• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /Body Warning Signs Of Infection: યુરિનમાં બળતરાને માનો છો સામાન્ય? જો અવગણના કરી તો ડેમેજ થઈ શકે છે કિડની!

Body Warning Signs Of Infection: યુરિનમાં બળતરાને માનો છો સામાન્ય? જો અવગણના કરી તો ડેમેજ થઈ શકે છે કિડની!

Kidney Damage: કિડની માત્ર શરીરમાંથી ખરાબ કચરો બહાર કરવાનું કામ નથી કરતી, પરંતુ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા, શરીરમાં પ્રવાહીનું સંતુલન બનાવી રાખવા અને જરૂરી ખનીજોને સંતુલિત રાખવાનું પણ કામ કરે છે.

Written ByGokani Dhaval
Published: Nov 09, 2026, 02:35 PM IST|Updated: Nov 09, 2026, 02:37 PM IST
joinshare
Body Warning Signs Of Infection: યુરિનમાં બળતરાને માનો છો સામાન્ય? જો અવગણના કરી તો ડેમેજ થઈ શકે છે કિડની!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
હેમિલ્ટન વનડેમાં બદલાઈ જશે ભારતની પ્લેઈંગ-11... સિરાજની થશે એન્ટ્રી, આ ખેલાડી થશે બહાર

હેમિલ્ટન વનડેમાં બદલાઈ જશે ભારતની પ્લેઈંગ-11... સિરાજની થશે એન્ટ્રી, આ ખેલાડી થશે બહાર

2

Body Warning Signs Of Infection: યુરિનમાં બળતરાને માનો છો સામાન્ય? જો અવગણના કરી તો ડેમેજ થઈ શકે છે કિડની!

3

Amla Juice: આમળા, આદુ અને ગોળનું પાણી રોજ પીવાનું શરુ કરી દો, શિયાળામાં બીમારી આસપાસ પણ નહીં ફરકે

4

રોશનીનું પર્વ લોહીથી ખરડાયું: ફટાકડા અને જૂની અદાવતમાં 5 ચિરાગ બુઝાયા, સુરતથી સૌરાષ્ટ્ર સુધી લોહીયાળ જંગ

5

Stains Removal Hack: કાચના કપ-રકાબીમાંથી ચાના ડાઘ કાઢવાનો સરળ રસ્તો, આ સફેદ પાવડરથી 1 મિનિટમાં ડાઘ નીકળી જશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

What Happens If Urinary Tract Infection Is Left Untreated: પેશાબ દરમિયાન બળતરા થવી કે વારંવાર શૌચાલય જવાની જરૂરિયાત લાગવી હંમેશા લોકો સામાન્ય સમસ્યા સમજી નજરઅંદાજ કરતા હોય છે. આ સામાન્ય અને અસ્થાયી લાગી શકે છે, પરંતુ શરીર કારણ વગર સંકેત આપતું નથી. જે સમસ્યા શરૂઆતમાં નાની લાગે છે, તે ધીમે-ધીમે વધી કિડની સુધી પહોંચી શકે છે, જે શરીરનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ફેરફાર એટલે કે સામાન્ય સમસ્યાથી ગંભીર નુકસાન સુધીની સફર, આપણે જેટલું વિચારીએ તેનાથી ઝડપી થઈ શકે છે.

ઈન્ફેક્શનની સમસ્યા

યુરિન માર્ગ ઈન્ફેક્શન એક સામાન્ય સમસ્યા છે, ખાસ કરી મહિલાઓમાં. તે સામાન્ય રીતે બેક્ટેરિયાને કારણે થાય છે અને શરૂઆતમાં નીચલા હિસ્સા સુધી સીમિત રહે છે. શરૂઆતી લક્ષણોમાં યુરિન સમયે બળતરા, વારંવાર પેશાબ લાગવો અને પેટના નીચેના ભાગમાં અસહજ લાગી શકે છે. આ અંગે નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું કે આ સૌથી સામાન્ય ઈન્ફેક્શનમાંથી એક છે, પરંતુ હળવા લક્ષણોને કારણે લોકો તેને નજરઅંદાજ કરે છે, જે બાદમાં ભારે પડી શકે છે.

