીસને મળશે.

10 Oct 2026 13:29 IST (IST)

Gujarat News Live: વડોદરામાં ગરબા મેદાનનું પોલીસ કમિશનરે કર્યું નિરીક્ષણ

વડોદરામાં ગરબા મેદાનનું પોલીસ કમિશનરે કર્યું નિરીક્ષણ. નરસિમ્હા કોમારે નવલખી મેદાનમાં VNF ગરબા મેદાનની મુલાકાત લીધી. ગરબા આયોજકોને જરૂરી સૂચન આપ્યા. પોલીસ કમિશનરનું નિવેદન ખેલૈયાઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે પોલીસ તૈયાર. મહિલાની સુરક્ષા માટે મહિલા કોન્સ્ટેબલની ખાસ ટીમ બનાવી, જેનો સરપ્રાઈઝ પ્લાન બનાવ્યો. મેદાનમાં ફાયર સેફ્ટી, CCTV, તેમજ સુરક્ષાને લઈ કામગીરી કરી કે નહીં તેનું નિરીક્ષણ કર્યું.

10 Oct 2026 13:29 IST (IST)

Gujarat News Live: કિરીટ પટેલે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલને લખ્યો પત્ર

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલને  લખ્યો પત્ર. પાટણ જિલ્લામા સાંજના સમયે થતા અસહ્ય પાવર કટ સામે રજુઆત કરી. પાટણ જિલ્લામાં અનાયાસે થતા વીજ કાપ સામે ખેડૂતો અને નાગરિકોમાં રોષ ભભૂક્યો. સાંજે ૦૭:૦૦ થી ૦૮:૩૦ વાગ્યા દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો અને ગ્રામજનોને હલાકીઓ. અંધારપટના કારણે સીમ વિસ્તારમાં ઝેરી જીવજંતુઓ અને વન્યજીવોનો ભય વધ્યો, તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માગ.

10 Oct 2026 13:28 IST (IST)

Gujarat News Live: સુરેન્દ્રનગરના મોટા મઢાદ ગામની સીમમાં ખાણ પર પોલીસની મોટી રેડ

સુરેન્દ્રનગરના મોટા મઢાદ ગામની સીમમાં ગંગા ખાણ પર પોલીસની મોટી રેડ. ગેરકાયદે કાળા પથ્થરનું ખનન ઝડપાયું. જોરાવરનગર પોલીસની ડિવિઝન સ્ક્વોડ દ્વારા કાર્યવાહી. આઠ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. બે ડમ્પર અને ત્રણ હિટાચી મશીન સહિત મુદ્દામાલ જપ્ત. કુલ રૂ. 2.10 કરોડનો મુદ્દામાલ પકડાયો. વડવાળા ભરડીયા પાસે આવેલી ગંગા ખાણમાં ચાલતું હતું ગેરકાયદે ખનન. પોલીસ દ્વારા મુદ્દામાલ ખાણ-ખનીજ વિભાગને સોંપાયો.

10 Oct 2026 12:23 IST (IST)

Gujarat News Live: રાજકોટ જિલ્લાના ધોરાજી રેલવે સ્ટેશન પર કરુણ અકસ્માત

રાજકોટ જિલ્લાના ધોરાજી રેલવે સ્ટેશન પર એક અત્યંત દુઃખદ અને કરુણ અકસ્માત સર્જાયો છે. પોરબંદરથી રાજકોટ જઈ રહેલી પેસેન્જર ટ્રેનમાં ઉપલેટાથી ભક્તિનગર જવા નીકળેલા યુવકનું ધોરાજી સ્ટેશન પ્લેટફોર્મ ઉતરી ને બીજા ટ્રેનના ડબ્બા બદલતી વખતે પગ લપસી જતાં કરુણ મોત નીપજ્યું છે,

10 Oct 2026 12:22 IST (IST)

Gujarat News Live: ગુજરાત પોલીસની સીધી ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્ય સરકારે પોલીસની સીધી ભરતી માટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર ગેઝેટ બહાર પાડીને નિયમોમાં સુધારો કરવામાં આવ્યો. નવા જાહેર થયેલા નિયમ મુજબ માજી અગ્નિવીરોને સીધી ભરતીમાં વિશેષ રાહત મળશે. માજી અગ્નિવીરોને પોલીસ ભરતી પ્રક્રિયાની લેખિત પરીક્ષામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી. રાજ્ય સરકારના નિર્ણયથી રાજ્યમાં માજી અગ્નિવીરો માટે રોજગારીની નવી તકો ખુલશે, ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું.

