Homemade Paneer: રેડીમેડ પનીર કરતાં પણ વધારે સારું પનીર ઘરે બનશે, ઘરના દૂધમાં આ વસ્તુ ઉમેરજો
How to Make Paneer At Home: રેડીમેડ પનીર કરતાં વધારે ટેસ્ટી પનીર ઘરે બનાવવું હોય તો આ રીત ફોલો કરજો. આ રીતે માર્કેટ કરતાં પણ વધારે સારું પનીર ઘરે બનશે.
How to Make Paneer At Home: દિવાળીના દિવસોમાં ઘરમાં પનીરથી બનતી વાનગીઓ અને મીઠાઈ બને છે. તેના માટે પનીર મોટાભાગે માર્કેટમાંથી લઈ આવવામાં આવે છે. પણ માર્કેટમાં જે રીતે ભેળસેળ વાળું પનીર બને છે તેને જોતાં ઘરે પનીર બનાવી લેવું વધારે સારો ઓપ્શન છે. માર્કેટમાં મળતા પનીર કરતાં પણ વધારે સારું અને શુદ્ધ પનીર ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. ઘરે પનીર બનાવવા માટે ફક્ત બે વસ્તુઓની જરૂર પડે છે.
આ પણ વાંચો : Mohanthal Recipe: મીઠાઈની દુકાને મળે એવો જ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત
માર્કેટમાં પેકેટમાં મળતા પનીર કરતાં સારું પનીર ઘરે કેવી રીતે બને તેની રીત આજે તમને જણાવીએ. ઘરે બનાવેલું પનીર એકદમ સોફ્ટ અને વાઈટ બને છે. રેડીમેટ પનીર ઘણી વખત એકદમ કડક અને રબ્બર જેવું હોય છે. જો તમે પનીર ઘરે બનાવો તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. ઘરે તમે દૂધ અને લીંબુની મદદથી એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ પનીર બનાવી શકો છો.
પનીર માટેની જરૂરી સામગ્રી
એક લીટર કુલ ફેટ મિલ્ક, બે ચમચી લીંબુનો રસ
પનીર બનાવવા માટે ફક્ત આ બે જ વસ્તુની જરૂર પડે છે પણ આ બે વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો અને પનીર કેવી રીતે બનાવવું તેની રીત જ મહત્વની હોય છે. પનીર બનાવવા માટે સૌથી પહેલા દૂધને ઉકાળી લેવું. દૂધ ઉકળી જાય પછી ગેસ બંધ કરી દેવો. ઘણા લોકો દૂધ ઊકળતું હોય ત્યારે જ લીંબુ ઉમેરી દે છે જેના કારણે પનીર બરાબર બનતું નથી.
આ પણ વાંચો : Recipe: ઘરે બનાવો બજારમાં મળે એવી જ સાત પડવાળી પુરી, આ રીતે બધા પડ ખુલશે અને પુરી ક્રિસ્પી બનશે
સારું પનીર બનાવવાનું સીક્રેટ છે કે દૂધ ઉકળી જાય પછી ગેસ બંધ કરીને દૂધને બે થી ત્રણ મિનિટ ઠંડુ થવા દો. ત્યાર પછી દૂધમાં લીંબુ ઉમેરવાનું હોય છે. લીંબુનો રસ પણ ડાયરેક્ટ દૂધમાં મિક્સ કરવો નહીં તેનાથી પનીરમાં ખટાશ આવી જાય છે. બે થી ત્રણ ચમચી પાણી લઈ તેમાં લીંબુનો રસ મિક્સ કરો. ત્યાર પછી ગરમ દૂધમાં ધીરે ધીરે લીંબુ અને પાણી મિક્સ કરવું.
લીંબુનું પાણી મિક્સ કરતી વખતે દૂધને સતત હલાવતા રહો. જ્યારે દૂધ એકદમ ફાટી જાય ત્યારે પનીર ગાળવાની તૈયારી શરૂ કરો. પનીર ગાળવા માટે મલમલનું કપડું અથવા તો એકદમ ઝીણી જાળીવાળી ગરણીનો ઉપયોગ કરો. પનીરમાંથી જે પાણી નીકળે તેનો ઉપયોગ પણ તમે સૂપ, દાળ કે લોટ બાંધવામાં કરી શકો છો.
આ પણ વાંચો : Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત
તૈયાર થયેલા પનીરને કપડાં સહિત પનીર સેટ કરવાના જાળીવાળા મોલ્ડમાં રાખી તેના પર વજન રાખી દો. જેથી દૂધમાંથી બધું પાણી નીકળી જાય અને પનીર યોગ્ય આકારમાં સેટ થઈ જાય. પનીરને ચારથી પાંચ કલાક સેટ થવા દો ત્યાર પછી કપડાંમાંથી કાઢી ફ્રીજમાં રાખી દો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)