Natural Fertilizer: ચોખા પલાળેલું પાણી ફેંકતા નહીં, ઘરના છોડમાં નાખજો, ફટાફટ વધવા લાગશે છોડ
Natural Fertilizer For Plants: ચોખા પલાળેલું પાણી જો તમે ફેંકી દેતા હોય તો આજ પછી આ ભુલ કરતાં નહીં. કારણ કે ચોખા પલાળેલું પાણી છોડ માટે ફળદ્રુપ ખાતર સાબિત થાય છે. ચોખાનું પાણી છોડમાં નાખવાથી છોડનો ગ્રોથ ડબલ થઈ જાય છે.
Natural Fertilizer For Plants: ભાત બને તે પહેલા ચોખાને પાણીમાં પલાળવામાં આવે છે. મોટાભાગે ગૃહિણીઓ ભાત પલાળેલું પાણી ફેંકી દેતી હોય છે. પરંતુ આજે જે જાણકારી તમને આપવા જઈ રહ્યા છીએ તેના વિશે જાણીને તમે આ ભૂલ કરવાનું બંધ કરી દેશો. ચોખા પલાળેલું પાણી ઘરમાં રાખેલા એવા છોડ માટે ફળદ્રુપ ખાતર સાબિત થાય છે જેનો ગ્રોથ અટકી ગયો હોય.
વાત જાણીને આશ્ચર્ય થશે પરંતુ ચોખા પલાળેલું પાણી છોડમાં નાખવાથી છોડનો ગ્રોથ વધે છે. ખાસ કરીને એવા છોડ જે ઝડપથી વધતા ન હોય તેના પાન બરાબર ઉગતા ન હોય કે પાન પીળા થઈ ગયા હોય. આવા છોડમાં ચોખાનું પાણી ઉમેરીને તેનો ગ્રોથ વધાવી શકો છો. એટલા માટે આ જ પછી ચોખા પલાળેલા પાણીને બેકાર સમજીને ફેંકવાની ભૂલ કરતા નહીં.
આ પણ વાંચો: Cleaning Hacks: બાથરુમના અરીસા પર થયેલા સફેદ ડાઘ કાઢવાનો અચૂક ઉપાય, આ રીતે 5 મિનિટમાં બધા ડાઘ નીકળી જશે
ચોખાના પાણીના ફાયદા
ચોખા જે પાણીમાં પલાળેલા હોય છે તે પાણીમાં સ્ટાર્ચ સાથે ફોસ્ફરસ, પોટેશિયમ અને અન્ય પોષક તત્વો પણ ભળી જાય છે. પોષક તત્વોથી ભરપૂર આ પાણી છોડની માટીમાં ઉમેરવાથી છોડનો ગ્રોથ બુસ્ટ થાય છે.. અને માટીની ફળદ્રુપતા પણ વધી શકે છે. ચોખાનું પાણી છોડમાં ઉમેરવાથી છોડ ઘટ્ટ થાય છે અને તેના મૂળ પણ મજબૂત થાય છે. ચોખાનું પાણી માટીમાં ગુડ બેક્ટેરિયા વધારે છે જે છોડના ગ્રોથને ડબલ કરી શકે છે. આમ તો ચોખાનું પાણી કોઈપણ છોડમાં ઉમેરી શકાય છે.
ચોખાના પાણીનો ઉપયોગ કરવાની રીત
ચોખાનું પાણી છોડમાં ત્રણ રીતે ઉમેરી શકાય છે. પરંતુ અહીં ધ્યાન એ વાતનું રાખવું કે ચોખાનું પાણી મીઠા વિનાનું હોય.
1. ભાત બનાવતા પહેલા ચોખા જે પાણીમાં પલાળેલા હોય તે પાણી છોડમાં ઉમેરી શકો છો. આ પાણી લાઈટ વેટ હોય છે અને છોડમાં ડાયરેક્ટ ઉમેરી શકો છો.
2. જો તમે ભાત છુટ્ટા પાણીમાં બાફીને કરો છો તો ચોખા બાફેલું પાણી પણ છોડમાં ઉમેરી શકો છો. જે પાણીમાં ચોખા ઉકાળ્યા હોય તે પાણીને ગાળીને ઉપયોગમાં લઈ શકો પરંતુ આ પાણીને પાતળું કરીને છોડમાં રેડવું.
આ પણ વાંચો: Tulsi Plant Care: જાણો 5 એવા છોડ જેને તુલસીના છોડ પાસે રાખો તો કરમાઈ જાય તુલસી
3. છોડમાં ફર્મેન્ટેડ પાણી પણ ઉમેરી શકો છો. જે પાણીમાં ચોખા પલાડ્યા હોય અને જે પાણીથી ચોખા ધોયા હોય તેને ફેંકવાના બદલે એક કાચની બોટલમાં ભરો. આ પાણીને બે દિવસ સુધી ઢાંકીને રાખો. બે દિવસ પછી ચોખાનું ફર્મેન્ટેડ પાણી છોડમાં ઉમેરો. ચોખાનું આવું પાણી છોડ માટે લિક્વિડ ફર્ટિલાઇઝર બની જાય છે.
કયા છોડમાં ચોખાનું પાણી ફાયદાકારક ?
કોથમીર, પાલક જેવા લીલા શાકભાજી માટે ચોખાનું પાણી ફળદ્રુપ સાબિત થાય છે. આ સિવાય ટમેટા, કેપ્સીકમ, રીંગણ જેવા શાકમાં પણ ચોખાનું પાણી ઉમેરી શકાય છે. ઘરમાં રાખેલા ગુલાબના છોડમાં પણ ચોખાનું પાણી ઉમેરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)