10 Oct 2026 11:56 IST (IST)

Gujarat News Live: અલ નીનોની ગુજરાત પર માઠી અસર

ગુજરાતમાં અલ નીનોની અસરનાં કારણે ચોમાસુ અનિયમિત રહ્યા બાદ હવે શિયાળામાં રવિ પાક પર પણ અલ નિનોની સંભવીત અસરને લઈને આણંદની કૃષિ યુનિવર્સીટીનાં હવામાન વિભાગનાં હવામાન શાસ્ત્રી ડૉ.એસ બી.યાદવએ ખેડુતો માટે કેટલીક વાત કરી છે,અને ખેડુતો તેને્ ધ્યાનમાં રાખીને જો ખેતી કરશે તો અલ નિનોની અસરને ટાળી શકાશે.
 

10 Oct 2026 11:56 IST (IST)

Gujarat News Live: મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો, ખેડૂતોમાં રોષ

મહુવા માર્કેટિંગ યાર્ડમાં સતત ડુંગળીના ભાવમાં ઘટાડો આવતા ખેડૂતોમાં રોષ ફેલાઈ રહ્યો છે. પોતાના ડુંગળીના વાવેતરમાં કરેલ ખર્ચના પણ પૈસા નહીં નીકળતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને ખેડૂતો અને સંગઠનોના આગેવાનો પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તો ડુંગળીના ભાવ ઘટવાનું શું છે કારણ? વેપારીઓ શું કહી રહ્યા છે? શું છે પૂરી હકીકત?

10 Oct 2026 11:56 IST (IST)

Gujarat News Live: કરમસદ મેડિકલના પાર્કિંગમાં કારમાંથી ઝેરી સાપ મળ્યો

આણંદના કરમસદ ખાતે મેડિકલ કોલેજના પાર્કિંગ વિસ્તારમાં ઊભેલી એક કારમાં ઝેરી સાપ ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ દયા ફાઉન્ડેશનને કરવામાં આવતાં વોલન્ટિયર હિતેશ ચૌહાણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન કારમાંથી અત્યંત ઝેરી ફુરસો સાપ મળી આવ્યો હતો. ભારતના ચાર મુખ્ય ઝેરી સાપોમાં સ્થાન ધરાવતા આ સાપનું સાવચેતીપૂર્વક સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે ફુરસો સાપ સામાન્ય રીતે રેતાળ અને સૂકા વિસ્તારોમાં જોવા મળતો હોવાથી કરમસદ જેવા વિસ્તારમાં તેની હાજરી નોંધપાત્ર બની છે.

10 Oct 2026 11:55 IST (IST)

Gujarat News Live: પાલનપુરમાં ડેન્ગ્યુનો કહેર: સવા બે મહિનામાં 14 કેસ નોંધાયા

પાલનપુર અને બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો. ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં જ 6 થી વધુ ડેન્ગ્યુના દર્દીઓ નોંધાયા. છેલ્લા સવા બે મહિનામાં જિલ્લામાં ડેન્ગ્યુના કુલ 14 કેસ સામે આવ્યા. મચ્છર નિયંત્રણ માટે જિલ્લામાં રોજના 479 ટીમો કાર્યરત. પાલનપુર અને ડીસા શહેરમાં 10 વધારાની વેક્ટર કંટ્રોલ ટીમો તૈનાત કરાઈ. અસરગ્રસ્ત વિસ્તારોમાં પોરાનાશક કામગીરી અને ફોગિંગ તેજ કરાયું.

10 Oct 2026 11:55 IST (IST)

Gujarat News Live: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન થયું છે. લાંબી બીમારીના કારણે દીપક બારરિયાનું અવસાન. વિરજી ઠુમ્મર બાદ દીપક બાબરિયાના નિધનથી કોંગ્રેસ પરિવારમાં શોક.

