• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Indian Passport Visa Free Countries 2026: વિઝા વગર આ 27 દેશોમાં ફરી શકે છે ભારતીય, જુઓ લિસ્ટ

Indian Passport Visa Free Countries 2026: વિઝા વગર આ 27 દેશોમાં ફરી શકે છે ભારતીય, જુઓ લિસ્ટ

વર્ષ 2026મા ભારતીય પાસપોર્ટ પર 27 દેશ વિઝા વગર એન્ટ્રી આપી રહ્યાં છે. થાઈલેન્ડ, મલેશિયા, નેપાળ, મોરીશસ સહિત સંપૂર્ણ લિસ્ટ અને ટ્રાવેલ નિયમ.

Written ByGokani Dhaval
Published: Sep 29, 2026, 02:54 PM IST|Updated: Sep 29, 2026, 02:56 PM IST
joinshare
Indian Passport Visa Free Countries 2026:  વિઝા વગર આ 27 દેશોમાં ફરી શકે છે ભારતીય, જુઓ લિસ્ટ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જો તમે પણ વિદેશ ફરવાનું સપનું જોઈ રહ્યાં છો, પરંતુ એમ્બેસીના ચક્કર લગાવવા, મોટી ફાઈલો અને વિઝા રિજેક્ટ  (Visa Rejection) થવાનો ડર લાગે છે તો તમારા માટે સારા સમાચાર છે.

વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે 2026મા ભારતીય પાસપોર્ટ ધારકોને દુનિયાના 27 દેશોમાં વિઝા વગર (Visa-Free Entry)ની યાત્રા કરવાની છૂટ મળી રહી છે. એટલું જ નહીં 47 દેશો એવા છે જે Visa-on-Arrival એટલે કે પહોંચવા પર વિઝા માગવામાં આવતા નથી. આ સિવાય 66 દેશ ઈ-વિઝાની સુવિધા આપી રહ્યાં છે. એટલે કે પાસપોર્ટ ઉઠાવો, ટિકિટ બુક કરાવો અને નીકળી પડો યાદગાર સફર પર.

આવો જાણીએ તે 27 દેશ ક્યા છે, જ્યાં તમે વિઝા વગર ફરી શકો છો. પરંતુ યાત્રા પહેલા તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે.

એશિયામાં ક્યા-ક્યા વિઝા વગર જઈ શકશો
જો તમે બજેટ ફ્રેન્ડલી અને ઓછા સમયમાં ફરવા ઈચ્છો છો તો એશિયાના કેટલાક દેશ તમને જરૂર પસંદ આવશે.

નેપાળ અને ભૂતાનઃ ભારતના પાડોશી દેશ નેપાળમાં વિઝા વગર ફરી શકો છો. તો ભૂતાનમાં પણ વિઝાની જરૂર નથી. બસ તમારે એન્ટ્રી પરમિટ લેવાની હોય છે.

થાઈલેન્ડઃ ભારતીયોની પસંદગીની જગ્યા થાઈલેન્ડ તમને 30 દિવસ સુધી વિઝા વગર ફરવાની મંજૂરી આપે છે.

મલેશિયાઃ મલેશિયામાં ભારતીય પર્યટક 30 દિવસ માટે વિઝા-ફ્રી એન્ટ્રીનો ફાયદો ઉઠાવી શકે છે.

કઝાકિસ્તાનઃ સુંદરતાથી ભરપૂર કઝાકિસ્તાનમાં તમે 14 દિવસ વિઝા વગર રહી શકો છો.

મકાઉ અને ઈરાનઃ મકાઉમાં 30 દિવસ અને ઈરાનમાં દર 6 મહિનામાં એકવાર 15 દિવસ માટે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા ઉપલબ્ધ છે.

આઈલેન્ડ અને કેરેબિયન દેશ
જો તમને સમુદ્રના કિનારા અને શાંત જગ્યા પસંદ છે તો આઈલેન્ડ ડેસ્ટિનેશન તમને જરૂર પસંદ આવશે. મોરીશસમાં ભારતીયોને 90 દિવસ સુધી રહેવા કોઈ વિઝાની જરૂર નથી. તો ફિજીમાં તમે 120 દિવસ સુધી રહી શકો છો, પરંતુ ત્યાં પહોંચતા તમારે વિઝિટ પરમિટ લેવાની રહે છે.

આ સિવાય સેશેલ્સ, કુક આઈલેન્ડ અને નિઉએની વાત કરીએ તો સેશેલ્સની યાત્રા વિઝા ફ્રી છે. કુક આઈલેન્ડ્સમાં 31 દિવસ અને નિઉએમાં 30 દિવસ સુધી વિઝા વગર ફરી શકો છો.

કેરેબિયન દેશ જેમ કે બાર્બાડોસ, ગ્રેનાડા, હૈતી, ડોમિનિકા, અલ સાલ્વાડોર, જમૈકા, ત્રિનિદાદ એન્ટ ટોબેગો, સેન્ટ વિન્સેન્ટ અને સેન્ટ્સ કિટ્સ એન્ડ નેવિસ જેવા સુંદર દેશોમાં 30થી 90 દિવસ વિઝા વગર ફરી શકો છો.

આફ્રિકાના દેશો
આફ્રિકાના સેનેગલ અને ગામ્બિયા, આ બંને સુંદર આફ્રિકી દેશોમાં તમે 90 દિવસ સુધી વિઝા વગર રહી શકો છો. તો અંગોલામાં ભારતીયોને 30 દિવસ વિઝા વગર રહેવાની મંજૂરી મળે છે.

સાવધાન રહો, વિઝા-ફ્રીનો મતલબ ડોક્યુમેન્ટ વગર એન્ટ્રી નહીં
ઘણા લોકો વિચારે છે કે વિઝા-ફ્રીનો મતલબ બસ ફ્લાઇટ પકડી અને ચાલ્યા ગયા, તેવું નથી. કેટલીક વાતોનું ધ્યાન રાખો. જેમ કે ભૂતાન અને ફિજી જેવા દેશોમાં ભલે વિઝા ન લાગે, પરંતુ ત્યાંની ઇમીગ્રેશન ઓથોરિટી પાસે પરમિટ (Entry/Visit Permit)  લેવી જરૂરી છે. આ સિવાય લગભગ દરેક દેશની ઇમીગ્રેશન ઓથોરિટી તમારી વાપસીની ટિકિટ અને રહેવા માટે હોટલ બુકિંગના કાગળ માગી શકે છે. જતાં પહેલા તે વાતનું ધ્યાન રાખો કે તમારા પાસપોર્ટ તમારી યાત્રાની તારીખથી ઓછામાં ઓછા 6 મહિના માટે કાયદેસર હોવો જોઈએ.

કોઈપણ દેશના વિઝા નિયમ સમય-સમય પર બદલી શકે છે. તેથી યાત્રાનું પ્લાન બનાવતા પહેલા વિદેશ મંત્રાલય કે તે દેશની સત્તાવાર વેબસાઇટ જરૂર ચેક કરો.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News