SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Skin Cancer: ચામડીમાં થતા આ ફેરફારને સામાન્ય ન સમજો, ખાસ તો લાલ નિશાન દેખાય તો તુરંત પહોંચો ડોક્ટર પાસે

Skin Cancer: સ્કિન કેન્સરના શરુઆતી લક્ષણોને લોકો ચામડીની સામાન્ય સમસ્યા સમજી ઈગ્નોર કરે છે. જેના કારણે કેન્સર શરીરમાં ફેલાઈ જાય છે અને દર્દી માટે સ્કિન કેન્સર જીવલેણ સાબિત થઈ શકે છે.

Written By Krupa Shah
Published: Oct 31, 2026, 12:12 PM IST | Updated: Oct 31, 2026, 12:17 PM IST
Join

Skin Cancer: દુનિયાભરમાં અલગ અલગ પ્રકારના કેન્સરના કેસ જોવા મળે છે. જેમાંથી એક સ્કિન કેન્સર પણ છે. સ્કિન કેન્સર ઝડપથી ફેલાતું કેન્સર છે. અન્ય કેન્સરની જેમ સ્કિન કેન્સરમાં પણ કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે ત્યારે કેન્સર થાય છે. સ્કિન કેન્સરની શરુઆત થાય ત્યારે ત્વચામાં ખાસ પ્રકારના ફેરફાર થવા લાગે છે. આ ફેરફારોને ઓળખવા જરૂરી હોય છે.

સ્કિન કેન્સરને લઈને એવું માનવામાં આવે છે કે વધારે સમય તડકામાં રહેતા હોય તેને આ કેન્સર થવાનું જોખમ વધારે છે. પરંતુ એવું નથી, સ્કિન કેન્સર કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. કારણ કે સ્કિન કેન્સર થવાના અન્ય કારણો પણ હોય છે.

આ પણ વાંચો: Fat Loss Drink: ગરમીમાં માખણ ઓગળે એમ શરીરની ચરબી ઓગળશે, દિવસમાં 1 વાર પી લેવું આ પાણી

સ્કિન કેન્સરના શરુઆતી લક્ષણોને ઓળખી અને સારવાર શરુ કરવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી પણ શકે છે અને તકલીફ પણ ઓછી થાય છે. જો સમયસર ઈલાજ ન થાય તો સ્કિન કેન્સર પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

સ્કિન કેન્સરના શરુઆતી લક્ષણો

- સ્કિન કેન્સરની શરુઆતમાં માથા, ગરદન, આંખ, ગાલની સ્કિન પર બળતરા થવા જેવી ફરિયાદ ઉઠે છે. 
- સ્કિન પર અકારણ ડાઘ પડવાનું શરુ થાય છે. 
- સ્કિન પર ઘા કે ડાઘ થયા હોય તો મહિનાઓ સુધી મટે નહીં 
- શરીરની ચામડી પર લાલ તલ વધારે થવા લાગે, કે પછી પહેલાથી જે તલ હોય તેનો રંગ અને આકાર બદલી જાય.
- ચહેરા પર અચાનક ખીલ વધવા લાગે અને ખીલ મટે નહીં તો તે કેન્સરના કારણે હોય શકે છે. 
- વારંવાર ચામડીના રોગ થવા. 
- તડકામાં નીકળ્યા પછી ચામડી પર લાલ ચકામા થઈ જવા કે પછી ખંજવાળ આવવી સ્કિન કેન્સરનું લક્ષણ હોય શકે છે.

આ પણ વાંચો: Crack Heel Remedy: ફટાફટ મટવા લાગશે એડીમાં પડેલા ચીરા, આ ઘરેલુ ઈલાજ છે પગના વાઢિયાનો રામબાણ ઈલાજ

સ્કિન કેન્સરથી બચવા શું કરવું ?

- ઘરની બહાર નીકળો તે પહેલા સનસ્ક્રીન લગાડવું.
- ચામડી પર તડકો ન લાગે તેવા કપડા પહેરવા. 
- સ્કિન પર અચાનક ડાઘ કે લાલ રંગના તલ દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
- પુરતા પ્રમાણમાં પાણી પી શરીરને હાઈડ્રેટ રાખો.
- વધારે પડતી તળેલી કે મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES