Cancer Symptoms: ટીબી અને ફેફસાના કેન્સરના લક્ષણો સરખા: ઓળખવામાં ભૂલ ન કરો, આ સંકેતોને બિલકુલ નજરઅંદાજ ન કરો
Tb and Lung Cancer: ટીબી અને ફેફસાનું કેન્સર બંને ગંભીર બીમારીઓ છે અને તેના ઘણા લક્ષણ એક સમાન હોઈ શકે છે. સતત ખાંસી, ખાંસીમાં લોહી, છાતીમાં દુખાવો, શ્વાસ ચઢવો અને કારણ વગર વજન ઓછું થવું એવા સંકેત છે, જેને નજરઅંદાજ ન કરવા જોઈએ.
આજના સમયમાં ટીબી (Tuberculosis) અને ફેફસાનું કેન્સર બંને ફેફસા સાથે જોડાયેલી ગંભીર બીમારીઓ છે. આ બંને બીમારીઓના શરૂઆતી લક્ષણ ઘણીવાર એક સમાન હોય છે, તેની વચ્ચે અંતર કરવું મુશ્કેલ થઈ જાય છે. સતત ખાંસી આવવી, છાંતીમાં દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ખાંસીની સાથે લોહી પડવું જેવા લક્ષણ ટીબી અને ફેફસાના કેન્સર, બંનેમાં જોવા મળી શકે છે. આ કારણ છે કે ઘણીવાર લોકો આ લક્ષણોને ઇન્ફેક્શન સમજી નજરઅંદાજ કરી દે છે કે જાતે જ ટીબીની દવા લેવા લાગે છે. સમય પર બીમારીની ઓળખ અને સારવાર ન મળતા સ્થિતિ ગંભીર થઈ શકે છે. તેવામાં તે સમજવું જરૂરી છે કે ટીબી અને ફેફસાના કેન્સરના લક્ષણ એક જેવા કેમ હોય છે, તેની વચ્ચેના અંતરને કઈ રીતે ઓળખવું અને ક્યા સંકેતોને નજરઅંદાજ ન કરવા જોઈએ.
ટીબી શું છે? What is Tuberculosis
WHO પ્રમાણે ટીબી એટલે કે ટ્યુબરકુલોસિસ એક ચેપી બીમારી છે, જે માઇકોબેક્ટીરિયલ ટ્યુબરક્લોસિસ નામના બેક્ટેરિયાથી ફેલાઈ છે. આ દરમિયાન ફેફસા પર ખુબ અસર પડે છે અને ધ્યાન ન આપવામાં આવે તો શરીરના બીજા ભાગમાં ફેલાઈ શકે છે. ફેફસાની ટીબીથી વ્યક્તિના ઉધરસ ખાવા, છીંકવા કે થૂંકવા પર હવામાં બેક્ટેરિયા ફેલાઈ શકે છે. તેથી ટીબીની સમય પર જાણ થાય તો સારવાર સરળતાથી કરી શકાય છે.
ફેફસાનું કેન્સર શું છે? What is lung Cancer
ફેફસાનું કેન્સર એક એવી બીમારી છે, જેમાં ફેફસાની કોશિકાઓ સામાન્ય રીતે વધવા લાગે છે અને ટ્યુમર બની શકે છે. CDC ના રિપોર્ટ પ્રમાણે સમયની સાથે કેન્સરની આસપાસના ટિશ્યુ અને શરીરના બીજા અંગો સુધી પણ ફેલાઈ શકે છે. સિગારેટ ફેફસાના કેન્સરનું સૌથી સામાન્ય કારણ હોઈ શકે છે. પરંતુ જે લોકો ક્યારેય બીડી કે સિગારેટ પીતા નથી, તેને પણ આ બીમારી થઈ શકે છે. હવાનું પ્રદૂષણ, સેકેન્ડ હેન્ડ સ્મોક અને બેક્ટેરિયાને કારણે થઈ શકે છે.
આ પણ વાંચોઃ Heart Attack Prevention tips in Winter: શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
ટીબી અને ફેફસાના કેન્સરના લક્ષણ કેમ એક જેવા હોય છે?
ટીબી અને ફેફસાનું કેન્સર બંને ફેફસાને અસર કરે છે. આ બીમારીમાં ફેફસાના ટિશ્યુમાં સોજા આવી શકે છે. તેના કારણે આપણે ટીબી કે ફેફસાની બીમારીમાં અંતર કરી શકીએ છીએ, જેને સમય પર સમજવું જરૂરી છે. જોકે બંને બીમારીઓમાં લાંબા સમય સુધી ખાંસી, છાતીમાં દુખાવો, શ્વાસ ચઢવો અને ખાંસીમાં લોહી પડવાની સમસ્યા થઈ શકે છે. તેથી માત્ર લક્ષણોના આધાર પર તે નક્કી ન થઈ શકે કે બંનેમાંથી કઈ બીમારી છે.
