• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Safe Cooking Tips: એલ્યુમિનિયમના વાસણમાં શું બનાવવું અને શું ટાળવું? આજે મેળવી લો સાચી જાણકારી

Safe Cooking Tips: એલ્યુમિનિયમના વાસણમાં શું બનાવવું અને શું ટાળવું? આજે મેળવી લો સાચી જાણકારી

Safe Cooking Tips: દરેક ઘરના રસોડામાં અમુક વાસણ એલ્યુમિનિયમના હોય છે. ખાસ પ્રકારની વસ્તુઓ મહિલાઓ એલ્યુમિનિયમની કઢાઈમાં જ બનાવતી હોય છે. પરંતુ શું દરેક વસ્તુ માટે એલ્યુમિનિયમ સેફ છે ? આ પ્રશ્નનો જવાબ છે બિલકુલ નહીં. એલ્યુમિનિયમના વાસણમાં શું બનાવવું અને શું નહીં ચાલો તમને જણાવીએ.

Written ByKrupa Shah
Published: Sep 25, 2026, 01:29 PM IST|Updated: Sep 25, 2026, 01:32 PM IST
joinshare
Safe Cooking Tips: એલ્યુમિનિયમના વાસણમાં શું બનાવવું અને શું ટાળવું? આજે મેળવી લો સાચી જાણકારી

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Safe Cooking Tips: દરેક ઘરના રસોડામાં અલગ અલગ ધાતુથી બનેલા વાસણો હોય છે. સામાન્ય રીતે રસોઈ કરવા માટે સ્ટેનલેસ સ્ટીલ, લોખંડના વાસણ અને એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ થાય છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ સ્ટીલના વાસણમાં અને કાસ્ટ આયરનના વાસણમાં ભોજન બનાવવાની સલાહ આપે છે. અને એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ ટાળવાનું કહે છે. આવું એટલા માટે કે અમુક પ્રકારની વસ્તુઓ એલ્યુમિનિયમના સંપર્કમાં આવે એટલે એલ્યુમિનિયમ ગરમ થઈને ભોજનમાં ભળવા લાગે છે જે શરીરમાં જઈને નુકસાન કરે છે. એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરતા હોય તે લોકોને એ વાતની જાણકારી હોવી જોઈએ કે આવા વાસણમાં કઈ વસ્તુઓ પકાવી શકાય અને કઈ વસ્તુઓ પકાવવાનું ટાળવું.

    જો તમારા ઘરમાં પણ એલ્યુમિનિયમના વાસણ છે અને તમે પણ રસોઈમાં તેનો ઉપયોગ કરો છો તો ચાલો આજે તમને જણાવીએ કે ઘરમાં રાખેલા એલ્યુમિનિયમના વાસણમાં કઈ વસ્તુઓ બનાવવાનું ટાળવું. એલ્યુમિનિયમના વાસણ ના ઉપયોગ સંબંધિત આ પ્રકારનો પ્રશ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થતો હોય છે. તો આજે તમને તેની સાચી માહિતી આપીએ.

    એલ્યુમિનિયમના વાસણ કુકિંગ માટે સેફ છે કે નહીં ?

    વર્ષોથી ઘરોમાં એલ્યુમિનિયમના અલગ અલગ પ્રકારના વાસણનો ઉપયોગ થાય છે. તેનું મુખ્ય કારણ છે કે એલ્યુમિનિયમના વાસણ સ્ટીલ અને કાસ્ટ આયરનના વાસણ કરતા સસ્તા હોય છે અને તે સરળતાથી સાફ થાય છે. એલ્યુમિનિયમના વાસણ ઝડપથી ગરમ થઈ જાય છે અને તેમાં ભોજન ઝડપથી અને એક સમાન રીતે પાકે છે. એલ્યુમિનિયમ એવી ધાતુ છે જેમાં આખા વાસણમાં ગરમી સરસ રીતે ફેલાય છે. જેના કારણે કુકિંગ ઝડપી અને સરળતાથી થાય છે. એક્સપર્ટ અનુસાર એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કુકિંગ માટે કરવો હોય તો એ જાણી લેવું જોઈએ કે એલ્યુમિનિયમના વાસણમાં કઈ વસ્તુઓ કુક કરવી શેપ છે.

    એલ્યુમિનિયમના વાસણમાં શું ન પકાવવું ?

    એક્સપર્ટ અનુસાર જો તમારે કુકિંગ માટે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરવો હોય તો તેમાં ખાટી વસ્તુઓને લાંબા સમય સુધી પકાવવાનું ટાળો. જેમકે જે વાનગીમાં ટમેટા, આમલી, લીંબુ, વિનેગર જેવી વસ્તુઓનો ઉપયોગ વધારે થતો હોય તેવી વસ્તુઓને એલ્યુમિનિયમનો વાસણમાં ન પકાવો. આ પ્રકારની વસ્તુઓ એલ્યુમિનિયમ સાથે ઝડપથી પ્રતિક્રિયા કરે છે. વધારે જૂનું વાસણ હોય તો તેમાંથી એલ્યુમિનિયમ નીકળવા લાગે છે અને ભોજનમાં ભળી જાય છે જે ભોજનની સાથે શરીરમાં જાય છે અને હેલ્થ માટે હાનિકારક સાબિત થાય છે.

    એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરવો કે નહીં ?

    એક્સપર્ટ અનુસાર એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ બંધ કરી દેવાની જરૂર નથી. જરૂરી જાણકારી મેળવી સાવધાની પૂર્વક આ વાસણનો ઉપયોગ કુકિંગમાં કરી શકાય છે. બસ ધ્યાન એ વાતનું રાખવું કે એલ્યુમિનિયમનું વાસણ જૂનું થઈ ગયું હોય તો તેનો ઉપયોગ બંધ કરવો કારણ કે જુના અને ઘસાયેલા વાસણમાંથી એલ્યુમિનિયમ છૂટું પડે તેની શક્યતા વધી જાય છે. જે વસ્તુઓ ખાટી ન હોય તેને એલ્યુમિનિયમમાં કુક કરી શકાય છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Utility News