• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /Heart Attack Prevention tips in Winter: શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, કઈ રીતે બચાવશો જીવ?

Heart Attack Prevention tips in Winter: શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, કઈ રીતે બચાવશો જીવ?

ઠંડીમાં નસો પર શું અસર પડે છે અને ક્યા લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે? જાણો હાર્ટ એટેકનો ખતરો ઘટાડવાની સરળ ટિપ્સ, જરૂરી લક્ષણ અને ક્યારે ડોક્ટરની મદદ લેવી...

Written ByGokani Dhaval
Published: Nov 19, 2026, 10:38 IST|Updated: Nov 19, 2026, 10:41 IST
joinshare
Heart Attack Prevention tips in Winter: શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, કઈ રીતે બચાવશો જીવ?

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
અમદાવાદમાં નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી, આરોપી દંપત્તિના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

અમદાવાદમાં નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી, આરોપી દંપત્તિના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

2

સોનાના ઘટાડાને બ્રેક: આજે કિંમતમાં 3% નો વધારો, ચાંદીમાં પણ તેજી, જુઓ લેટેસ્ટ ભાવ

3

Cancer Symptoms: ટીબી અને ફેફસાના કેન્સરના લક્ષણો સરખા: ઓળખવામાં ભૂલ ન કરો, આ સંકેતોને બિલકુલ નજરઅંદાજ ન કરો

4

તમને પણ ઠંડી પડે એટલે કાનમાં દુખાવો થાય છે ? જાણો આ સમસ્યાનું કારણ અને તેનો ઈલાજ

5

પુરુષો કરતાં મહિલાઓને માઈગ્રેન વધુ કેમ થાય ? જાણો કારણો અને માઈગ્રેનના ઉપાયો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઠંડીની અસર માત્ર શરદી-ઉધરસ સુધી સીમિત નથી રહેતી, પરંતુ હૃદયના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. તાપમાન ઓછું થવા પર શરીર ગરમી બચાવવા માટે લોહીની નસોને સંકોચે છે. તેનાથી બ્લડ પ્રેશર વધે છે અને હૃદયએલોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. જે લોકોને હાઈ બીપી, ડાયાબિટીસ કે હાર્ટની બીમારી છે, તેણે આ સિઝનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેનો મતલબ નથી કે ઠંડીમાં દરેક વ્યક્તિને હાર્ટ એટેક આવે. કેટલીક સાવચેતી જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

ઠંડીમાં હૃદય પર દબાણ કેમ વધે છે?

ઓછા તાપમાનમાં શરીર ગરમી બનાવી રાખવા માટે ત્વચાની પાસેની નસોને સંકોચે છે. તેનાથી બ્લડ પ્રેશર વધે છે અને હાર્ટે વધુ મહેનત કરવી પડે છે. ઠંડીમાં શરીરની તણાવ પ્રતિક્રિયા પણ સક્રિય થઈ જાય છે, જેનાથી હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર વધે છે. કેટલાક લોકોમાં લોહીની ગઠ્ઠા બનવાની સંભાવના પણ વધી જાય છે. જો હાર્ટની નસોમાં પહેલાથી કોલેસ્ટ્રોલજમા છે, તો આ સ્થિતિ મુશ્કેલી વધારે છે. તેથી હૃદય રોગનો સામનો કરી રહેલા દર્દીઓએ શિયાળામાં સતર્ક રહેવું જોઈએ.

શિયાળાની ઠંડી અને ખાન-પાન પણ વધારે છે મુશ્કેલી

શિયાળામાં સવારે અને રાત્રે તાપમાન ઓછું થઈ જાય છે. તેવામાં અચાનક ઠંડી હવામાં નીકળવું કે તૈયારી વગર ભારે કસરત કરવાથી શરીર પર દબાણ પડે છે. વૃદ્ધો અને હાર્ટના દર્દીઓએ વધુ ઠંડી કે ધૂમ્મસમાં બહાર જવાથી બચવું જોઈએ. હવામાન થોડું સામાન્ય હોય તો બહાર જઈ શકો છો. આ સિઝનમાં લોકોની શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે. સાથે તળેલું, મિઠાઈ અને વધુ મીઠાવાળી વસ્તુ ખાવાનું વધી જાય છે. આવી આદતો વજન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરને પ્રભાવિત કરે છે. આ હાર્ટની બીમારીના જોખમ સાથે જોડાયેલા છે.

આ પણ વાંચોઃ સાવધાન! અચાનક શરૂ થયેલી કબજિયાત બની શકે છે મોટી મુસીબત, આ સંકેતોને ક્યારેય ન અવગણો

હૃદયને સુરક્ષિત રાખવા માટે શું કરવું?

શરીરને ગરમ રાખવા માટે સિઝન પ્રમાણે કપડા પહેરો. બહાર નીકળવા સમયે માથુ, કાન અને છાતી ઢાંકો. સવારે વધુ ઠંડી હોય તો ચાલવા જવાનો સમય બદલી દો કે ઘરમાં હળવી કસરત કરો. વ્યાયામ પહેલા ધીમે-ધીમે ચાલી શરીરને તૈયાર કરો અને અચાનક ભારે મહેનત ન કરો. ભોજનમાં લીલા શાકભાજી, સિઝનલ ફળ, દાળ અને સંપૂર્ણ અનાજ સામેલ કરો. વધુ નમક, તળેલી વસ્તુ અને મિઠાઈ ખાવાથી બચો. પર્યાપ્ત માત્રામાં પાણી પીતા રહો, કારણ કે ઠંડીમાં તરસ ઓછી લાગવા પર પણ શરીરને પાણી જોઈએ. હાઈ બીપી, ડાયાબિટીસ કે હાર્ટની બીમારી છે તો ડોક્ટરની સલાહ પ્રમાણે દવાઓ નિયમિત લો અને રૂટીન તપાસ ન ટાળો.

છાતીમાં દબાણ કે દુખાવો, શ્વાસ ચઢવો, ઠંડો પરસેવો, ઉબકા આવવા કે ચક્કર આવવા હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. ક્યારેક દુખાવો હાથ, પીઠ, ગરદન કે જડબા સુધી ફેલાઈ શકે છે. આવા લક્ષણ જોવા મળે તો તેને ગેસ કે થાક સમજી નજરઅંદાજ ન કરો. તત્કાલ સ્વાસ્થ્ય સેવાની મદદ લો.

ડિસ્ક્લેમરઃ આ સમાચાર માત્ર તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે, તે માટે અમે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News