10 Oct 2026 11:55 IST (IST)

Gujarat News Live: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન, અલ નીનોની ગુજરાત પર માઠી અસર, અમદાવાદમાં નવરાત્રિ પહેલાં ડેન્ગ્યુનો કહેર

ડાંગ જિલ્લાના આહવા–વઘઈ રોડ પર ગમખ્વાર અકસ્માત, નાયબ મામલતદાર સહિત બે વ્યક્તિના મોત. આહવા–વઘઈ રોડ પર વહેલી સવારે ગોઝારો અકસ્માત. કાર રેલિંગ તોડીને ખાપરી નદીમાં 35 ફૂટ નીચે ખાબકી. કારમાં સવાર નાયબ મામલતદાર સહિત અન્ય એક નું  મોત જયારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તને 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. પોલીસ દ્વારા ક્રેનની મદદથી નદીમાંથી કાર બહાર કઢાઈ.

10 Oct 2026 11:54 IST (IST)

Gujarat News Live: અમદાવાદમાં નવરાત્રિ પહેલાં ડેન્ગ્યુના કેસોમાં રાફડો, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની OPDમાં દર્દીઓનો ધસારો. સોલા સિવિલ હોસ્પિટલમાં OPDના દર્દીઓની સંખ્યામાં વધારો. એક સપ્તાહમાં OPDમાં કુલ 14,372 દર્દીઓ નોંધાયા. નવરાત્રિ પહેલાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગોના દર્દીઓ વધ્યા. ડેન્ગ્યુના 956 શંકાસ્પદ કેસ, 115 પોઝિટિવ કેસ નોંધાયા. મેલેરિયાના 1,358 શંકાસ્પદ કેસ, 9 પોઝિટિવ કેસ નોંધાયા. ચિકનગુનિયાના 12 શંકાસ્પદ કેસ નોંધાયા. ડાયેરિયાના 30 કેસ નોંધાયા. ઝાડા ઉલટી 21 કેસ નોંધાયા. વાયરલ હેપેટાઇટિસ Aના 1 અને હેપેટાઇટિસ Bના 2 કેસ નોંધાયા. ટાઇફોઇડના 1 કેસ અને સ્વાઇન ફ્લૂના 44 શંકાસ્પદ અને 5 પોઝિટિવ કેસ નોંધાયા. 

10 Oct 2026 11:54 IST (IST)

Gujarat News Live: ઓઢવ વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યા

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યાનો બનાવ. ઓઢવ ગામમાં પાણીની ટાંકી નજીક જાહેરમાં છરી મારીને ઘટના ને અંજામ અપાયો. મૃતક ૩૧ વર્ષીય અજીતકુમાર તેના કાકા સાથે શક્તિ ડેકોરેશન માં કામ કરતો હતો. યુવતીની છેડતી બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને હત્યા થવાનું ફરિયાદ માં ઉલ્લેખ. એક એક્ટિવા પર આવેલા ત્રણ સગીરોએ હત્યાને અંજામ આપ્યો. ત્રણેય સગીરોએ ભેગા મળીને અગાઉની અદાવતમાં આ જીવલેણ હુમલો કર્યો. ત્રણેય સગીર આરોપીઓએ યુવકને દંડા, લાતો અને ફેંટો મારીને ચપ્પુના ઘા ઝીંકયા હતા. ગરદન, પેટ અને છાતીના ભાગે છરી ના ઘા મારવામાં આવેલ. યુવકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરાયો.

10 Oct 2026 11:54 IST (IST)

Gujarat News Live: જંગલેશ્વર ડીમોલેશન ખર્ચ મુદ્દે તપાસ કમિટી દ્વારા તપાસ પૂર્ણ

રાજકોટ - જંગલેશ્વર ડીમોલેશન ખર્ચનો મામલો. તપાસ કમિટી દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી. મ્યુનિસિપલ કમીશ્નર તુષાર સુમેરા જવાબદાર અધિકારીઓ સામે લઈ શકે છે પગલાં. 2 દિવસમાં રિપોર્ટ મ્યુનિસિપલ કમીશ્નરને સોંપવામાં આવશે. ડીમોલેશનમાં બિલો રજૂ કરનારા અધિકારીઓના લેવાયા નિવેદનો. ડીમોલેશનની દરમિયાન આપવામાં આવેલા તમામ કોન્ટ્રાક્ટરોના નિવેદનો નોંધવામાં આવ્યા. RMCના બે અધિકારીઓ સામે તોડાતા પગલાં. તપાસ રિપોર્ટમાં અધિકારીઓ દ્વારા વધુ બિલો રજૂ કરવામાં આવ્યા હોવાનો થયો છે ખુલાસો.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

2

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

3

Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

4

ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

5

ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...