• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /ફેફસાંના કેન્સર પહેલા શરીરમાં દેખાય છે આ 10 લક્ષણો, સમયસર કરાવી લો તપાસ

ફેફસાંના કેન્સર પહેલા શરીરમાં દેખાય છે આ 10 લક્ષણો, સમયસર કરાવી લો તપાસ

Lung Cancer Symptoms: ICMR ના ડોક્ટરો અને એક્સપર્ટની ટીમે કેન્સર પર તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફેફસાનું કેન્સર થવા પર શરીરમાં કેવા લક્ષણ જોવા મળે છે. આ લક્ષણો જોવા મળે તો તત્કાલ તપાસ કરાવવી જરૂરી છે.

Written ByGokani Dhaval
Published: Oct 03, 2026, 09:12 IST|Updated: Oct 03, 2026, 09:16 IST
joinshare
ફેફસાંના કેન્સર પહેલા શરીરમાં દેખાય છે આ 10 લક્ષણો, સમયસર કરાવી લો તપાસ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બિસલેરી કંપનીનું પાણી FSSAI ટેસ્ટમાં ફેલ, કંપનીએ આરોપનું ખંડન કરી ચોખવટ કરતાં જણાવી હકીકત

બિસલેરી કંપનીનું પાણી FSSAI ટેસ્ટમાં ફેલ, કંપનીએ આરોપનું ખંડન કરી ચોખવટ કરતાં જણાવી હકીકત

2

અમદાવાદમાં નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી, આરોપી દંપત્તિના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

3

સોનાના ઘટાડાને બ્રેક: આજે કિંમતમાં 3% નો વધારો, ચાંદીમાં પણ તેજી, જુઓ લેટેસ્ટ ભાવ

4

Cancer Symptoms: ટીબી અને ફેફસાના કેન્સરના લક્ષણો સરખા: ઓળખવામાં ભૂલ ન કરો, આ સંકેતોને બિલકુલ નજરઅંદાજ ન કરો

5

તમને પણ ઠંડી પડે એટલે કાનમાં દુખાવો થાય છે ? જાણો આ સમસ્યાનું કારણ અને તેનો ઈલાજ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Fefdo Ke Cancer Ke Lakshan: ફેફસાના કેન્સરની શરૂઆત સેલ્સથી થાય છે અને સતત વધતી જાય છે અને ટ્યૂમર બનાવે છે. આ કેન્સરના સેલ્સ ફેફસામાંથી નીકળી શરીરના અન્ય અંગો સુધી પહોંચી શકે છે. ફેફસાનું કેન્સર એક ગંભીર બીમારી છે અને તેનો સમય રહેતા ખ્યાલ ન આવે તો બીમારી સતત વધરી રહે છે અને જીવનું જોખમ ઉભું થાય છે. ધૂમ્રપાન કરનારમાં ફેફસાનું કેન્સર થવાની સંભાવના વધુ રહે છે. તેવામાં ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ રિસર્ચના ડોક્ટરો અને એક્સપર્ટની ટીમે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ફેફસાના કેન્સરના તે ક્યા લક્ષણ છે, જેને સામાન્ય ભૂલ ન સમજવા જોઈએ. અહીં જાણો ફેફસાની કઈ સમસ્યા પર નજર રાખવી જોઈએ.

ફેફસાના કેન્સરના લક્ષણ | Lung Cancer Symptoms

  • ખાંસી થાય છે, જે ઘણા સસમય સુધી રહે છે અને સતત વધતી જાય છે
  • ઉધરસ સમયે ખાંસીમાં લોહી જોવા મળે છે
  • શ્વાસ ચડે છે અને મોઢામાંથી વિચિત્ર અવાજ નીકળે છે.
  • છાતીમાં દુખાવો રહે છે અને હાડકામાં દુખાવો થાય છે.
  • અવાજમાં ફેરફાર થાય છે.
  • ભૂખનો અનુભવ થતો નથી
  • માથામાં દુખાવો રહે છે
  • બ્લડ ક્લોટ્સ બનવા લાગે છે
  • ફેફસામાં ઈન્ફેક્શન થાય છે, જેમ કે બોંક્રાઇટિસ કે ન્યૂમોનિયા

આ લક્ષણમાંથી કોઈ જોવા મળે કે 1-2 સપ્તાહ સુધી રહે તો ડોક્ટરનો સંપર્ક કરો અને તપાસ કરાવો. આ લક્ષણ કોઈ સામાન્ય સમસ્યામાં પણ જોવા મળે છે, પરંતુ આ લક્ષણો પર તત્કાલ એક્શન લેવું જરૂરી છે, જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચી શકાય.

આ પણ વાંચોઃ યુરિક એસિડમાં દૂધ પીવું જોઈએ કે નહીં? જાણો કેમ વધે છે ગાઉડ એટેકનો ખતરો

ફેફસાના કેન્સરની સારવાર કઈ રીતે થાય છે
ફેફસાની સર્જરીઃ ફેફસાનું કેન્સર કેટલું ફેલાયેલું છે અને કેટલું વધી ગયું છે, તે જોતા કેન્સરની સારવાર કરવામાં આવે છે. ફેફસાનું કેન્સર જો ફેફસા સુધી સીમિત છે તો ફેફસાની સર્જરી કરવામાં આવે છે. ન્યૂમોનેક્ટોમી, સેગ્મેન્ટલ લંગ રિસેક્શન, ચેસ્ટ વોલ રિસેક્શન, ડાયગ્નોસ્ટિક થોરાકોસ્કોપી અને મીડિયાસ્ટિનોસ્કોપી સર્જરી કરી શકાય છે.

કીમોથેરાપીઃ એન્ટી કેન્સર ડ્રગ્સની સાથે કેન્સરની ટ્રીટમેન્ટને કીમોથેરેપી કહે છે. તેમાં કેન્સરના સેલ્સને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ઉદ્દેશ્ય નોર્મલ સેલ્સને વધુથી વધુ બનાવવાનો હોય છે. આ થેરેપીમાં કેન્સરના સેલ્સ વધતા નથી.

રેડિએશન થેરેપીઃ હાઈ એનર્જી બીમ્સથી કેન્સરના સેલ્સને મારવા અને ટ્યૂમરને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ટાર્ગેટેડ થેરેપી કે ઇમ્યૂનોથેરેપીઃ ટાર્ગેટેડ થેરેપી કેન્સરના સેલ્સમાં સ્પેસિફિક વીકનેસને ઓળખી તેને ટાર્ગેટ કરે છે. આ કેન્સરથી પ્રભાવિત આસપાસના ટીશ્યૂ અને બ્લડ વેસલ્સને ટાર્ગેટ કરી કેન્સરને દૂર કરવાનો પ્રયાસ કરે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News