Water Drinking Mistakes: કિડની ખરાબ થવાનું કારણ બને શકે પાણી પીવામાં કરેલી આ 5 ભૂલો
Water Drinking Mistakes: તમે દિવસ દરમિયાન કેટલું પાણી પીવો છો અને કેવી રીતે પીવો છો તેની અસર કિડની પર થાય છે. પાણી પીવામાં લાંબા સમય સુધી અમુલ ભુલો કરવામાં આવે તો તેના કારણે કિડની ડેમેજ પણ થઈ શકે છે.
Water Drinking Mistakes: દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી આપણા શરીરને હાઇડ્રેટ રાખવા માટે જરૂરી છે તેની સાથે જ કિડની બરાબર કામ કરતી રહે તેના માટે પણ જરૂરી છે. શરીરમાં કિડની ફિલ્ટરનું કામ કરે છે. કિડની પોતાનું કામ બરાબર કરતી રહે તેના માટે પાણી ખૂબ જ જરૂરી છે. જોકે 90% લોકો પાણી પીવામાં કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમની કિડનીને નુકસાન થવા લાગે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર પાણી પીવાની 5 આદતો એવી છે જે કિડનીને ખરાબ પણ કરી શકે છે. તો ચાલો આજે તમને 5 આવી જ સામાન્ય લાગતી ભૂલો વિશે જણાવીએ જે વ્યક્તિની કિડનીને અસર કરી શકે છે..
કિડની ડેમેજ કરતી 5 ખરાબ આદતો
આ પણ વાંચો: Skin Cancer: ચામડીમાં થતા આ ફેરફારને સામાન્ય ન સમજો, ખાસ તો લાલ નિશાન દેખાય તો તુરંત પહોંચો ડોક્ટર પાસે
ઓછું પાણી પીવું
ઘણા લોકો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી. દિવસ દરમિયાન બસ ત્રણ કે ચાર ગ્લાસ પાણી પીને સંતોષ માની લેતા હોય છે. આ ભૂલ કિડની ફંક્શનને અસર કરે છે. સ્વસ્થ વયસ્ક વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું સાતથી આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ. જો તેનાથી ઓછું પાણી પીવામાં આવે તો યુરીન ઇન્ફેક્શન પથરી સહિતની તકલીફો થઈ શકે છે.
વધારે પડતું પાણી પીવું
પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ તે વાતને ધ્યાનમાં રાખીને ઘણા લોકો વધારે પડતું પાણી પીવા લાગે છે. અતિશય પાણી પણ કિડનીને નુકસાન કરી શકે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર શરીરની જરૂરિયાત કરતા વધારે પાણી પીવાથી કિડનીનો વર્કલોડ વધી જાય છે. વધારે પડતું પાણી પીવાથી શરીરમાં સોડિયમનું લેવલ પણ ઓછું થઈ શકે છે જે કિડની માટે હાનિકારક છે.
આ પણ વાંચો: Lifehacks: લીલું મરચું તીખું લાગી જાય તો પાણી ન પીવો, આ વસ્તુ ખાવી, બળતરાથી તુરંત રાહત થશે
કલાકો સુધી તરસ્યા રહીને એક સાથે પાણી પીવું
આવી ભૂલ પણ અનેક લોકો કરતા હોય છે. તરસ લાગી હોય તેમ છતાં કલાકો સુધી પાણી પીવામાં નથી આવતું અને પછી અચાનક જ ત્રણથી ચાર ગ્લાસ પાણી એક સાથે પી લે છે. આ રીતે એક સાથે પાણી પીવું પણ હાનિકારક છે. કલાકો સુધી પાણી ન પીવું અને પછી એક સાથે વધારે પાણી પીવાથી પણ શરીરમાં સોડિયમનું અસંતુલન ઊભું થાય છે જેની અસર કિડની ના થાય છે.
ફટકડી વાળુ પાણી પીવું
આજના સમયમાં પણ ઘણા લોકો પાણીને સાફ કરવા માટે તેમાં ફટકડીનો ટુકડો ઉમેરે છે. ફટકડી ઉમેરવાથી પાણીમાં રહેલી ગંદકી અને જીના કણ પાણીમાં નીચે બેસી જાય છે. તેનાથી લોકો માને છે કે પાણી ચોખ્ખું થઈ ગયું. પરંતુ ફટકડી પાણીમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરતી નથી. ફક્ત ફટકડી રાખેલું પાણી પીવાથી કિડની પર ખરાબ અસર થઈ શકે છે.
આ પણ વાંચો: Strong Bone: નબળા હાડકા પણ એક મહિનામાં થઈ જાય લોખંડ જેવા મજબૂત, આ 3 સફેદ વસ્તુનો પાવડર પીવાનું શરુ કરો
બોરવેલનું પાણી પીવું
ઘણા લોકો બોરવેલના પાણીનો ઉપયોગ પીવા માટે કરતા હોય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર બોરવેલનું પાણી દેખાવમાં તો શુદ્ધ લાગે છે પણ તેની અંદર હેવી મેટલ્સ અને લીડ નું પ્રમાણ વધારે હોઈ શકે છે. બોરવેલનું પાણી ફિલ્ટર કર્યા વિના લાંબા સમય સુધી પીવાથી કિડની પર અસર થઈ શકે છે. કારણ કે હેવી મેટલ અને લીડવાળું પાણી ફિલ્ટર કરવામાં કિડનીને વધારે મહેનત કરવી પડે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)