Sesame Jaggery Benefits: શિયાળામાં તલ-ગોળ ખાવાથી થતા લાભ વિશે જાણી તમે પણ આખો શિયાળો ખાશો આ બે વસ્તુઓ
Sesame Jaggery Benefits: શિયાળામાં તલ અને ગોળ ખાવાથી શરીરને 5 સૌથી મોટા ફાયદા થાય છે. રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે. કે જે લોકો શિયાળામાં તલ અને ગોળ ખાય છે તેમના શરીરમાં આ પોઝિટિવ ફેરફાર જોવા મળી શકે છે.
Sesame Jaggery Benefits: ઠંડીની શરૂઆત થાય ત્યારથી જ ખાવા પીવામાં ફેરફાર થઈ જાય છે. આપણે ત્યાં અમુક વસ્તુઓ એવી છે જે શિયાળામાં સૌથી વધુ ખવાય છે. શિયાળામાં સૌથી વધુ ખાવાથી વસ્તુઓમાં તલ અને ગોળનો સમાવેશ થાય છે. શિયાળા દરમિયાન તલ અને ગોળથી બનેલી વસ્તુઓમાં તલ અને ગોળના લાડુ કે તેની ચીક્કી સૌથી વધુ ખવાતી હોય છે.
તલ અને ગોળ મીઠાઈ બનાવવાની સામાન્ય સામગ્રી નથી. આ બંને વસ્તુનો કોમ્બિનેશન શરીરને હેલ્ધી રાખતી વસ્તુઓમાંથી એક છે. શિયાળા દરમિયાન તલ અને ગોળને આહારમાં સામેલ કરવાથી શરીરને જરૂરી પોષણ અને પોષક તત્વો મળે છે. એક રિસર્ચમાં પણ સાબિત થયું છે કે શિયાળામાં તલ અને ગોળ ખાવાથી શરીરને કેવા ફાયદા થાય છે અને શરીરને કેટલા પોષક તત્વો મળે છે. તો ચાલો તમને પણ જણાવીએ શિયાળામાં તલ અને ગોળ ખાવાનો રાખો તો કેવા ફાયદા થાય.
શિયાળામાં તલ અને ગોળ ખાવાના ફાયદા
આ પણ વાંચો: First Aid: ફટાકડાથી દાઝેલી સ્કિન પર શું લગાવવું ? જાણો દાઝ્યા પછી શું કરવું અને શું નહીં
હાડકા મજબૂત કરશે
તલ અને ગોળ બંને કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન સહિતના પોષક તત્વો અને ફેટી એસિડથી ભરપૂર હોય છે. તલ અને ગોળમાં રહેલા જરૂરી પોષક તત્વ હાડકા અને સ્નાયુને મજબૂત કરે છે. ગોળ ખાવાથી શરીરને એનર્જી પણ મળે છે.
હિમોગ્લોબિન વધે
તલ અને ગોળ શિયાળા દરમિયાન ખાવાથી શરીરમાં આયરનની માત્રા વધે છે. તલ અને ગોળ એવા સ્ત્રોતમાંથી એક છે જે શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં મદદ કરી શકે છે. આપણા શરીરમાં હિમોગ્લોબિન લેવલ યોગ્ય હોય તે જરૂરી છે. હિમોગ્લોબીન ઓછુ હોય તેવા લોકોએ શિયાળામાં ગોળ અને તલ ખાવા જોઈએ.
આ પણ વાંચો: Water Drinking Mistakes: કિડની ખરાબ થવાનું કારણ બને શકે પાણી પીવામાં કરેલી આ 5 ભૂલો
હાર્ટ રહેશે હેલ્ધી
તલમાં એવા ફેટી એસિડ અને ખાસ પ્રકારના કમ્પાઉન્ડ હોય છે જે શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને સોજા સંબંધિત સંકેતો પર પોઝિટિવ અસર કરે છે. તલ અને ગોળ આહારમાં સામેલ કરવાથી હાર્ટને ફાયદો થઈ શકે છે. તલ અને ગોળ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.
પાચનતંત્ર સુધરશે
તલમાં ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે જે પાચનતંત્ર માટે સારું ગણાય છે. તલ અને ગોળમાં રહેલું ફાઇબર કબજિયાતની સમસ્યાથી રાહત આપવાનું કામ કરે છે. શિયાળામાં હેલ્દી ડાયટમાં તલ અને ગોળનો સમાવેશ કરવાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યાથી રાહત મળી શકે છે.
આ પણ વાંચો: Strong Bone: નબળા હાડકા પણ એક મહિનામાં થઈ જાય લોખંડ જેવા મજબૂત, આ 3 સફેદ વસ્તુનો પાવડર પીવાનું શરુ કરો
તલ અને ગોળને આહારમાં સામેલ કરવાની રીત
શિયાળામાં તલ અને ગોળ ખાવાથી ફાયદો થાય છે તેનો મતલબ એવો નથી કે તમે તલ અને ગોળના લાડુ, ચીકી જેવી ગળી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવા લાગો. તલ અને ગોળથી થતા ફાયદા મેળવવા માટે તેને અલગ અલગ પણ ખાઈ શકાય છે. તલ અને ગોળના લાડુ ન બનાવવા હોય તો તલમાં ગોળ મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. તલને મુખવાસ સાથે કે પછી સલાડમાં ઉમેરીને પણ લઈ શકાય છે. તેવી જ રીતે ગોળનો સમાવેશ પણ દિવસ દરમિયાન આહારમાં કરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)