ટીવી અને ફેફસાના કેન્સરના એક સમાન લક્ષણ ક્યા છે? (Difference Between Lung Cancer and Tuberculosis)
લાંબા સમય સુધી ખાંસી રહેવીઃ ટીબી અને ફેફસાના કેન્સરનું એક સામાન્ય લક્ષણ સતત ખાંસી આવવી છે. ટીબીમાં બે સપ્તાહ કે તેનાથી વધુ સમય સુધી સતત ખાંસી રહી શકે છે. તો ફેફસાના કેન્સરમાં પણ ખાંસી લાંબા સમય સુધી રહી શકે છે કે પહેલાથી રહેલી ખાંસીની પ્રકૃતિ બદલી શકે છે.
ખાંસીની સાથે લોહી પડવુંઃ જો તમને ખાંસી ખાતી વખતે કફમાં લોહી દેખાય, તો તેને જરાય અવગણશો નહીં. ટીબીમાં ફેફસાના પ્રભાવિત હોવાથી લોહી આવી શકે છે. તો ફેફસાના કેન્સરમાં ટ્યુમરને કારણે પણ ખાંસીની સાથે લોહી આવવાની સમસ્યા થઈ શકે છે.
બંને બીમારીઓમાં છાતીમાં દુખાવો થઈ શકે છે. ઊંડો શ્વાસ લેવો, ઉધરવ ખાવા કે હસવા પર દુખાવો વધી શકે છે. જોકે છાતીમાં દુખાવાના અન્ય કારણો પણ હોઈ શકે છે.
શ્વાસ લેવામાં મુશ્કેલીઃ ટીબીને કારણે ફેફસામાં ઈન્ફેક્શન અને સોજા થઈ શકે છે, જેનાથી શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. બીજીતરફ ફેફસામાં ટ્યુમર થવું કે કેન્સરના ફેલાવા પર પણ શ્વાસ ચઢવાની સમસ્યા થઈ શકે છે.
અચાનક વજન ઓછું થવુંઃ કોઈ પ્રયાસ વગર વજન ઓછું થવું પણ બંને બીમારીનો સંકેત હોઈ શકે છે. ટીબીમાં શરીર સંક્રમણ સામે લડવાને કારણે નબળું પડી શકે છે અને ભૂખ ઓછી લાગે છે. ફેફસાના કેન્સરમાં પણ શરીરના મેટાબોલિઝ્મ અને ભૂખ પર અસર પડી શકે છે.
થાક અને નબળાઈનો અનુભવઃ ટીબી અને કેન્સર બંનેમાં વ્યક્તિને સતત થાક, નબળાઈનો અનુભવ થઈ શકે છે. દરરોજ કંઈ કર્યા વગર થાક લાગતો હોય તો તમારે ડોક્ટર સાથે વાત કરવી જોઈએ.
આ પણ વાંચોઃ Cancer: મોઢામાં સફેદ કે લાલ ડાઘ જોવા મળે તો સાવધાન, હોઈ શકે છે ઓરલ કેન્સરનો શરૂઆતી સંકેત
ટીબી અને ફેફસાના કેન્સરની ઓળખ માટે ક્યા ટેસ્ટ થાય છે?
આ બંને બીમારીઓ વચ્ચે સાચુ અંતર જાણવા માટે ડોક્ટર દર્દીની મેડિકલ હિસ્ટ્રી, લક્ષણો અને ટેસ્ટના આધારે નિર્ણય કરે છે.
એક્સ-રેઃ ફેફસામાં ઇન્ફેક્શન, ગાંઠ કે ફેરફાર જોવા માટે એક્સ-રે કરાવી શકાય છે. પરંતુ માત્ર એક્સ-રેથી હંમેશા બીમારીની પુષ્ટિ થતી નથી.
સીટી સ્કેનઃ તેનાથી ફેફસાની બીમારીની સ્પષ્ટ માહિતી મળે છે. ડોક્ટર ગાંઠ, ઈન્ફેક્શન કે સામાન્ય વસ્તુની સરળતાથી માહિતી મેળવી શકે છે.
કફનો ટેસ્ટઃ ટીબીની માહિતી મેળવવા માટે કફમાં બેક્ટેરિયાની માહિતી મેળવવામાં આવે છે. તેમાં મોલિક્યૂલર ટેસ્ટ જેમ કે CBNAAT કે Truenat નો ઉપયોગ કરવામાં આવે છે.
બાયોપ્સીઃ જો ફેફસામાં કેન્સરનો ખતરો લાગી રહ્યો છે તો ડોક્ટર બાયોપ્સી કરાવવાની સલાહ આપે છે.
બોંકોસ્કોપીઃ જરૂર પડવા પર ડોક્ટર એક પાતળી ટ્યુબન0ી મદદથી ફેફસાની અંદરની માહિતી મેળવી શકે છે.