• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /Cancer: મોઢામાં સફેદ કે લાલ ડાઘ જોવા મળે તો સાવધાન, હોઈ શકે છે ઓરલ કેન્સરનો શરૂઆતી સંકેત

Cancer: મોઢામાં સફેદ કે લાલ ડાઘ જોવા મળે તો સાવધાન, હોઈ શકે છે ઓરલ કેન્સરનો શરૂઆતી સંકેત

Oral Cancer: મોઢાનું કેન્સર એક એવી બીમારી છે, જેનો શિકાર મોટી સંખ્યામાં લોકો થઈ રહ્યાં છે. આવો NIDCR અને સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી જાણીએ કેટલી ખતરનાક છે આ બીમારી અને કઈ રીતે તેની સારવાર કરવામાં આવે છે?

Written ByGokani Dhaval
Published: Nov 19, 2026, 12:41 IST|Updated: Nov 19, 2026, 12:45 IST
joinshare
Cancer: મોઢામાં સફેદ કે લાલ ડાઘ જોવા મળે તો સાવધાન, હોઈ શકે છે ઓરલ કેન્સરનો શરૂઆતી સંકેત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
અમદાવાદમાં નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી, આરોપી દંપત્તિના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

અમદાવાદમાં નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી, આરોપી દંપત્તિના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

2

સોનાના ઘટાડાને બ્રેક: આજે કિંમતમાં 3% નો વધારો, ચાંદીમાં પણ તેજી, જુઓ લેટેસ્ટ ભાવ

3

Cancer Symptoms: ટીબી અને ફેફસાના કેન્સરના લક્ષણો સરખા: ઓળખવામાં ભૂલ ન કરો, આ સંકેતોને બિલકુલ નજરઅંદાજ ન કરો

4

તમને પણ ઠંડી પડે એટલે કાનમાં દુખાવો થાય છે ? જાણો આ સમસ્યાનું કારણ અને તેનો ઈલાજ

5

પુરુષો કરતાં મહિલાઓને માઈગ્રેન વધુ કેમ થાય ? જાણો કારણો અને માઈગ્રેનના ઉપાયો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કેન્સર એક ગંભીર બીમારી છે, જેનો શિકાર મોટી સંખ્યામાં લોકો બની રહ્યાં છે. ભારત જ નહીં દુનિયાના લગભગ દરેક દેશોમાં કેન્સરનો લોકો શિરાબ ને છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર મોઢાનું કેન્સર દુનિયાભરમાં 13મું સૌથી સામાન્ય કેન્સર છે. 2020મા તેના 377713 નવા કેસ સામે આવ્યા અને 177,757 લોકોના મોત થયા. તેવામાં આ કેન્સરના લક્ષણો વિશે જાણકારી હોવી જરૂરી છે. મોઢાના કેન્સરના લક્ષણ કેવા હોય છે અને કઈ રીતે તેની ઓળખ કરી શકાય છે, તેના વિશે વાત કરીશું. તમને જણાવી દઈએ કે આ કેન્સરના લક્ષણ શરૂઆતી તબક્કામાં સામાન્ય લાગે છે.

શું છે ઓરલ કેન્સર?

NIDCR અનુસાર મોઢાનું કેન્સર મોઢા અને ગળાના પાછલા હિસ્સામાં થનાર કેન્સર છે. તે જીભ, પેઢા, મોઢાની આંતરિક પરત, જીભની નીચે, જીભની ઉપર અને મોઢાની પાછળ ગળાના ભાગમાં ગમે ત્યાં થઈ શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ઓરલ કેન્સર દુનિયાના દસ સૌથી સામાન્ય કેન્સરમાંથી એક છે અને ભારતમાં થનાર સૌથી સામા્ય કેન્સરમાં સામેલ છે. NIDCR અનુસાર આ કેન્સર મોટા ભાગે 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં થાય છે અને મહિલાઓની તુલનામાં પુરૂષોમાં ડબલ જોવા મળે છે. આ કેન્સરને નજરઅંદાજ કરવામાં આવે તો સ્થિતિ બગડી જાય છે. છેલ્લા સ્ટેજમાં દર્દીનું મોત પણ થઈ શકે છે.