સારવાર ન કરાવવા પર સમસ્યા

જો સમય પર સારવાર ન કરવામાં આવે તો આ ઈન્ફેક્શન ઉપર તરફ વધવા લાગે છે. બેક્ટેરિયા મૂત્રાશયથી કિડની સુધી પહોંચી જાય છે અને સ્થિતિ ગંભીર થઈ જાય છે. ડોક્ટર અનુસાર ઘણીવાર તેવું જોવા મળે છે કે સાધારણ ઈન્ફેક્શન સારવારમાં મોડું કરવાથી કિડની ઈન્ફેક્શનમાં બદલાઈ જાય છે. જ્યારે કિડની પ્રભાવિત થાય છે તો ભારે તાવ, ઠંડી લાગવી, પીઠમાં દુખાવો, ઉબકા અને થાક જેવા લક્ષણો સામે આવવા લાગે છે.

આ પણ વાંચોઃ મળમાં લોહીથી લઈને પેટ ફૂલવા સુધી: આ લક્ષણોને સામાન્ય ગણી ભૂલ ન કરો, હોઈ શકે છે પેટનું કેન્સર

કેમ થાય છે સમસ્યા

કિડની માત્ર શરીરમાંથી કચરો બહાર કાઢવાનું કામ કરતી નથી, પરંતુ બ્લડ પ્રેશર નિયંત્રિત કરવા, શરીરમાં તરલ સંતુલન બનાવી રાખવા અને જરૂરી ખનીજોને સંતુલિત રાખવાનું પણ કામ કરે છે. જ્યારે ઈન્ફેક્શન ત્યાં સુધી પહોંચે છે, તો સોજા શરૂ થઈ જાય છે અને વારંવાર કે ગંભીક ઈન્ફેક્શન કિડનીના ટિશ્યુને નુકસાન પહોંચાડી શકે છે. ડોક્ટર અનુસાર તેનાથી કિડનીની કાર્યક્ષમતા ઓછી થઈ શકે છે અને લાંબા સમયમાં તે જૂની કિડની બીમારીનું કારણ પણ બની શકે છે.

શું હોય છે તેના સંકેત

સમસ્યા તે છે કે શરીર શરૂઆતી સંકેત આપે છે, પરંતુ લોકો તેને નજરઅંદાજ કરે છે. હળવી બળતરા, થોડો દુખાવો કે પેશાબના રંગમાં ફેરફાર પણ તે સંકેત છે કે શરીરમાં ઈન્ફેક્શન છે. જો તેની સાથે તાવ, પીઠ કે સાઇડમાં દુખાવો, ઉલ્ટી કે 24-48 કલાકથી વધુ લક્ષણ રહે તો તેને ગંભીરતાથી લેવા જરૂરી છે. કેટલાક લોકોને વિશેષ સાવધાની રાખવાની જરૂર પડે છે, જેમ કે ગર્ભવતી મહિલાઓ, ડાયાબિટીસથી પીડિત લોકો, વૃદ્ધો અને જેની ઇમ્યુનિટી નબળી છે. તેના માટે હળવા લક્ષણ પણ મોટો ખતરો બની શકે છે. તેનાથી બચાવ મુશ્કેલ નથી, પરંતુ બેદરકારી ભારે પડી શકે છે. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાઓ પૂરી કરવી, પર્યાપ્ત પાણી પીવું, સાફ-સફાઇનું ધ્યાન રાખવું અને સમય પર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ડિસ્ક્લેમરઃ આ જાણકારી રિસર્ચ અને નિષ્ણાંતોના મત પર આધારિત છે. તેને મેડિકલ સલાહ ન માનો. જો તમને કોઈ સમસ્યા હોય તો નિષ્ણાંત ડોક્ટરની જરૂર સલાહ લો.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News