મોઢાના કેન્સરના સામાન્ય લક્ષણ

NIDCR એ આ બીમારીના કેટલાક લક્ષણ જણાવ્યા છે, જો કોઈ વ્યક્તિમાં જોવા મળે તો કેન્સરની સંભાવના હોઈ શકે છે. જાણો તેના લક્ષણોમાં;

  • મોઢા, હોઠ કે ગળામાં ઘાવ, બળતરા, ગાંઠ કે કોઈ હિસ્સો મોટો થવો
  • મોઢાની અંદર સફેદ કે લાલ ડાઘ થવા.
  • સતત ગળામાં ખારાશ રહેવી, તેવો અનુભવ થાય કે ગળામાં કંઈક અટકેલું છે, કે અવાજ બેસી જવો કે અવાજ જતો રહેવો.
  • ગળામાં ગાંઠ બનવી.
  • ચાવવા, ઉતારવા કે બોલવામાં સમસ્યા થવી.
  • જડબા કે જીભને હલાવવામાં સમસ્યા થવી.
  • જડબામાં સોજા આવવા, જેના કારણે નકલી દાંત (ડેન્ટર) ઠીકફિટ ન હોય કે તેનાથી મુશ્કેલી થાય.
  • મોઢામાં દુખાવો થવો કે લોહી પડવું
  • જીભ કે મોઢાના અન્ય ભાગમાં સુન્નતાનો અનુભવ થવો.
  • કાનમાં દુખાવો થવો.

જો તમને પણ આવા લક્ષણનો અનુભવ થાય છે તો વિલંબ કર્યાં વગર ડોક્ટરની સલાહ જરૂર લો, જેથી બીમારીની જલ્દી માહિતી મળી શકે અને સારવાર સફળ થઈ શકે.

આ પણ વાંચોઃ Heart Attack Prevention tips in Winter: શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો

ક્યા-ક્યા કારણોથી થઈ શકે છે મોઢાનું કેન્સર?

તમાકુ અને દારૂનું સેવન

સિગારેટ, બીડી, પાઈપ, સિગાર, ઈ-સિગારેટ, તમાકુ અને ગુટખા જેવી વસ્તુઓના સેવનથી મોઢાના કેન્સરનો ખતરો વધે છે. વધુ માત્રામાં દારૂ પીવા અને તમાકુનું સેવન કરવાથી તેનું જોખમ ખુબ વધી જાય છે. તેથી આ વસ્તુથી દૂર રહેવું જરૂરી છે.

HPV સંક્રમણ

હ્યુમન પેપિલોમા વાયરસ (HPV), વિશેષ રૂપથી HPV-16, એક એવો વાયરસ છે જે યૌન સંપર્કથી ફેલાઈ છે અને મોઢાના કેન્સર સાથે જોડાયેલો છે.

વધતી ઉંમર

ઉંમર વધવાની સાથે મોઢાના કેન્સરનો ખતરો પણ વધે છે. આ કેન્સર મોટા ભાગે 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે.

તડકાના સંપર્કમાં રહેવું

લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી હોંઠોના કેન્સરનો ખતરો વધી શકે છે.

ખરાબ ખાનપાન

ખરાબ ખાનપાન અને યોગ્ય પૌષ્ટીક આરાહ ન લેવાથી પણ આ બીમારીનું જોખમ વધી શકે છે.

આ પણ વાંચોઃ સાવધાન! અચાનક શરૂ થયેલી કબજિયાત બની શકે છે મોટી મુસીબત, આ સંકેતોને ક્યારેય ન અવગણો

જેનેટિક્સ

કેટલાક લોકોમાં માતા-પિતાથી પ્રાપ્ત જીનમાં જન્મજાત ગડબડીને કારણે મોઢા અને ગળાની વચ્ચેના ભાગમાં કેન્સર થવાનો ખતરો વધુ હોઈ શકે છે.

ઓરલ કેન્સરની સારવાર કઈ રીતે થાય છે?

ઓરલ કેન્સરની સારવાર કેન્સરના સ્ટાજ, ટ્યુમરના આકાર અને દર્દીના સ્વાસ્થ્યના આધારે કરવામાં આવે છે. તેની સારવાર માટે ડોક્ટર સર્જરી, રેડિએશન થેરેપી અને કીમોથેરેપીની સલાહ આપી શકે છે. સર્જરીમાં મોઢામાંથી કેન્સરનો હિસ્સો હટાવવામાં આવી શકે છે, જ્યારે રેડિએશન થેરેપીમાં હાઈ એનર્જી કિરણોથી કેન્સરની કોશિકાઓને ખતમ કરવામાં આવે છે. તો કીમોથેરેપીની વાત કરીએ તો આ સારવારમાં દવાઓની મદદથી કેન્સર કોશિકાને વધતી રોકી શકાય છે. આ સિવાય કેટલાક દર્દીમાં ટાર્ગેટેડ થેરેપી અને ઇમ્યુનોથેરેપીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ડોક્ટર સંપૂર્ણ તપાસ કરી કેવી રીતે સારવાર કરવી તેની સલાહ આપે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News